30 ફૂટ ઊંચી બિલ્ડીંગ પરથી પડી જતા દર્દનાક મોત, છેલ્લા શબ્દો હતા- પાંડે એક વાત તો કે

દોસ્ત સાથે વાત કરવા માટે જેવો તે ફર્યો, ત્યારે જ બેકાબૂ થઇને છત પરથી નીચે પડી ગયો

divyabhaskar.com | Updated - Jun 05, 2018, 11:45 AM
સોફ્ટવેર એન્જિનિયરનું લગભગ 30 ફૂટ ઊંચી બિલ્ડીંગ પરથી પડીને મોત થઇ ગયું.
સોફ્ટવેર એન્જિનિયરનું લગભગ 30 ફૂટ ઊંચી બિલ્ડીંગ પરથી પડીને મોત થઇ ગયું.

ભોપાલ: છતની બાઉન્ડ્રીવોલની પાસે ઊભા રહીને ફોન પર ચેટિંગ કરી રહેલા સોફ્ટવેર એન્જિનિયરનું લગભગ 30 ફૂટ ઊંચી બિલ્ડીંગ પરથી પડીને મોત થઇ ગયું. પાસે ઊભા રહેલા દોસ્ત સાથે વાત કરવા માટે જેવો તે ફર્યો, ત્યારે જ બેકાબૂ થઇને છત પરથી નીચે પડી ગયો. શનિવારે મોડી રાતે આ અકસ્માત તેના દોસ્તના ગૌતમનગરમાં આવેલા ભાડાના મકાનમાં થયો.


શું છે મામલો

- ગોવિંદપુરા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. કોલાર રોડ નિવાસી દેવેન્દ્ર હિંગવાસિયા સહાયક શિક્ષક અને રાજ્ય કર્મચારી સંઘના ખજાનચી છે.

- તેમનો 25 વર્ષીય એકમાત્ર દીકરો શાંતનુ સોફ્ટવેર એન્જિનિયર હતો. તે એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતો હતો.
- શાંતનુ શનિવાર સાંજે ગૌતમનગરમાં દોસ્ત અમન સિંહની પાસે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. અમન બીજા માળ પર ભાડાના મકાનમાં રહે છે.
- શાંતનુએ અમન અને રાયપુરથી આવેલા દોસ્ત પુષ્પેન્દ્ર સાથે મળીને રાતે લગભગ દોઢ વાગ્યા સુધી પાર્ટી કરી. આ દરમિયાન અમન જમવાનું બનાવવા લાગ્યો અને શાંતનુ અને પુષ્પેન્દ્ર છત પર ચાલ્યા ગયા.
- પુષ્પેન્દ્ર છત પર સૂઇ ગયો, જ્યારે શાંતનુ ફોન પર ચેટિંગ કરતો છતની અઢી ફૂટ ઊંચી બાઉન્ડ્રીવોલની પાસે ઊભો રહીને વાત કરવા લાગ્યો. આ દરમિયાન તે લથડિયા ખાતો નીચે પડી ગયો.

તેના છેલ્લા શબ્દો હતા- પાંડે એક વાત જણાવ

- શાંતનુના દોસ્ત પુષ્પેન્દ્ર પાંડે (26)એ ભાસ્કરને જણાવ્યું, "હું રાયપુરથી ભોપાલ એક પરીક્ષા આપવા માટે ભોપાલ આવ્યો હતો. મેં શાંતનુ સાથે 2014માં એન્જિનિયરિંગ કર્યું હતું. દોસ્તને ત્યાં રૂમમાં કૂલર ન હોવાને કારણે ઘણી ગરમી લાગી રહી હતી. હું અને શાંતનુ છત પર આવી ગયા."

- "હું છત પર સૂઇ ગયો અને મોબાઈલ ફોન પર વાત કરવા લાગ્યો, જ્યારે શાંતનુ છત પર ફરતા-ફરતા કોઇની સાથે ચેટિંગ કરી રહ્યો હતો. તેને એક સોફ્ટવેર બનાવવું હતું."
- "કદાચ એ જ વિશે તે ફોન પર વાત કરી રહ્યો હતો. તે દીવાલ પાસે ઊભો રહીને પછી ઊંધો ફરીને બોલ્યો- પાંડે એક વાત જણાવ, અને અચાનક બેલેન્સ ખોઇને નીચે પડી ગયો. અમે નીચે પહોંચ્યા ત્યારે તેનો શ્વાસ ચાલી રહ્યો હતો."
- "એમ્બ્યુલન્સ 108 લગભગ 20 મિનિટમાં સ્થળ પર પહોંચી, પંરતુ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ગયું હતું. પુષ્પેન્દ્રએ આશંકા દર્શાવી કે શક્યતઃ તે મારી સાથે વાત કરવા દરમિયાન પલટતા સમયે દીવાલ પર હાથ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો હશે. દીવાલ નાની હોવાને કારણે તેનું સંતુલન બગડી ગયું અને તે નીચે પડી ગયો."

'મા જમીને આવીશ'

- મૃતકના પિતા દેવેન્દ્રએ પોલીસને જણાવ્યું કે શાંતનુ એકમાત્ર દીકરો હતો. તે ઉપરાંત, એક નાની દીકરી છે. તેણે માને કહ્યું હતું કે તેનો એક દોસ્ત રાયપુરથી આવી રહ્યો છે. તે તેને મળવા માટે જઇ રહ્યો છે. ત્યાંથી તે જમીને જ પાછો ફરશે.

- એસઆઇ ગોવિંદપુરા સતેન્દ્ર કુશવાહાએ જણાવ્યું કે અકસ્માતની વાત જાણ્યા પછી માતા-પિતા કંઇપણ બોલવાની સ્થિતિમાં નથી. હાલ તેમની કોઇ પૂછપરછ કરવામાં આવી નથી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર
X
સોફ્ટવેર એન્જિનિયરનું લગભગ 30 ફૂટ ઊંચી બિલ્ડીંગ પરથી પડીને મોત થઇ ગયું.સોફ્ટવેર એન્જિનિયરનું લગભગ 30 ફૂટ ઊંચી બિલ્ડીંગ પરથી પડીને મોત થઇ ગયું.
પ્રતીકાત્મક તસવીરપ્રતીકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App