ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Sister got pregnant brother killed her in anger then did her funeral at night in Jalandhar

  હોસ્પિટલમાં ભાઈને જાણ થઇ કે પ્રેગનન્ટ છે બહેન, મોત આપીને રાતોરાત કર્યા અંતિમસંસ્કાર

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 10:44 AM IST

  યુવતીનો મોટોભાઈ તેને હોસ્પિટલ લઇને ગયો હતો, હોસ્પિટલમાં તપાસમાં યુવતીની પ્રેગનન્સીની પુષ્ટિ થઇ હતી
  • હોસ્પિટલમાં ભાઈને જાણ થઇ કે પ્રેગનન્ટ છે બહેન, મોત આપીને રાતોરાત કર્યા અંતિમસંસ્કાર
   હોસ્પિટલમાં ભાઈને જાણ થઇ કે પ્રેગનન્ટ છે બહેન, મોત આપીને રાતોરાત કર્યા અંતિમસંસ્કાર

   હોશિયારપુર (જલંધર): જિલ્લાના ગામ બિંજોની એક યુવતીનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત થઇ જવાનો અને અડધી રાતે જ તેના અંતિમ સંસ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. યુવતીનો મોટોભાઈ તેને હોસ્પિટલ લઇને ગયો હતો. હોસ્પિટલમાં તપાસમાં યુવતીની પ્રેગનન્સીની પુષ્ટિ થઇ હતી. યુવતીના ઘરે પાછા ફર્યા પછી ગામના લોકોએ રાતે સ્મશાનમાં આગની લપટો ઉઠતી જોઇ હતી.

   આ હતો મામલો

   - 5 જૂનની રાતે લગભગ 10 વાગે ગામ બિંજોના સ્મશાનઘાટમાં આગની લપટો ઉઠવા લાગી તો લોકોએ વિચાર્યું કે કદાચ કોઇ ખેતરમાં કશું સળગી રહ્યું હશે. પરંતુ, 6 જૂનની સવારે લોકો ઉઠ્યા તો ગામની જ દીકરી જ્યોતિના હાર્ટએટેકથી મોત થઇ જવાના અને રાતે જ તેનો અંતિમસંસ્કાર કરી દેવાની વાત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. કારણ કે, જે યુવતીનું મોત થઇ ગયું હોવાની વાત કહેવામાં આવી રહી હતી, તેને લોકોએ મોટાભાઈ રાજસિંહની સાથે એક્ટિવા પર તે દિવસે લગભગ સાંજે 5 વાગે હોસ્પિટલ જતા જોઇ હતી.

   - ગામની સરપંચ પરમજીત કૌર અને બ્લોક સમિતિના સભ્ય અવતાર સિંહે જણાવ્યું કે તેમને પણ એવું જણાવવામાં આવ્યું કે જ્યોતિનું મોત હાર્ટએટેકથી થયું છે. તેના ભાઈ રાજ સિંહ અને પ્રદીપ સિંહે દોસ્તો સાથે મળીને રાતે લગભગ 10 વાગે તેના અંતિમસંસ્કાર કરી દીધા. બીજા દિવસે જ્યોતિના અસ્થી ધાર્મિક સ્થળ પર વહાવી પણ દેવામાં આવ્યા.
   - આખા ગામમાં એ વાતને લઇને શંકાઓ ઊભી થઇ રહી છે કે આખરે કઇ મજબૂરીમાં તેમણે જ્યોતિના અગ્નિસંસ્કાર રાતે જ કરી નાખ્યા.

   આ પણ વાંચો: મા મને બચાવી લો, એ લોકો મારો જીવ લઈ લેશે... પછી ગંગા નદીમાં મળી આ એન્જિનિયરની લાશ

   દોસ્તોએ કરી લાકડાની વ્યવસ્થા અને શબ સળગાવવામાં કરી મદદ

   - રાજ સિંહના દોસ્ત કરનૈલની જીપમાં લાકડુું ભરીને સ્મશાનઘાટ પહોંચાડવામાં આવી હતી. જ્યારે ગામલોકોએ પૂછ્યું કે લાકડા ક્યાં લઇને જઇ રહ્યા છો તો તેણે કહ્યું હતું કે દોસ્તની બહેનનું મોત થઇ ગયું છે, તેના અંતિમસંસ્કાર માટે લઇ જઇ રહ્યો છું.

   - જ્યોતિના શબને આ જ જીપમાં મૂકીને સ્મશાન લઇ જવામાં આવ્યું. તે સમયે તેની સાથે રાજ સિંહ, પ્રદીપ સિંહ, કરનૈલ લટ્ટુ હતા તેમજ ઓમકાર સિંહ નામનો એક વ્યક્તિ પણ હતો.

   ગામલોકોએ જણાવ્યું, યુવતીને ગામના છોકરા સાથે હતા સંબંધ, ભાઈને એ પસંદ ન હતું

   - ચર્ચા છે કે મૃતકા જ્યોતિના ગામના જ એક છોકરા સાથે સંબંધ હતો. રાજનો સ્વભાવ ખૂબ જ આક્રમક છે. તેણે પોતાના પિતા બિશન દાસ પર પણ ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં વચ્ચે પડેલા તેના કાકા મદન પણ ઘાયલ થઇ ગયા હતા. ત્યારબાદથી રાજના પિતા ગામ છોડીને બે વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહે છે.

   પોલીસે ભાઈ સહિત પરિવારના ત્રણ લોકોને પોલીસ સ્ટેશન બોલાવની કરી પૂછપરછ

   - આ સંબંધે પોલીસ સ્ટેશન માહિલપુર પહોંચેલા ગઢશંકર ડીએસપી રાજકુમાર અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ બલજીત સિંહ હુંદલે જણાવ્યું કે, પોલીસ વિવિધ પાસાઓથી કેસની તપાસ કરી રહી છે. પોલીસે રાજ સિંહ સહિત ત્રણ લોકોને ગુરૂવારે પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરી છે.

   ડોક્ટરે ગર્ભવતી હોવાની પુષ્ટિ કરી પરંતુ અબોર્શનનો ઇન્કાર કર્યો

   - સતલુજ હોસ્પિટલના ડોક્ટર સુરિંદર પાલે આ વાતની પુષ્ટિ કરી છે કે ભાઈ રાજ સિંહે જ્યોતિનો પ્રેગનન્સી ટેસ્ટ કરાવ્યો હતો. તપાસ પછી તેમને જણાવી દેવામાં આવ્યું હતું કે જ્યોતિ પ્રેગનન્ટ છે. ત્યારબાદ રાજ સિંહે અબોર્શન કરાવવાની વિનંતી કરી હતી પરંતુ અમે ના પાડી દીધી હતી. ગુરૂવારે જાણ થઇ કે યુવતીનું મોત થઇ ગયું છે.

   - જ્યોતિના શબને બાળવા માટે ગામમાં બનેલા પેટ્રોલ પંપથી 20 લીટર ડીઝલ ખરીદવામાં આવ્યું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sister got pregnant brother killed her in anger then did her funeral at night in Jalandhar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `