Home » National News » Desh » Shikh policeman fought angry crowd to save life of young man in Uttarakhand

યુવકને બચાવવા ઉગ્ર ભીડ સામે બાથ ભીડી આ શીખ પોલીસકર્મીએ, Video વાયરલ

Divyabhaskar.com | Updated - May 26, 2018, 11:19 AM

ટ્વિટર પર લોકો આ શીખ પોલીસકર્મીની બહાદુરીને સલામ કરતા જોવા મળ્યા

  • રામનગર (ઉત્તરાખંડ): હાલ સોશિયલ મીડિયા પર એક શીખ પોલીસકર્મીનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં ગુસ્સે ભરાયેલી ભીડ વચ્ચે ફસાયેલા યુવકને તે બચાવવાનો પ્રયત્ન કરી રહેલો દેખાય છે.

    શું છે મામલો

    - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ વીડિયો ઉત્તરાખંડના રામનગરનો છે, જ્યાં મંગળવારે એક મંદિરની પાસે યુવક-યુવતી બેઠા હતા. તેમને ત્યાં બેઠેલા જોઇને કોટલાક લોકોએ તેમની પૂછપરછ કરી તો જાણ થઇ કે તેઓ અલગ-અલગ ધર્મના છે.

    - ત્યારબાદ ઉગ્ર બનેલી ભીડે તે યુવકને ઘેરી લીધો અને તેની સાથે ધક્કા-મુક્કી કરવી શરૂ કરી દીધી. જે ત્યારબાદ મારામારીમાં ફેરવાઇ ગઇ.
    - વિસ્તારમાં તણાવના સમાચાર મળતાં જ શીખ પોલીસકર્મી ગગનદીપ અન્ય પોલીસકર્મીઓ સાથે સ્થળ પર પહોંચ્યા. પછી કંઇક એવું થયું કે જેના કારણે આજે દરેક વ્યક્તિ આ શીખ પોલીસકર્મીના વખાણ કરી રહ્યું છે.
    - વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે ગગનદીપ યુવકને ગુસ્સે થયેલી ભીડમાંથી બચાવી રહ્યા છે. જ્યારે ભીડ તે યુવકને મારવાની કોશિશ કરે છે, ત્યારે ગગનદીપ પોતે વચ્ચે પડીને તેને બચાવી રહ્યા છે.
    - ત્યારબાદ ટ્વિટર પર લોકો આ શીખ પોલીસકર્મીની બહાદુરીને સલામ કરતા જોવા મળ્યા.

  • Shikh policeman fought angry crowd to save life of young man in Uttarakhand
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ