Home » National News » Desh » Snake bit in leg of farmer but its tooth stuck there so wrapped around leg in Bihar

ખેડૂતના પગમાં ડસવા જતા ફસાયો સાપનો દાંત, નીકળી ન શક્યો તો લપટાઇને પડ્યો રહ્યો

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 01:16 PM

એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો, તે દરમિયાન સાપે તેને પગમાં ડંખ મારી દીધો અને પછી તેના પગને જોરથી જકડી લીધો

 • Snake bit in leg of farmer but its tooth stuck there so wrapped around leg in Bihar
  સાપે ખેડૂતને ડંખ મારીને તેનો પગથી વળગી ગયો, ગામ લોકોની મદદથી હટાવ્યો સાપ.

  મધેપુરા (બિહાર): મધેપુરા જિલ્લાનો એક અતિશય અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીંયા એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો. તે દરમિયાન સાપે તેને પગમાં ડંખ મારી દીધો અને પછી તેના પગને જોરથી જકડી લીધો. તે પછી સાપ તેના પગને છોડતો જ ન હતો અને તેના પગને લપટાઇને પડ્યો રહ્યો. આસપાસ કામ કરી રહેલા લોકોએ આ જોયું તો તેઓ ખેડૂતને લઇને હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં ગામલોકોની મદદથી સાપને પગમાંથી હટાવવામાં આવ્યો.

  ખેડૂત એકદમ સલામત

  - ડોક્ટરોએ જણાવ્યું કે ખેડૂતના પગની ચામડી જાડી હતી. જેના કારણે સાપનો દાંત તેના પગમાં જ ફસાઇ ગયો. આ કારણે તે ડરનો માર્યો પગમાં જ લપેટાઇને પડ્યો રહ્યો.

  - આ સાપ પાણીમાં રહેતો સાપ હતો, એટલે તે ઝેરીલો ન હતો. ખેડૂતને ફર્સ્ટ એઇડ આપ્યા પછી ઘરે મોકલી દેવામાં આવ્યો. તેની હાલત ખતરાની બહાર છે.

  આ પણ વાંચો: આ ગામમાં સાપ ડંખથી કોઈ નથી મરતું, COBRA સાથે આમ રમે છે લોકો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ