અમિત શાહનું કોંગ્રેસ પર નિશાન, કહ્યું- એક પાર્ટી નક્સલવાદને ક્રાંતિનો સોર્સ સમજે છે

Some people believe Maoism is a medium for revolution says Amit Shah

Divyabhaskar.com

Nov 10, 2018, 06:15 PM IST

રાયપુરઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહએ નક્સલવાદના મુદ્દા પર નામ લીધા વગર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. શનિવારે પાર્ટીનું સંકલ્પ પત્ર બહાર પાડતા તેમણે કહ્યું કે જે પાર્ટીને નક્સલવાદમાં ક્રાંતિ દેખાય છે, તે છત્તીસગઢનું ભલું ન કરી શકે. શાહે જણાવ્યું કે ભાજપ રાજયમાં સતત ચૌથી વાર આવશે. અગાઉ શુક્રવારે જગદલપુરની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર અર્બન નક્સલીઓ પ્રત્યે સહાનૂભૂતિ બતાવવાનો આરોપ પર લગાવ્યો હતો.

શાહે કહ્યું હતું કે છત્તીસગઢમાં સૌથી મોટી સમસ્યા નક્સલવાદ છે. ડો. રમન સિંહે તેને દૂર કરવાનું કામ કર્યું છે. ભાજપ સરકારના શાસનમાં રાજય ઘણી હદે નક્સલવાદથી મુક્ત થઈ ચૂકયું છે. એવી આશા રાખું છે કે આવનારા વર્ષોમાં આ રાજય દેશમાં પાવર અને સિમેન્ટના ઉત્પાદનનું હબ બને. ભાજપનો ઉદ્દેશ્ય પ્રદેશને શિક્ષિત અને નક્સલમુકત બનાવવાનો છે. અગાઉ તેને બિમારું રાજય સમજવામાં આવતું હતું. રાજયના લોકો માટે રમન સરકારે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓની શરૂઆત કરી છે. કોંગ્રેસના દુશ્પ્રચારનો સામનો કરીને સતત 15 વર્ષ કામ કરવું તે તેમના માટે એક મોટું કામ છે.

અર્બન નક્સલિયોએ બાળકોના હાથોમાં બંદૂક આપી

નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે હું જયારે પણ બસ્તર આવ્યો છું, આ ક્ષેત્રના કઈકને કઈક વિકાસ માટે આવ્યો છું. જે લોકો વિકાસ કરતા ન હતા, તેઓ નક્સલિયો અને માઓવાદિઓનું નામ લેતા હતા. તેઓ એમ કહેતા હતા કે છત્તીસગઢ કઈ બની શકશે નહિ. પરંતુ અમે એ કરી બતાવ્યું છે. જે અર્બન માઓવાદી છે, તે એસી ઘરોમાં રહે છે. તેમના બાળકો વિદેશોમાં ભણે છે. સારી કારમાં ફરે છે. જોકે તેઓ ત્યાં બેઠાબેઠા રિમોટથી આપણા બાળકોના હાથમાં બંદૂક પકડાવે છે. એક પાર્ટી (કોંગ્રેસ) જે છત્તીસગઢ માટે કઈ જ કરી શકી નથી, તેને તેમના માટે સહનુભુતિ છે.

12 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન

છત્તીસગઢ વિધાનસભાની 90 સીટો માટે બે તબક્કામાં 12 અને 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 11 ડિસેમ્બરે આવશે. આ કારણે શુક્રવારે કોંગ્રેસે જાહેરનામું બહાર પાડયું છે. તેના એક દિવસ બાદ શનિવારે અજીત જોગીની જનતા કોંગ્રેસે શપથ પત્ર અને ભાજપે સંકલ્પ પત્ર બહાર પાડયું છે. પ્રથમ ચરણની 18 સીટો માટે શનિવારે સાંજે પ્રચાર બંધ થયો છે.

X
Some people believe Maoism is a medium for revolution says Amit Shah
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી