• Home
  • National News
  • Desh
  • લાશના છ ટૂકડા કરી ટોયલેટના સીવર ટેન્કમાં નાખ્યા| Six Pieces Of Corpse Put Into The Sewer Tank

લાશના છ ટૂકડા કરી ટોયલેટના સીવર ટેન્કમાં નાખ્યા, 50 લાખની ખંડણી માગી 4 લાખમાં માની ગયા

12મેના રોજ ગૂમ થયો હતો યુવક, 3 દિવસ પછી કિડનેપર્સનો કોલ આવ્યો હતો

divyabhaskar.com | Updated - May 25, 2018, 07:00 AM
લાશના છ ટૂકડા કરી ટોયલેટના સીવર ટેન્કમાં નાખ્યા| Six Pieces Of Corpse Put Into The Sewer Tank

દ્વારકા ડિસ્ટ્રિકના બાબા હરિદાસ નગર વિસ્તારના યુવક સચિને કિડનેપ કર્યા બાદ તેની ક્રૂર હત્યા કરી દેવામાં આવી. ઘટના બાદ શબને ઠેકાણે પાડવા માટે તેના શરીરના 6 ટુકડા કરી દેવામાં આવ્યા. ટુકડાઓને ઘરમાં ટોયલેટના સીવર ટેંકમાં નાખી દેવામાં આવ્યા.

નવી દિલ્હીઃ દ્વારકા ડિસ્ટ્રિકના બાબા હરિદાસ નગર વિસ્તારના યુવક સચિને કિડનેપ કર્યા બાદ તેની ક્રૂર હત્યા કરી દેવામાં આવી. ઘટના બાદ શબને ઠેકાણે પાડવા માટે તેના શરીરના 6 ટૂકડા કરી દેવામાં આવ્યા. ટૂકડાઓને ઘરમાં ટોયલેટના સીવર ટેંકમાં નાખી દેવામાં આવ્યા. આ કેસમાં પરિવાર પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી પરંતુ સોદો 4 લાખ રૂપિયામાં નક્કી થયો હતો. જોકે, તેમની ઈચ્છા પૂરી થાય તે પહેલા જ પોલીસ હત્યારાઓ સુધી પહોંચી ગઈ. બંને આરોપીઓને બિહારથી પકડી લેવામાં આવ્યા. તેમની સાથે થયેલી પૂછપરછના આધારે પોલીસે બંધ ઘરમાંથી મંગળવાર રાતે ટૂકડાઓમાં લાશને જપ્ત કરી.

આરોપીઓની ઓળખ ભૂષણ કુમાર સિંહ ઉર્ફે વુરણ તથા વિક્કી કુમાર તરીકે થઈ છે. બંને વચ્ચે જીજા-સાળાનો સંબંધ છે. પોલીસ બંને આરોપીઓની પૂછપરછમાં લાગી છે. માહિતી મેળવવામાં આવી રહી છે કે હત્યામાં કોઈ ત્રીજું સામેલ તો નથી ને. ઉલ્લેખનીય છે કે લગભગ બે મહિના પહેલા જ સચિનના ઘરમાં દીકરાનો જન્મ થયો હતો.

આવી રીતે થયો ખુલાસો...આરોપીએ કહ્યું- લાશ ઠેકાણે પાડવા કર્યા ટૂકડા

બંને આરોપીઓને બિહારથી દિલ્હી લાવીને પોલીસે ઊંડી પૂછપરછ કરી, જ્યાં તેઓને સચિનની હત્યા કરવાનું સ્વીકારી લીધું. મંગળવાર સાંજે પોલીસની ટીમ બંને આરોપીઓને લઈને ઓલ્ડ ખ્યાલા રોડ પ્રેમ નગર સ્થિત તે ઘરે પહોંચી જ્યાં સચિનની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ તેઓએ પહેલા શબને રૂમમાં સંતાડી દીધી હતી. અંતે તેને ઠેકાણે પાડવા તેઓએ લાશના ટૂકડા કરી દીધા. ત્યારબાદ ટોઇલેટના સીવર ટેંકમાં ટૂકડાઓને ફેંકી દીધા. આરોપીઓએ જણાવ્યા મુજબ પોલીસે ઘણા કલાકોની મહેનત બાદ સીવરમાંથી શબના ટૂકડા જપ્ત કર્યા. હત્યા કર્યા બાદ આરોપી ઘરને બહારથી તાળું મારીને ભાગી ગયા હતા.

આવી રીતે થઈ શંકા...12 મેની સવારે 7.30 વાગ્યે ઘરેથી નીકળ્યા, 9.30 વાગ્યે જ મોબાઇલ બંધ થઈ ગયો
રામનાથ યાદવ (48) અગ્રસેન પાર્ક નાંગલોઈ રોડ સ્થિત ઘરમાં રહે છે. તે એક સીએની પસે નોકરી કરે છે. પરિવારમાં બે દીકરીઓ અને દીકરો સચિન યાદવ (21) હતો. સચિન કૃષ્ણા મંદિર નજફગઢની પાસે બાલાજી કાર્પેટની શોપ પર કામ કરતો હતો. 12 મેની સવારે 7.30 વાગ્યે કોઈનો સચિન પર ફોન આવ્યો. ફોન પર વાતચીત કર્યાના થોડા સમય બાદ તે કોઈની સાથે બાઇક પર બેસી ચાલ્યો ગયો. બે કલાક બાદ 9.30 વાગ્યે જ સચિનનો મોબાઇલ બંધ થઈ ગયો. પરિવારે દીકરાની ઘણી શોધખોળ કરી, પરંતુ તે ક્યાંય ન મળ્યો. 13 મેના રોજ તે ગુમ થવાનો રિપોર્ટ બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો.

આ રીતે પકડ્યાં...મોબાઈલની લોકેશન દ્વારા મજનૂંના ટીલાથી પાણીપત પહોંચી ગઈ પોલીસ
ખંડણીની માગણી થતા તેમણે પોલીસને જાણ કરી હતી. તે ફોન નંબરને ટ્રેસ કરવામાં આવ્યો જેના ઉપરથી ખંડણીની માગણી કરવામાં આવી હતી. આ પરિવારને ખંડણીની રકમ આઝાદપુર મંડી લઈને આવવાનું કહેવામાં આવ્યું હતું. આરોપીને પોલીસને જાણ થઈ હોવાની શંકા થતા તેઓ ત્યાં આવ્યા નહીં. ટેક્નિકલ સર્વિલાંસની મદદથી પોલીસને ખંડણી માટે ઉપયોગ કરવામાં આવેલા ફોનનું લોકેશન મજનૂંના ટીલાથી લઈને પાણીપત સુધીનું મળ્યું હતું. ત્યાં પણ પોલીસ પહોંચી પરંતુ તેમને કિડનેપર્સ મળ્યા નહતા. અંતે પકડાઈ જવાના ડરથી તેઓ બિહાર ભાગી ગયા હતા. ત્યારપછી પોલીસે બિહારમાં દરોડા પાડીને સૌથી પહેલાં ભૂષણની ધરપકડ કરી હતી. ત્યારપછી પૂછપરછના બે કલાક પછી તેમણે વિક્કીની ધરપકડ કરી હતી.

આ રીતે ઘડ્યું કાવતરું...2-3 દિવસ પહેલાં જ રૂમ બુક કરાવ્યો હતો


- ગયા વર્ષે ડિસેમ્બરથી સચિને કારપેટ શોપ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. અહીં આરોપી ભૂષણ અને તેનો ભાઈ પહેલેથી જ ઠેકા પર કામ કરતા હતા. સચીનને નોકરી મળી ગયા પછી માલિકે તે બંનેને છૂટા કરી દીધા હતા. અંદાજે બે મહિના પહેલાં જ સચિનના ઘરે દીકરો આવ્યો હતો. છઠ્ઠીના દિવસની ઉજવણીમાં તેણે ભૂષણ અને તેના ભાઈને પણ આમંત્રણ આપ્યું હતું. સમગ્ર ઘટનાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જે ઘરમાં હત્યા કરવામાં આવી તેને કિડનેપિંગના બે-ત્રણ દિવસ પહેલાં ભાડે રાખવામાં આવ્યું હતું. હત્યા અપહરણ કર્યું હતું તે દિવસે જ કરી દેવામાં આવી હતી. હત્યા પછી તેમણે પરિવારપાસેથી ખંડણી માગવાનું શરૂ કર્યું હતું. પીડિત પરિવાર બિહારના મુઝફ્ફરપુરના છે.

X
લાશના છ ટૂકડા કરી ટોયલેટના સીવર ટેન્કમાં નાખ્યા| Six Pieces Of Corpse Put Into The Sewer Tank
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App