ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ચોમાસુ 4 દિવસ વહેલું કેરળ તટે પહોંચ્યું: સ્કાયમેટ, IMD કહે છે- 24 કલાકમાં આવશે | Skymet claims monsoon reaches at Kerala on Monday while IMD predicts 24 hours for it

  કેરળમાં ચોમાસાનું સોમવારે આગમન: સ્કાયમેટ, IMD કહે છે- 24 કલાકમાં આવશે

  Bhaskar News | Last Modified - May 28, 2018, 08:20 PM IST

  કેરળમાં સામાન્ય રીતે ચોમાસુ શરૂ થવાની તારીખ 1 કે 2 જૂન હોય છે. તે પછીથી દેશમા વરસાદની મોસમ શરૂ થાય છે.
  • સ્કાઇમેટે ચોમાસુ સોમવારે જ કેરળ પહોંચી જવાનો દાવો કર્યો છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્કાઇમેટે ચોમાસુ સોમવારે જ કેરળ પહોંચી જવાનો દાવો કર્યો છે.

   નવી દિલ્હીઃ નૈઋત્યનું ચોમાસુ ટૂંકસમયમાં કેરળના તટે ટકોરા મારશે. હવામાન વિભાગે સોમવારે જણાવ્યું કે ચોમાસુ આગામી 24 કલાક એટલે કે મંગળવાર સુધીમાં કેરળના તટે ટકરાવાનું અનુમાન છે. બીજી બાજુ, ખાનગી એજન્સી સ્કાઇમેટે ચોમાસુ સોમવારે જ કેરળ પહોંચી જવાનો દાવો કર્યો છે. થોડા દિવસો પહેલા મોસમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે દેશના ઉત્તરીય વિસ્તારોમાં આંધી-વાવાઝોડાની અસરના કારણે આ વખતે ચોમાસુ 4-5 દિવસ વહેલું આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં સામાન્ય રીતે ચોમાસુ શરૂ થવાની તારીખ 1 કે 2 જૂન હોય છે. તે પછીથી દેશમા વરસાદની મોસમ શરૂ થાય છે.

   ચોમાસુ 29 મેના રોજ કેરળ પહોંચશેઃ આઇએમડી

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હવામાન વિભાગ (આઇએમડી)ના એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે સોમવારે સવારે જાહેર થયેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ચોમાસુ આગામી 24 કલાકમાં કેરળ પહોંચશે.

   કેરળની ઉપર ચોમાસાની સ્થિતિ બનીઃ સ્કાયમેટ

   - મોસમને લગતી આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના સીઇઓ જતિન સિંહે જણાવ્યું કે, `કેરળની ઉપર ચોમાસુ આવવા જેવી સ્થિતિ બની ચૂકી છે. એ રીતે અમે કહી શકીએ છીએ કે દેશમાં વરસાદની મોસમ શરૂ થઇ ચૂકી છે. ચોમાસુ 28 મેએ જ કેરળ પહોંચી ગયું છે.'

   - સ્કાયમેટના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પલવતે કહ્યું કે કેરળના બધા મોસમ કેન્દ્રો પર છેલ્લા બે દિવસથી વરસાદ રેકોર્ડ કરાયો છે. હવાની ગતિ પણ મોસમ પ્રમાણે છે, તેથી લાગે છે કે ચોમાસુ કેરળ પહોંચી ગયું છે.

  • હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસુ આગામી 24 કલાક એટલે કે મંગળવાર સુધીમાં કેરળના તટે ટકરાવાનું અનુમાન છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસુ આગામી 24 કલાક એટલે કે મંગળવાર સુધીમાં કેરળના તટે ટકરાવાનું અનુમાન છે.

   નવી દિલ્હીઃ નૈઋત્યનું ચોમાસુ ટૂંકસમયમાં કેરળના તટે ટકોરા મારશે. હવામાન વિભાગે સોમવારે જણાવ્યું કે ચોમાસુ આગામી 24 કલાક એટલે કે મંગળવાર સુધીમાં કેરળના તટે ટકરાવાનું અનુમાન છે. બીજી બાજુ, ખાનગી એજન્સી સ્કાઇમેટે ચોમાસુ સોમવારે જ કેરળ પહોંચી જવાનો દાવો કર્યો છે. થોડા દિવસો પહેલા મોસમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે દેશના ઉત્તરીય વિસ્તારોમાં આંધી-વાવાઝોડાની અસરના કારણે આ વખતે ચોમાસુ 4-5 દિવસ વહેલું આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં સામાન્ય રીતે ચોમાસુ શરૂ થવાની તારીખ 1 કે 2 જૂન હોય છે. તે પછીથી દેશમા વરસાદની મોસમ શરૂ થાય છે.

   ચોમાસુ 29 મેના રોજ કેરળ પહોંચશેઃ આઇએમડી

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, હવામાન વિભાગ (આઇએમડી)ના એડિશનલ ડેપ્યુટી ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે સોમવારે સવારે જાહેર થયેલા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ચોમાસુ આગામી 24 કલાકમાં કેરળ પહોંચશે.

   કેરળની ઉપર ચોમાસાની સ્થિતિ બનીઃ સ્કાયમેટ

   - મોસમને લગતી આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટના સીઇઓ જતિન સિંહે જણાવ્યું કે, `કેરળની ઉપર ચોમાસુ આવવા જેવી સ્થિતિ બની ચૂકી છે. એ રીતે અમે કહી શકીએ છીએ કે દેશમાં વરસાદની મોસમ શરૂ થઇ ચૂકી છે. ચોમાસુ 28 મેએ જ કેરળ પહોંચી ગયું છે.'

   - સ્કાયમેટના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પલવતે કહ્યું કે કેરળના બધા મોસમ કેન્દ્રો પર છેલ્લા બે દિવસથી વરસાદ રેકોર્ડ કરાયો છે. હવાની ગતિ પણ મોસમ પ્રમાણે છે, તેથી લાગે છે કે ચોમાસુ કેરળ પહોંચી ગયું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ચોમાસુ 4 દિવસ વહેલું કેરળ તટે પહોંચ્યું: સ્કાયમેટ, IMD કહે છે- 24 કલાકમાં આવશે | Skymet claims monsoon reaches at Kerala on Monday while IMD predicts 24 hours for it
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `