• Home
  • National News
  • Latest News
  • National
  • વડાપ્રધાનની ચીનની મુલાકાતને લઈને શિવસેનાએ સાધ્યું નિશાન | Shivsena target on PM Modi China visit in Samna

PMની ચીન યાત્રા પર શિવસેનાનો કટાક્ષ- નેહરૂને પણ મિત્રતા ફળી ન હતી

PM મોદીની અનૌપચારિક ચીન યાત્રાને લઈને સહયોગી પક્ષ શિવસેનાએ સાધ્યું નિશાન. સામનામાં મોદીની મિત્રતાને નેહરૂ સાથે સરખાવી.

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 10:52 AM
પીએમ મોદી હાલમાં જ બે દિવસ માટે અનૌપચારિક રીતે ચીન ગયા હતા (ફાઈલ)
પીએમ મોદી હાલમાં જ બે દિવસ માટે અનૌપચારિક રીતે ચીન ગયા હતા (ફાઈલ)

PMની ચીન યાત્રા પર શિવસેનાનો કટાક્ષ- નેહરૂને પણ મિત્રતા પચી ન હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનૌપચારિક ચીનની મુલાકાત અંગે જ્યાં કોંગ્રેસ સહિત બીજા વિપક્ષો સવાલ ઊભા કરી રહ્યાં છે. તો હવે ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ પણ આ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનૌપચારિક ચીનની મુલાકાત અંગે જ્યાં કોંગ્રેસ સહિત બીજા વિપક્ષો સવાલ ઊભા કરી રહ્યાં છે. તો હવે ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ પણ આ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. શિવસેનાના મુખપત્ર 'સામના'માં કહેવામાં આવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો વિચાર હતો- યુદ્ધ નહીં, પણ બુદ્ધ હોવું જોઈએ. અને પીએમ મોદીને આ વિચાર જ પસંદ આવી ગયો છે.

પીએમની ચીન યાત્રા પર સામનામાં સાધ્યું નિશાન


- વડાપ્રધાન મોદીની ઓચિંતી ચીનની મુલાકાતને લઈને શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે, 'પીએમ મોદીએ ત્યાં આતંકવાદ અને સરહદ ઉલ્લંઘન અંગે કોઈ જ વાત નથી લખી. પાકિસ્તાનના આતંકવાદને ચીન પોષી રહ્યું છે, પરંતુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની ચર્ચા દરમિયાન મોદીએ એક શબ્દ પણ ન બોલ્યાં.'
- સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, પીએમ મોદીને ચીનની સરહદ પર શાંતિ જોઈએ છે. પીએમ મોદીની નીતિને ચૂંટણી સાથે જોડતાં લખવામાં આવ્યું કે, 'એક વખત ચૂંટણી થવા દો પછી તેને જોવાવાળી પીએમ મોદીની નીતિ જોવા મળી રહી છે.'

નહેરુને મોંઘી પડી હતી મિત્રતા


- સામનામાં પીએમ મોદીને જવાહરલાલ નહેરુ અને ચીનની મિત્રતા સાથે જોડીને લખવામાં આવ્યું છે કે પંડિત નહેરુને ચીનની મિત્રતા મોંઘી પડી હતી.
- સામનામાં લખ્યું કે પીએમ મોદી પંડિત નહેરુ પર ટિપ્પણીની એક પણ તક ચૂકતા નથી, પરંતુ હવે તે તેમની જેમ જ સમસ્યાના ઉકેલના પ્રયાસ કરી રહ્યાં છે.

મોદીએ કરી હતી ચીન યાત્રા


- પીએમ મોદી હાલમાં જ બે દિવસ માટે અનૌપચારિક રીતે ચીન ગયા હતા. ત્યાં તેઓએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ચાર વખતની વાતચીત કરી હતી. જો કે આ દરમિયાન કોઈ આધિકારિક વાત થઈ ન હતી પરંતુ વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે આતંકવાદથી લડવા અને સરહદ સમસ્યાના ઉકેલને લઈને વાતચીત થઈ હતી.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

PMએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ચાર વખતની વાતચીત કરી હતી (ફાઈલ)
PMએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ચાર વખતની વાતચીત કરી હતી (ફાઈલ)
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે આતંકવાદથી લડવા અને સરહદ સમસ્યાના ઉકેલને લઈને વાતચીત થઈ હતી (ફાઈલ)
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે આતંકવાદથી લડવા અને સરહદ સમસ્યાના ઉકેલને લઈને વાતચીત થઈ હતી (ફાઈલ)
X
પીએમ મોદી હાલમાં જ બે દિવસ માટે અનૌપચારિક રીતે ચીન ગયા હતા (ફાઈલ)પીએમ મોદી હાલમાં જ બે દિવસ માટે અનૌપચારિક રીતે ચીન ગયા હતા (ફાઈલ)
PMએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ચાર વખતની વાતચીત કરી હતી (ફાઈલ)PMએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ચાર વખતની વાતચીત કરી હતી (ફાઈલ)
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે આતંકવાદથી લડવા અને સરહદ સમસ્યાના ઉકેલને લઈને વાતચીત થઈ હતી (ફાઈલ)વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે આતંકવાદથી લડવા અને સરહદ સમસ્યાના ઉકેલને લઈને વાતચીત થઈ હતી (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App