રાજનના નિવેદનથી કોંગ્રેસનો પર્દાફાશ, ખોટી નીતિઓથી NPA વધ્યું: સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસે નેશનલ હેરાલ્ડને 90 કરોડ રૂપિયાની લોન આપી હતી.

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:22 PM
Union Minister Smriti Irani attack on Rahul Gandhi for National Herald and Rajan statement

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના નિવેદન તેમજ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની અરજી રદ હોવાના મુદ્દે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 10 સપ્ટેમ્બરની તારીખ કોંગ્રેસ અને તેની નીતિઓને પર્દાફાશ કરી ચુકી છે.

નવી દિલ્હીઃ RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના નિવેદન તેમજ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની અરજી રદ હોવાના મુદ્દે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 10 સપ્ટેમ્બરની તારીખ કોંગ્રેસ અને તેની નીતિઓને પર્દાફાશ કરી ચુકી છે. તેઓએ કહ્યું કે- રઘુરામ રાજને જણાવ્યું કે કોંગ્રેસ સરકારની ખોટી નીતિઓને કારણે NPA વધ્યું અને બેંકોની આવી હાલત થઈ. તો દિલ્હી હાઈકોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની અરજ રદ કરી તેમનું ચરિત્ર જનતાની સામે રાખી દીધું.

- રાહુલ ગાંધીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી 2011-12માં તેમની ટેક્સ નિર્ધારણની ફાઈલ ફરીથી ખોલવાનો પડકાર આપ્યો હતો. કોર્ટે સોમવારે અરજી ફગાવી દીધી હતી.
- સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, "રાહુલ ગાંધીએ યંગ ઈન્ડિયન કંપની ખોલી. તેનું કામ નફા-નુકસાનનું ન હતું. પરંતુ તેને કોમર્શિયલ કંપની નેશનલ હેરાલ્ડ ખરીદી. તેનો જવાબ રાહુલ ગાંધીએ આપવો જોઈએ."

અખબાર બહાર પાડવાનો હેતુ ન હતો તો કંપની કેમ ખરીદી


- નેશનલ હેરાલ્ડને જ્યારે ખરીદવામાં આવી તો તથ્ય સામે આવ્યું કે આ કંપનીને કોંગ્રેસ તરફથી 90 કરોડની લોન આપવામાં આવી. કોઈએ અત્યાર સુધી આવું ઉદાહરણ નથી જોયું કે એવી કંપની જેનું કામ નફા-નુકસાનનું ન હોય તે કંપનીને લોન આપવામાં આવે. એસોસિએટ્સ જનરલ નેશનલ હેરાલ્ડ સહિત કોંગ્રેસની અનેક મુખ્યપત્ર પ્રકાશિત કરે છે. એક રિપોર્ટર રાહુલ ગાંધીને આ અંગે સવાલ પૂછે છે તો તેઓ કહે છે કે તેની કંપનીનો અખબાર પ્રકાશિત કરવાનો કોઈ જ હેતુ નથી. રાહુલનું આ નિવેદન 2012માં પણ છપાયું. રાહુલ 50 લાખમાં કંપનીને ખરીદવાનો શું હેતુ? જ્યારે અખબાર છાપવાનું હતું જ નહીં.

લોન લીધા બાદ માલિક બન્યું ગાંધી પરિવાર


માનવામાં આવે છે કે એસોસિએટ્સ જનરલની દિલ્હી, મુંબઈ, લખનઉ અને હરિયાણામાં પ્રોપર્ટી છે. આ લોન લીધા બાદ રાહુલ ગાંધી, સોનિયા, પ્રિયંકા 99 ટકા માલિક બને છે, તે કંપની કે જેની કિંમત આજે હજારો કરોડ રૂપિયા છે.

મોદીને ગળે લગાવવાનો સંકોચ નથી પરંતુ અધિકારીઓથી ભાગે છે રાહુલ


આ મામલે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જ્યારે સક્રિય થયું તો રાહુલ કોર્ટ જાય છે. કે જેથી અધિકારીઓ પોતાનું કામ ન કરી શકે. તેઓ કોર્ટમાં કહે છે કે મીડિયા પર દબાણ આપવામાં આવે કે આ સમાચાર રજૂ કરવામાં ન આવે. જે વ્યક્તિ વડાપ્રધાનને ગળે લગાડવામાં કોઈ સંકોચ નથી કરતો તે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓથી કેમ ભાગે છે. રાહુલની આ માગને કોર્ટે ફગાવી દીધી. ન્યાય અને કાયદો પોતાનું કામ કરી રહ્યાં છે.

X
Union Minister Smriti Irani attack on Rahul Gandhi for National Herald and Rajan statement
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App