ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ગૌરી લંકેશ હત્યા કેસમાં વધુ એકની ધરપકડ | Gauri Lankesh murder case SIT arrested one person

  ગૌરી લંકેશ મર્ડર કેસઃ SITને મળી મોટી સફળતા, કથિત શૂટરની ધરપકડ

  Divyabhaskar.com | Last Modified - Jun 12, 2018, 06:46 PM IST

  પત્રકાર ગૌરી લંકેશ હત્યા કેસમાં SITને વધુ એક મોટી સફળતા મળતા સંદિગ્ધ શૂટરની ધરપકડ કરી.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગલુરુઃ કર્ણાટકની વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશ હત્યા કેસમાં SITને વધુ એક મોટી સફળતા મળતા સંદિગ્ધ શૂટરની મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. પકડાયેલાં શખ્સને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં કોર્ટે તેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ શૂટર્સે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પરશુરામ વાઘમારે નામનો આ શખ્સ મહારાષ્ટ્રના કયા શહેરમાંથી પકડવામાં આવ્યો છે તે અંગે કોઈ જાણકારી નથી. પરંતુ આરોપી પરશુરામ માત્ર મરાઠી ભાષા જ જાણે છે. માનવામાં આવે છે કે આ શખ્સે પત્રકાર ગૌરી લંકેશ પર ગોળી ચલાવી હતી.

   CCTV ફુટેજના આધારે થઈ ધરપકડ

   - SITએ જણાવ્યું કે સંદિગ્ધની ઉમર લગભગ 30 વર્ષ છે. અને તે મરાઠી ભાષા જ બોલે છે. જ્યારે તેની ઉંચાઈ 5 ફુટ 1 ઈંચ અને વજન 75થી 80 કિલો છે.
   - ફોરેન્સિક વિશેષજ્ઞોએ ગૌરી લંકેશના ઘરની બહાર લગાડવામાં આવેલા CCTV ફુટેજની તપાસ કરી હતી. તપાસમાં ખ્યાલ આવ્યો હતો કે એક બાઈકમાં આવેલા યુવકે ગૌરી લંકેશની હત્યા કરી હતી.
   - હુમલાખોરની લંબાઈ 5 ફુટ 1 ઈંચ કે 2 ઈંચ અને વજન લગભગ 70થી 80 કિલો હશે તેવી ધારણા કરાઈ હતી.
   - CCTV ફુટેજન અને તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલી માહિતીના આધારે SITએ ચાર સંદિગ્ધોના સ્કેચ બનડાવ્યાં હતા.

   ચાર સંદિગ્ધો પર નજર

   - SIT દ્વારા બનડાવવામાં આવેલા સ્કેચમાં આરોપી કે.ટી નવીન કુમારના મિત્ર શ્રીરંગપટ્ટનના અનિલ કુમાર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે તૈયાર કરાયાં હતા.
   - નવીન કુમાર વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. આ ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે કે નવીને સ્વીકાર કર્યો છે કે તેને શિવામોગામાં રહેતા પ્રવીણ ઉર્ફે સુજીત કુમારની સાથે મળીને ગૌરી લંકેશની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.
   - પ્રવીણે કથિત રીતે તર્કવાદી કે.એસ.ભગવાનને ખતમ કરવા માટે નવીનની મદદ માગી હતી. કે.એસ.ભગવાન પણ ષડયંત્ર કરનારાઓના નિશાના પર હતા.

   કોણ હતી ગૌરી લંકેશ?

   - 55 વર્ષની સીનિયર જર્નાલિસ્ટ ગૌરી લંકેશ સાપ્તાહિક મેગેઝીન ‘લંકેશ પત્રિકા’ની એડિટર હતી. તેની સાથે જ તે કેટલાંક અખબારોમાં કોલમ પણ લખતી હતી. ટીવી ડિબેટ્સમાં પણ તે સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે સામેલ થતી હતી.

   - ગૌરી લંકેશનું 5 સપ્ટેમ્બર, 2017નાં રોજ તેમના ઘરની બહારે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
   - ગૌરી રાઈટ વિંગની કટ્ટર સમીક્ષક હતી.
   - ગૌરી લંકેશની હત્યાની તપાસ કર્ણાટક સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને આપી હતી.
   - CCTV ફુટેજમાં સામે આવ્યું હતું કે હત્યારાઓએ હત્યાવાળા દિવસે લંકેશના ઘરની બે વખત રેકી કરી હતી.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગૌરી લંકેશ હત્યા કેસમાં વધુ એકની ધરપકડ | Gauri Lankesh murder case SIT arrested one person
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `