ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» So much drama happened in marriage ceremony in Sherghati of Bihar

  લગ્નમાં થયા ભવાડા: પહેલા વરરાજા પછી દુલ્હને કર્યો લગ્નનો ઇન્કાર, આખરે આવ્યો નિવેડો

  divyabhaskar.com | Last Modified - Apr 30, 2018, 01:44 PM IST

  અનુમંડલના બારાચટ્ટી બજારમાં ગઇકાલે રાતે એક લગ્ન સમારંભમાં જબરદસ્ત બબાલ થઇ
  • ઘણું સમજાવ્યા પછી આખરે એકવાર ફરી લગ્ન માટે બંને પક્ષો રાજી થયા. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘણું સમજાવ્યા પછી આખરે એકવાર ફરી લગ્ન માટે બંને પક્ષો રાજી થયા. (પ્રતીકાત્મક તસવીર)

   શેરઘાટી (બિહાર): અનુમંડલના બારાચટ્ટી બજારમાં ગઇકાલે રાતે એક લગ્ન સમારંભમાં જબરદસ્ત બબાલ થઇ. ત્યારબાદ લરરાજાએ લગ્નનો ઇન્કાર કરી દીધો. જ્યારે ઘણું મનાવ્યા પછી વરરાજા લગ્ન માટે રાજી થયો તો દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી. પછી તો દહેજ પાછો આપવાની વાતને લઇને સ્થાનિક લોકો સાથે મળીને પરિવારજનોએ જાનૈયાઓને બંધક બનાવી દીધા.

   - ઘણું સમજાવ્યા પછી આખરે એકવાર ફરી લગ્ન માટે બંને પક્ષો રાજી થયા, પરંતુ તે પહેલા શુક્રવારે શેરઘાટી રજિસ્ટ્રી કાર્યાલયમાં વરરાજાના પિતાને દુલ્હનના નામ પર 30 ડિસમિલ જમીન લખાવવી પડી.

   - આ અજાયબીભર્યા લગ્ન સમારંભની ચારેકોર જબરદસ્ત ચર્ચા થઇ રહી છે.

   જયમાળાના સમયે વરરાજાએ ફેંકી દીધી હતી મિઠાઈ

   - ડોભીના માડહાથી બારાચટ્ટી બજારમાં જાન ગઇ હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. આ દરમિયાન જયમાળાના સમયે વરરાજા સંજય યાદવે દુલ્હન અનિતાકુમારીના ગળામાં ફેંકીને માળા પહેરાવી.

   - મિઠાઇ પણ પબ્લિકની વચ્ચે ફેંકી દીધી. વરરાજાના આ પ્રકારના વર્તનથી લોકો ઘણા નારાજ હતા. હદ ત્યારે થઇ ગઇ જ્યારે થોડોક વિવાદ થયા પછી વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી.
   - આ પ્રકારનો ભવાડો થતો જોઇને મોડી રાતે અડધી જાન પાછી ફરી ગઇ.

   દુલ્હનને લઇને લોકો શેરઘાટી આવ્યા અને જમીનની થઇ રજિસ્ટ્રી

   - આ દરમિયાન મામલાને સંભાળવા માટે બંને પક્ષો તરફથી બુદ્ધિજીવીઓ સામે આવ્યા અને ઘણા મંથન પછી નક્કી થયું કે વરરાજાના ઘરની સામે 30 ડિસમિલ જમીન દુલ્હનના નામે લખી દેવામાં આવે, ત્યારે લગ્ન થશે.

   - પરિણામે ઉતાવળમાં દુલ્હનને લઇને લોકો શેરઘાટી આવ્યા અને તાત્કાલિકમાં 30 ડિસમિલ જમીન રજિસ્ટ્રી કરાવી દેવામાં આવી.
   - પાડોશમાં રહેતી પિંકી દેવીએ જણાવ્યું કે મધ્યસ્થી કરીને બંને પરિવારોને મનાવી લેવામાં આવ્યા. શુક્રવારે રાતે લગ્ન સંપન્ન થયા.

   દુલ્હન પક્ષના લોકોએ જાનૈયાઓને બનાવ્યા બંધક

   - બંને તરફથી સમજાવ્યા પછી જ્યારે વરરાજાએ લગ્ન માટે હા પાડી ત્યારે આ પ્રકારના અવ્યાવહારિક છોકરા સાથે લગ્ન કરવાની દુલ્હને ના પાડી દીધી.

   - પછી તો દુલ્હનના પરિવારજનો અને સ્થાનિક લોકોએ વરરાજાના પરિવારજનોને બંધક બનાવી લીધા. જાનમાં લઇને આવેલા વાહનની ચાવીઓ પણ લઇ લીધી.
   - દુલ્હનના પરિવારજનો દહેજમાં આપેલો કીમતી સામાન અને રકમ પાછો માંગી રહ્યા હતા.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: So much drama happened in marriage ceremony in Sherghati of Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top