શિવા સિંહની વિચિત્ર બોલિંગથી ક્રિકેટ જગતમાં છેડાયો વિવાદ, 360 ડિગ્રી ફરી ગયો હતો બોલર

બંગાળ અને યુપી વચ્ચે મેચ દરમિયાન યુપીના એક બોલરે 360 ડિગ્રી સુધી ફરીને બોલિંગ કરી હતી

divyabhaskar.com | Updated - Nov 10, 2018, 02:48 PM

જો તમે ક્રિકેટના ફેન હોવ તો આ તમને મઝા આવે તેવા ન્યૂઝ છે. બંગાળ અને યુપી વચ્ચે મેચ દરમિયાન યુપીના એક બોલકે 360 ડિગ્રી ફરીને બોલિંગ કરી હતી. તેના કારણે વિવાદ પણ ઉભો થયો હતો. જોકે તે સમયે અમ્પાયરે સહેજ પણ સમય ગુમાવ્યા વગર તેને નો બોલ જાહેર કર્યો હતો.

નવી દિલ્હી: જો તમે ક્રિકેટના ફેન હોવ તો આ તમને મઝા આવે તેવા ન્યૂઝ છે. બંગાળ અને યુપી વચ્ચે મેચ દરમિયાન યુપીના એક બોલકે 360 ડિગ્રી ફરીને બોલિંગ કરી હતી. તેના કારણે વિવાદ પણ ઉભો થયો હતો. જોકે તે સમયે અમ્પાયરે સહેજ પણ સમય ગુમાવ્યા વગર તેને નો બોલ જાહેર કર્યો હતો. હવે નવો વિવાદ એવો ઉભો થયો છે કે, શું બેટ્સમેન બેટિંગ દરમિયાન સ્કૂપ અથવા કેવિન પીટરસનની જેમ સ્વિચ હિટ લગાવી શકે છે તો બોલર પ્રયોગ ન કરી શકે? ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન જેવા પ્લેયર શિવા સિંહના સમર્થનમાં છે જ્યારે બિશન બેદી જેવા મહાન પૂર્વ સ્પિન બોલર આને વિચિત્ર બોલિંગ ગણાવી રહ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

બંગાળ અને ઉત્તરપ્રદેશ વચ્ચે કોલકાતામાં અંડર-23 સીકે નાયડૂ ટ્રોફીમાં એક મેચ દરમિયાન વિચિત્ર ઘટના સામે આવી હતી. ઉત્તરપ્રદેશના શિવા સિંહે 360 ડિગ્રી ફરીને બોલિંગ કરી હતી તેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્પિનર શિવાની આ બોલિંગને જોઈને અમ્પાયરે તેને નોબોલ જાહેર કર્યો હતો. નોંધનીય છે કે, શિવા આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા.

અમ્પાયરના નિર્ણયનો વિરોધ


બંગાળની બીજી ઈનિંગમાં શિવાએ બોલિંગ કરતી વખતે 360 ડિગ્રી ફરીને બોલિંગ કરી હતી. તે બોલને બેટ્સમેને સાવધાનીથી રમી પણ લીધો હતો. જોકે બોલરની આ હરકત પછી અમ્પાયરે નો બોલનો ઈશારો કરી દીધો હતો. તે જોઈને શિવા અને તેમની ટીમના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે એમ્પાયરના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. ત્યારપછી તેમણે મેચ રોકી દીધી હતી. એમ્પાયરે આ વિશે સાથી એમ્પાયર રવિ શંકર સાથે વાતચીત કરી હતી. તેમણે ફરી શિવા અને તેમના કેપ્ટન શિવમ ચૌધરીને જણાવ્યું હતું કે, જો શિવા આવી જ બોલિંગ ચાલુ રાખશે તો એમ્પાયર તેને નો બોલ જ જાહેર કરશે.

શિવાએ શું કહ્યું?


ઘટના પછી શિવા સિંહે કહ્યું કે, હું વન-ડે અને ટી-20માં અલગ અલગ રીતે બોલિંગ કરુ છું. બંગાળના ખેલાડીઓ સારું રમી રહ્યા હતા તેથી મેં કંઈક અલગ બોલિંગ કરી. તો એમ્પાયરે તેને નો બોલનો ઈશારો કરી દીધો. મેં તેમને પૂછ્યું કે, તમે આને નો બોલ કેમ કહો છો? શિવાએ આગળ કહ્યું કે, મેં કેરળ સામે પણ 360 ડિગ્રી સુધી ફરીને બોલિંગ કરી હતી પરંતુ ત્યાં કોઈ મુશ્કેલી નહતી સર્જાઈ. બેટ્સમેન હંમેશા રિવર્સ સ્વીપ અથવા સ્વિચ હિટ મારે છે. પરંતુ જો બોલર કંઈક અલગ કરવા ઈચ્છે તો તેને નો બોલ જાહેર કરી દેવામાં આવે છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App