ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Social media dancing star sanjeev Shrivastav now Brand ambessador of Swachhta Nagarpalika Vidisha

  ડાન્સથી સોશિયલ મીડિયામાં છવાયેલા સંજીવ હવે સ્વચ્છતા માટેના બ્રાન્ડ એમ્બેસેડર

  divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 01:27 PM IST

  વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફ ડબ્બુ ભૈયાનું નગરપાલિકા (નપા)એ શનિવારે શહેરના નાગરિકો તરફથી નાગરિક અભિનંદન કર્યું
  • સંજીવ શ્રીવાસ્તવ પરિવાર સાથે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંજીવ શ્રીવાસ્તવ પરિવાર સાથે.

   વિદિશા (ભોપાલ): 1987માં રીલીઝ થયેલી અભિનેતા ગોવિંદાની ફિલ્મ 'ખુદગર્ઝ'ના ગીત 'મયસે મીનાસે ન સાકી સે....'ના બોલ પર જબરદસ્ત ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર રાતોરાત હિટ થયેલા વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફ ડબ્બુ ભૈયાનું નગરપાલિકા (નપા)એ શનિવારે શહેરના નાગરિકો તરફથી નાગરિક અભિનંદન કર્યું. તેમને એડફિલ્મોમાં પણ કામ કરવાની ઓફર મળી છે. મુંબઈથી જ રવિ ખરેએ 50 લાખના ઇનામી સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં પણ ચીફ ગેસ્ટ તરીકે તેમને આમંત્ર્યા હતા. વિદિશા નગરપાલિકા પરિષદ દ્વારા સંજીવ શ્રીવાસ્તવના નાગરિક અભિનંદન દરમિયાન નપાધ્યક્ષ મુકેશ ટંડને તેમને નપાના સ્વચ્છતા માટેના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા છે. સન્માન કાર્યક્રમ દરમિયાન સંજીવ સાથે સેલ્ફી લેવા માટે યુવાનો અને મહિલાઓની જાણે હોડ લાગેલી હતી. સંજીવે કહ્યું કે સાળાના લગ્નમાં ડાન્સ કર્યા પછી આ ગીતને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યું એવી કોઇ જાણકારી તેમને ન હતી. તેમણે કહ્યું કે હું કોઇ સેલિબ્રિટી નથી.

   20 વર્ષમાં જેટલો પોપ્યુલર ન થયો એનાથા વધુ આ 2 દિવસમાં થઇ ગયો

   - અભિનંદન સમારોહમાં સંજીવે કહ્યું કે આમ તો તેઓ છેલ્લા 20 વર્ષોથી ગોવિંદાની ખુદગર્ઝ ફિલ્મના ગીતો પર ડાન્સ કરે છે, પરંતુ કોઇએ આટલો પસંદ નથી કર્યો જેટલો છેલ્લા 2 દિવસમાં દુનિયાભરના લોકોએ કર્યો છે.

   - 12મેના રોજ મારા સાળાના લગ્નમાં ગ્વાલિયરમાં આ ડાન્સ કર્યો હતો. ત્યારબાદ કોઇએ આ ડાન્સનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. હું કોઇ સેલિબ્રિટી નથી. 20 વર્ષ પહેલા કદાચ સોશિયલ મીડિયા આટલું સબળ ન હતું, આ કારણે હું પહેલા સ્ટાર ન બની શક્યો.

   સંજીવે દુનિયાભરમાં વિદિશાનું નામ રોશન કર્યું

   - નપાધ્યક્ષ મુકેશ ટંડને કહ્યું કે સંજીવે પોતાની ડાન્સ કલાથી દુનિયાભરમાં વિદિશાનું નામ રોશન કર્યું છે. આ કારણે તેમને વિદિશામાં સન્માનિત કરવામાં આવ્યા છે. ટ્વિટર પર ડબ્બુની પોપ્યુલારિટી 8મા નંબર પર આવી ગઇ છે.

   - પોપ્યુલર પર્સનના વોટિંગમાં પણ સંજીવને 89 ટકા વોટ્સ મળ્યા છે. તેનાથી સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. આ પ્રસંગે સંજીવના પિતા દેવેન્દ્ર શ્રીવાસ્તવે કહ્યું કે તેમના દીકરાએ દુનિયાભરમાં તેમનું નામ રોશન કર્યું છે.
   - વ્યાપાર મહાસંઘના અધ્યક્ષ મુન્નાલાલ જૈને કહ્યું કે કૈલાશ સત્યાર્થીની જેમ સંજીવે પણ વિદિશાનું માન વધાર્યું છે.

   સીએમથી લઇને બોલિવુડના કલાકારો કર્યું લાઇક, અમેરિકામાં થયો વીડિયો વાયરલ

   - સીએમએ આ વીડિયો શેર કરીને લખ્યું કે, "અમારા વિદિશાના ભોપાલમાં કાર્યરત પ્રોફેસર શ્રી સંજીવ શ્રીવાસ્તવની જિંદાદિલીએ આખા ભારતમાં ઇન્ટરનેટ પર સનસનાટી બોલાવી દીધી છે. માનો કે ન માનો પણ મધ્યપ્રદેશના પાણીમાં કંઇક ખાસ વાત છે."

   - બોલિવુડ હીરોઇન રવીના ટંડન અને દિવ્યા દત્તા પણ ટ્વિટર પર અભિનંદન આપી ચૂકી છે. ભારતીય મૂળની દીપ બરાર અમેરિકામાં રહે છે અને તેમના ડાન્સિંગ વીડિયો યુટ્યૂબ પર ઘણા પસંદ કરવામાં આવે છે. તેમણે સંજીવના સ્ટેપ્સ કોપી કરીને પોતાનો એક વીડિયો બનાવ્યો અને તેને યુટ્યૂબ પર અપલોડ કર્યો.
   - તેમણે વીડિયો શેર કરીને લખ્યું, "હું આ સુપરસ્ટારની સૌથી મોટી ફેન છું. આ વીડિયો તમારા દોસ્તો સાથે શેર કરો."

  • સોશિયલ મીડિયા પર રાતોરાત હિટ થયેલા વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફ ડબ્બુ ભૈયાનું નગરપાલિકા (નપા)એ શનિવારે શહેરના નાગરિકો તરફથી નાગરિક અભિનંદન કર્યું.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોશિયલ મીડિયા પર રાતોરાત હિટ થયેલા વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફ ડબ્બુ ભૈયાનું નગરપાલિકા (નપા)એ શનિવારે શહેરના નાગરિકો તરફથી નાગરિક અભિનંદન કર્યું.

   વિદિશા (ભોપાલ): 1987માં રીલીઝ થયેલી અભિનેતા ગોવિંદાની ફિલ્મ 'ખુદગર્ઝ'ના ગીત 'મયસે મીનાસે ન સાકી સે....'ના બોલ પર જબરદસ્ત ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર રાતોરાત હિટ થયેલા વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ઉર્ફ ડબ્બુ ભૈયાનું નગરપાલિકા (નપા)એ શનિવારે શહેરના નાગરિકો તરફથી નાગરિક અભિનંદન કર્યું. તેમને એડફિલ્મોમાં પણ કામ કરવાની ઓફર મળી છે. મુંબઈથી જ રવિ ખરેએ 50 લાખના ઇનામી સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં પણ ચીફ ગેસ્ટ તરીકે તેમને આમંત્ર્યા હતા. વિદિશા નગરપાલિકા પરિષદ દ્વારા સંજીવ શ્રીવાસ્તવના નાગરિક અભિનંદન દરમિયાન નપાધ્યક્ષ મુકેશ ટંડને તેમને નપાના સ્વચ્છતા માટેના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યા છે. સન્માન કાર્યક્રમ દરમિયાન સંજીવ સાથે સેલ્ફી લેવા માટે યુવાનો અને મહિલાઓની જાણે હોડ લાગેલી હતી. સંજીવે કહ્યું કે સાળાના લગ્નમાં ડાન્સ કર્યા પછી આ ગીતને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યું એવી કોઇ જાણકારી તેમને ન હતી. તેમણે કહ્યું કે હું કોઇ સેલિબ્રિટી નથી.

   20 વર્ષમાં જેટલો પોપ્યુલર ન થયો એનાથા વધુ આ 2 દિવસમાં થઇ ગયો

   - અભિનંદન સમારોહમાં સંજીવે કહ્યું કે આમ તો તેઓ છેલ્લા 20 વર્ષોથી ગોવિંદાની ખુદગર્ઝ ફિલ્મના ગીતો પર ડાન્સ કરે છે, પરંતુ કોઇએ આટલો પસંદ નથી કર્યો જેટલો છેલ્લા 2 દિવસમાં દુનિયાભરના લોકોએ કર્યો છે.

   - 12મેના રોજ મારા સાળાના લગ્નમાં ગ્વાલિયરમાં આ ડાન્સ કર્યો હતો. ત્યારબાદ કોઇએ આ ડાન્સનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. હું કોઇ સેલિબ્રિટી નથી. 20 વર્ષ પહેલા કદાચ સોશિયલ મીડિયા આટલું સબળ ન હતું, આ કારણે હું પહેલા સ્ટાર ન બની શક્યો.

   સંજીવે દુનિયાભરમાં વિદિશાનું નામ રોશન કર્યું

   - નપાધ્યક્ષ મુકેશ ટંડને કહ્યું કે સંજીવે પોતાની ડાન્સ કલાથી દુનિયાભરમાં વિદિશાનું નામ રોશન કર્યું છે. આ કારણે તેમને વિદિશામાં સન્માનિત કરવામાં આવ્યા છે. ટ્વિટર પર ડબ્બુની પોપ્યુલારિટી 8મા નંબર પર આવી ગઇ છે.

   - પોપ્યુલર પર્સનના વોટિંગમાં પણ સંજીવને 89 ટકા વોટ્સ મળ્યા છે. તેનાથી સોશિયલ મીડિયા પર તેમની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. આ પ્રસંગે સંજીવના પિતા દેવેન્દ્ર શ્રીવાસ્તવે કહ્યું કે તેમના દીકરાએ દુનિયાભરમાં તેમનું નામ રોશન કર્યું છે.
   - વ્યાપાર મહાસંઘના અધ્યક્ષ મુન્નાલાલ જૈને કહ્યું કે કૈલાશ સત્યાર્થીની જેમ સંજીવે પણ વિદિશાનું માન વધાર્યું છે.

   સીએમથી લઇને બોલિવુડના કલાકારો કર્યું લાઇક, અમેરિકામાં થયો વીડિયો વાયરલ

   - સીએમએ આ વીડિયો શેર કરીને લખ્યું કે, "અમારા વિદિશાના ભોપાલમાં કાર્યરત પ્રોફેસર શ્રી સંજીવ શ્રીવાસ્તવની જિંદાદિલીએ આખા ભારતમાં ઇન્ટરનેટ પર સનસનાટી બોલાવી દીધી છે. માનો કે ન માનો પણ મધ્યપ્રદેશના પાણીમાં કંઇક ખાસ વાત છે."

   - બોલિવુડ હીરોઇન રવીના ટંડન અને દિવ્યા દત્તા પણ ટ્વિટર પર અભિનંદન આપી ચૂકી છે. ભારતીય મૂળની દીપ બરાર અમેરિકામાં રહે છે અને તેમના ડાન્સિંગ વીડિયો યુટ્યૂબ પર ઘણા પસંદ કરવામાં આવે છે. તેમણે સંજીવના સ્ટેપ્સ કોપી કરીને પોતાનો એક વીડિયો બનાવ્યો અને તેને યુટ્યૂબ પર અપલોડ કર્યો.
   - તેમણે વીડિયો શેર કરીને લખ્યું, "હું આ સુપરસ્ટારની સૌથી મોટી ફેન છું. આ વીડિયો તમારા દોસ્તો સાથે શેર કરો."

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Social media dancing star sanjeev Shrivastav now Brand ambessador of Swachhta Nagarpalika Vidisha
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `