શોપિયાં એન્કાઉન્ટર: મૃતક 4 લોકો આતંકીઓને કરતા હતા મદદ- સેના

આ એન્કાઉન્ટરના વિરોધમાં પ્રદર્શન ખૂબ વધી ગયું છે, સોમવારે 10 હજાર કરતા વધારે લોકો રસ્તા પર ઉતર્યા હતા

divyabhaskar.com | Updated - Mar 06, 2018, 08:46 AM
પ્રદર્શકારીઓએ સેનાની જવાબી કાર્યવાહીમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ મુકીને વિરોધ કર્યો
પ્રદર્શકારીઓએ સેનાની જવાબી કાર્યવાહીમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ મુકીને વિરોધ કર્યો

શોપિયામાં રવિવારે બે આતંકીઓ સહિત 6 લોકોના મોત થયા પછી સ્થિતિ તણાવપૂર્ણ થઈ છે. સેનાએ આતંકીઓ સિવાય ઘટનામાં મૃત્યુ પામેલા ચાર લોકો વિશે કહ્યું છે કે, તેઓ આતંકીઓના ઓવરગ્રાઉન્ડ વર્કર એટલે કે મદદગાર હતા પરંતુ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ ક્રોસ ફાયરિંગમાં ફસાયેલા સામાન્ય નાગરીકનો મોત પર દુખ વ્યક્ત કર્યું

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં રવિવારે બે આતંકીઓ સહિત 6 લોકોના મોત થયા પછી સ્થિતિ તણાવપૂર્ણ થઈ છે. સેનાએ આતંકીઓ સિવાય ઘટનામાં મૃત્યુ પામેલા ચાર લોકો વિશે કહ્યું છે કે, તેઓ આતંકીઓના ઓવરગ્રાઉન્ડ વર્કર એટલે કે મદદગાર હતા પરંતુ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ ક્રોસ ફાયરિંગમાં ફસાયેલા સામાન્ય નાગરીકનો મોત પર દુખ વ્યક્ત કર્યું છે. મહેબુબા મુફ્તીના નિવેદન પછી પણ સેના તેમની વાત પર અડગ છે. નોંધનીય છે કે, શોપિયામાં રવિવારે રાતે આતંકીઓએ સેનાની મોબાઈલ ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. સેનાની જવાબી કાર્યવાહીમાં 6 લોકોના મોત થયા છે.

પક્ષ-વિપક્ષે ઉઠાવ્યા સેનાની કાર્યવાહી સામે સવાલ


- સ્થાનિક નાગરીકોના વિરોધ વચ્ચે પીડીપી, નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને માકપાએ પણ સેનાની કાર્યવાહી સામે સવાલ ઊભા કરીને તપાસની માગણી કરી છે.
- રાજકીય દળોએ એક સુરમાં કહ્યું છે કે, સામાન્ય નાગરિકોની હત્યા કોઈ પણ રીતે યોગ્ય કહી શકાય નહીં.
- આ દરમિયાન સેનાએ કહ્યું છે કે, ઘટના દરેક મુદ્દે તપાસ કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસપી વૈધે પણ કહ્યું છેકે, આ ચાર લોકો આતંકીઓના મદદગાર હતા કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

કાશ્મીરમાં થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન


- સોમવારે સમગ્ર કાશ્મીરમાં વિરોધ-પ્રદર્શન થયા હતા. તેમાં 10 હજારથી વધારે લોકો સામેલ થયા હતા અને સેના ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
- સ્થાનિક લોકોનો આરોપ છે કે, સેનાની કાર્યવાહીમાં મૃત્યુ પામેલા 4 લોકોને આતંકવાદ સાથે કોઈ લેવા-દેવા નહતું.
- મોટી સંખ્યામાં ઘરેથી નીકળેલા લોકોએ સેના ઉપર પથ્થરમારો કર્યો હતો. સેનાએ અશ્રુગેસના સેલ છોડીને ભીડને હટાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
- જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચેરમેન યાસીન મલિક સહિત ઘણાં પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ઈન્ટરનેટ સર્વિસ બંધ


- જમ્મુ-કાશ્મીરની સ્થિતિને જોતા પ્રશાસને પુલવામા અને શોપિયામાં ઈન્ટરનેટ સર્વિસ બંધ કરી દીધી છે. જેથી અફવાઓને ફેલાતી રોકી શકાય. આ વિસ્તારમાં વધારે સેના પણ તહેનાત કરવામાં આવી છે. પોલીસે મૃતદેહ કબજે કરીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી.
- કાશ્મીરના આઈજી એસપી પાણીએ કહ્યું કે, પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ડીજીપી એસપી વૈદે જણાવ્યું કે, હવે સ્થિતિ નિયંત્રણમાં છે અને તપાસ ચાલી રહી છે.

રવિવારે થયું હતું એન્કાઉન્ટર


- સેનાના જણાવ્યા પ્રમાણે 44 રાષ્ટ્રીય રાઈફલે પહનુ વિસ્તારમાં હાઈસ્કૂલ સામે મોબાઈલ ચેકપોસ્ટ બનાવી હતી. રવિવારે રાતે અંદાજે 8 વાગે એક કારમાં આતંકી આવ્યા અને પોસ્ટ નજીક પહોંચીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
- ત્યારપછી સેના તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં 6 લોકોના મોત થયા છે.
- તેમાંથી 2 લશકર-એ-તોઈબાના આતંકી અને 4 ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ હતા.
- મૃત્યુ પામેલા આતંકીઓની ઓળખ શાહિદ અહમદ ડાર અને આશિક હુસૈન ભટ્ટ તરીકે થઈ છે.
- પોલીસે 4 લોકોના મોતનો ખુલાસો રવિવારે રાતે જ કરી દીધો હતો. બે લોકોના મૃતદેહ સોમવારે સવારે મેળવવામાં આવ્યા હતા.

આગળની સ્લાઈડમાં જુઓ જનાઝાની તસવીરો

જમ્મુ-કાશ્મીરના લિબરેશન ફ્રન્ટના ચેરમેન યાસીન મલિક સહિત ઘણાં પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે
જમ્મુ-કાશ્મીરના લિબરેશન ફ્રન્ટના ચેરમેન યાસીન મલિક સહિત ઘણાં પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે
મૃત્યુ પામેલા લોકોના જનાઝામાં હજારો લોકો સામેલ થયા
મૃત્યુ પામેલા લોકોના જનાઝામાં હજારો લોકો સામેલ થયા
જનાઝામાં પહોચેલા લોકોએ સેના વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી
જનાઝામાં પહોચેલા લોકોએ સેના વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી
X
પ્રદર્શકારીઓએ સેનાની જવાબી કાર્યવાહીમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ મુકીને વિરોધ કર્યોપ્રદર્શકારીઓએ સેનાની જવાબી કાર્યવાહીમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ મુકીને વિરોધ કર્યો
જમ્મુ-કાશ્મીરના લિબરેશન ફ્રન્ટના ચેરમેન યાસીન મલિક સહિત ઘણાં પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છેજમ્મુ-કાશ્મીરના લિબરેશન ફ્રન્ટના ચેરમેન યાસીન મલિક સહિત ઘણાં પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે
મૃત્યુ પામેલા લોકોના જનાઝામાં હજારો લોકો સામેલ થયામૃત્યુ પામેલા લોકોના જનાઝામાં હજારો લોકો સામેલ થયા
જનાઝામાં પહોચેલા લોકોએ સેના વિરુદ્ધ નારેબાજી પણ કરી હતીજનાઝામાં પહોચેલા લોકોએ સેના વિરુદ્ધ નારેબાજી પણ કરી હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App