ટ્રેન્ડ રિપોર્ટ / ગૂગલ પર કમલનાથ તો ટ્વીટર પર શિવરાજ આગળ, યુઝર્સ બન્ને નેતાઓની જાતિ શોધે છે

shivraj singh chouhan and kamal nath twitter follower comparison
shivraj singh chouhan and kamal nath twitter follower comparison
X
shivraj singh chouhan and kamal nath twitter follower comparison
shivraj singh chouhan and kamal nath twitter follower comparison

  • CM તરીકે ચૂંટાયા બાદ કમલનાથ અને રાજીનામું આપ્યા બાદ શિવરાજનાં 5 હજારથી વધુ ટ્વીટર ફોલોવર વધ્યા
  •  છેલ્લા 7 મહિનામાં શિવરાજે300 ટ્વીટ કર્યા, આ દરમિયાન કમલનાથે 100થી પણ ઓછા ટ્વીટ કર્યા છે. 
  • 13 ડિસેમ્બરે શિવરાજ અને 14 ડિસેમ્બરે કમલનાથ ની જાતિને સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી. 

Divyabhaskar

Jan 12, 2019, 11:39 AM IST


ગેજેટ ડેસ્કઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી પૂર્વ મુખ્યમંત્રી  શિવરાજસિંહ ચૌહાણનાં ટ્વીટર પર ફોલોઅર્સમાં 85 હજારનો વધારો થયો છે. આ સાથે જ મુખ્યમંત્રી કમલનાથનાં ટ્વીટર પર 40 હજાર ફોલોવર્સમાં વધારો થયો છે. હાર બાદ શિવરાજસિંહે કહ્યું કે, એક મહિનામાં 300થી વધુ ટ્વીટ કરાયા છે, કમલનાથે આ દરમિયાન 100થી  ઓછા ટ્વીટ કર્યા હતા. આ આંકડાઓ 11 ડિસેમ્બર,2018થી 11 જાન્યુઆરી,2019 સુધીનાં છે. 11 જાન્યુઆરી સુધી  શિવરાજનાં કુલ ફોલોવર્સની સંખ્યા જ્યાં 50.53લાખ હતી, તો કમલનાથનાં 1.59 લાખ ફોલોવર્સ રહ્યાં હતા.   
 

1. શિવરાજઃ 12 ડિસેમ્બરે રાજીનામુ આપ્યુ, બીજા જ દિવસે 5,442 ફોલોવર્સનો વધારો
11 ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો સામે આવ્યા બાદ શિવરાજ ચૌહાણે 12 ડિસેમ્બરે હાર સ્વીકારી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યુ હતું. ત્યાર બાદ બીજા જ દિવસે શિવરાજસિંહનાં ફોલોવર્સમાં 5,442નો વધારો થયો હતો. આ સાથે જ 13 ડિસેમ્બરે સૌથી વધુ ટ્વીટ કરાયા હતા.  11 ડિસેમ્બરથી 11 જાન્યુઆરી વચ્ચે શિવરાજનાં ફોલોવર્સમાં વધારો થયો હતો. આ દરમિયાન તેમના ફોલોવર્સની સંખ્યામાં સરેરાશ 2500નો વધારો થયો હતો. 
2. કમલનાથઃ 13મીએ CM પદ માટેની જાહેરાત બાદ બીજા જ દિવસે 5,352 ફોલોવર્સનો વધારો
13 ડિસેમ્બરે કમલનાથનું નામ જાહેર કર્યાનાં બીજા જ દિવસે 14 તેમના ફોલોવર્સમાં 5,352નો વધારો થયો હતો. ત્યારબાદ 18મી ડિસેમ્બરે 5,735 ફોલોવર્સ વધ્યા હતા.  કારણ કે 17 ડિસેમ્બરે તેમણે મુખ્યમંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત  તે જ દિવસે ખેડુતોની દેવામાફીની ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા. કમલનાથનાં 236 કે જે સૌથી ઓછા ફોલોવર્સ હતા તે 11 ડિસેમ્બરે જ વધી ગયા હતા. 11 ડિસેમ્બરે કમલનાથ  ટ્વીટર પર ફોલવર્સની સંખ્યા 1,18,718 હતી જેની સંખ્યા 9મી જાન્યુઆરીએ વધીને 1,58,77 થઈ હતી. 
3. શિવરાજ V/S કમલનાથઃ ગૂગલ પર કોને સૌથી વધુ સર્ચ કરાયા?
  • ગૂગલ ટ્રેન્ડ પ્રમાણે, શિવરાજસિંહ ચૌહાણ પ્રમાણે કમલનાથ વિશે યુઝર્સે સૌથી વધુ સર્ચ કર્યુ છે. 11 ડિસેમ્બર થી 6 જાન્યુઆરી સુધી શિવરાજનો એવરેજ સર્ચિંગ 11 પોઈન્ટ રહ્યો હતો, આ સાથે જ કમલનાથની એવરેજ સર્ચિંગ 30 પોઈન્ટ રહી હતી.
  •  ગૂગલ ટ્રેન્ડ રિપોર્ટ પ્રમાણે 11 ડિસેમ્બરે શિવરાજને કમલનાથનાં પ્રમાણમાં વધુ સર્ચ કરાયા છે. પરંતુ 13 ડિસેમ્બર બાદ ગૂગલ પર કમલનાથને શિવરાજ કરતા વધુ સર્ચ કરાયા હતા. ગૂગલ પર લોકો આ બન્ને નેતાઓની જાતિ વિશે સૌથી વધુ સર્ચિંગ કરાયુ હતુ. 
4. 13મીએ શિવરાજ તો 14મીએ કમલનાથની જાતિ વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યુ હતુ
  • શિવરાજની જાતિ  વિશે 13 ડિસેમ્બરે સૌથી વધુ સર્ચિંગ કરાયુ હતુ. જ્યારે તેના એક દિવસ અગાઉ તેમણે રાજીનામુ આપ્યું હતુ. ત્યારબાદ 21 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરે પણ યુઝર્સે શિવરાજસિંહની જાતિ અંગેનું સર્ચિંગ કર્યુ હતુ.
  • મુખ્યમંત્રીના પદ અંગેની જાહેરાત થયા બાદ બીજ જ દિવસે કમલનાથની જાતિ વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 17 ડિસેમ્બરે ફરી એકવાર યુઝર્સે તેમની જાતિને સર્ચ કરી હતી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી