Home » National News » Latest News » National » Shiv Sena Supremo Uddhav Thackeray PC

કેન્દ્ર સરકારે બહુમત ગુમાવ્યું છે, બીજેપીને હવે મિત્રોની જરૂર નથીઃ ઉદ્ધવ

Divyabhaskar.com | Updated - May 31, 2018, 06:03 PM

ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ સંબોધ ભાજપ અને ઈલેકશન કમિશન પર આકરા પ્રહારો કર્યા

 • Shiv Sena Supremo Uddhav Thackeray PC
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ કરી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું

  મુંબઈઃ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓએ પાલઘરમાં મતદાન અને મતગણતરી પર સવાલ ઉઠાવ્યાં હતા. તેઓએ કહ્યું કે અહીં મતગણતરી દરમિયાન કેટલીક ગડબડી થઈ હતી ત્યારે અહીં પરિણામનું એલાન ન કરી શકાય. ઉદ્ધવે કહ્યું કે જો જરૂર પડશે તો અમે કોર્ટ પણ જઈશું. અહીં જાણ કરવાની કે પાલઘર લોકસભા પેટાચૂંટણીમાં શિવસેનાના કેન્ડિડેટ શ્રીનિવાસ વાંગાને હાર મળી છે, અહીં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ગાવિત જીત્યાં છે. આ ચૂંટણીને લઈને બંને પક્ષ વચ્ચેની કડવાશ ખુલીને સામે આવી હતી. ભાજપ અને શિવસેના લાંબ સમયથી ગઠબંધનમાં છે પરંતુ છેલ્લાં થોડા સમયથી બંનેના સંબંધમાં ખટાશ આવી છે. જેના પરિણામે બંનેએ અલગ અલગ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

  શું વોટિંગ પ્રક્રિયા મેનેજ થાય છે?: ઉદ્ધવ


  - ઉદ્ધવે કહ્યું કે, "ચાર વર્ષમાં આ સરકારે બહુમત ગુમાવ્યું છે. ચૂંટણી પારદર્શિતાની સાથે નથી થઈ. પાલઘર લોકસભા સીટ પર પેટાચૂંટણીમાં શિવસેનાએ અલગ ચૂંટણી લડી. ત્યાં સાંસદના પરિવારને ન્યાય આપવા માટે શિવસેનાએ આ ચૂંટણી લડી. શિવસેના અહીં પહેલી વખત ઊભું રહ્યું. 2014માં જે બેઠક પર ભાજપે લાખો વોટોથી જીતી હતી, આજ તેની જીત હજારો વોટોના અંતરમાં સમેટાઈ ગઈ."
  - "ફુલપુર, ગોરખપુર અને કૈરાનામાં યોગીની સત્તા ઊંધી વળી પડી. યોગીએ શિવાજી મહારાજનું અપમાન કર્યું હતું. આ અપમાન પર ભાજપ એક શબ્દ પણ ન બોલ્યું. શું ભાજપને શિવાજીનું અપમાન માન્ય હતું? મતદાનના દિવસે EVMમાં ગડબડ થઈ હતી. શું વોટિંગ પ્રક્રિયા મેનેજ જ થાય છે?"

  પાલઘરમાં વોટિંગના દિવસે પૈસા વહેંચાયા


  - શિવસેના અધ્યક્ષે કહ્યું કે, "એવું જણાવવામાં આવ્યું કે ગરમીના કારણે EVMએ કામ ન કર્યું. ચૂંટણી પંચે શું દેશના વાતાવરણ અંગે નથી ખ્યાલ? જે ચૂંટણી પંચ આપણાં પર બંદિશ લગાવે છે તે આવી દલીલો કઈ રીતે કરી શકે છે?"
  - "ચૂંટણી પંચની પણ પસંદગી થવાની જગ્યાએ ચૂંટણી થવી જોઈએ. કેમકે પાલઘરમાં જે થયું, તેનાથી લાગે છે કે જેની સરકાર હોય છે મામલો તેના પક્ષમાં જ જાય છે. મતદાનના દિવસે લોકોને પૈસા વહેંચતા પકડવામાં આવ્યાં, તેમના વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી ન થઈ. જે લોકો પકડાયાં તેઓ ભાજપના કાર્યકર્તાઓના નામ લેતા હતા. પરંતુ તપાસ જ ન થઈ."

  - "ભાજપના વિજયી ઉમેદવારની સાથે તે કાર્યકર્તાઓ ખુલ્લેઆમ જોવા મળી રહ્યાં હતા. વિજયી ઉમેદવારને તેઓ ખભે ઉંચકી રહ્યાં હતા. એવામાં સવાલ ઊભો થાય છે કે ચૂંટણી અધિકારી કોણ હતા? મુખ્યમંત્રીએ જ તેમની નિયુક્તી કરી છે તો શું ફાયદો? જેવી રીતે ક્રિકેટમાં અંપાયર બીજા દેશના હોય છે તેવી રીતે હવે ચૂંટણીમાં પણ બીજા રાજ્યોના અધિકારીઓને બોલાવવામાં આવે."
  - "રાજનાથે આજે કહ્યું કે લાંબી છલાંગ મારવા બે ડગલાં પાછળ જવું પડે છે. પરંતુ ખબર નથી કે આ લોકો કેટલાં પગલાં પાછળ જશે."

  આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

 • Shiv Sena Supremo Uddhav Thackeray PC
  પાલઘર લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપ-શિવસેના વચ્ચેની કડવાશ ખુલીને સામે આવી હતી (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ