સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસ/ CBIની વિશેષ કોર્ટ 21 ડિસેમ્બરે સંભળાવશે મહત્વનો નિર્ણય

Sohrabuddin Sheikh fake encounter case verdict on 21 December in CBI Special Court

Divyabhaskar.com

Dec 07, 2018, 01:27 PM IST

  • સોહરાબુદ્દીનને આતંકી ગણાવી તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું, જે બાદ તેની પત્ની પણ મૃત મળી હતી
  • આ કેસમાં ગુજરાત પોલીસના ટોચના અધિકારી ફસાયા હતા
  • ભાજપ અધ્યક્ષ અમિત શાહની પણ આ કેસમાં પૂછપરછ થઈ હતી

મુંબઈઃ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં મુંબઈ CBIની વિશેષ કોર્ટ 21 ડિસેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવશે. સોહરાબુદ્દીન શેખનું એન્કાઉન્ટર ગાંધીનગર નજીક 2005ના નવેમ્બરમાં થયું હતું. સોહરાબુદ્દીન શેખને આતંકવાદી ગણાવવામાં આવ્યો હતો. એન્કાઉન્ટર બાદ સોહરાબુદ્દીનની પત્ની કૌસરબી પણ મરી ગઈ હતી. દંપત્તિની સાથે રહેલો તુલસીરામ પ્રજાપતિની પણ એક વર્ષ બાદ હત્યા થઈ ગઈ હતી. તુલસીરામ આ કેસમાં મુખ્ય સાક્ષી પણ હતો.

તપાસકર્તાઓના દાવા મુજબ આ હત્યા તે લોકોને ચુપ કરાવવા માટે કરવામાં આવી હતી કેમકે તેઓ એક એવા વસૂલાત કરતી ગેંગનો ભાગ હતા જે ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશની પોલીસ જ પોતાના રાજકીય આકાઓ માટે ચલાવી રહ્યાં હતા.

X
Sohrabuddin Sheikh fake encounter case verdict on 21 December in CBI Special Court
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી