Home » National News » Latest News » National » શત્રુઘ્ન સિન્હાએ કર્ણાટક ચૂંટણીના પ્રચારમાં PM મોદીના ભાષણથી નારાજગી વ્યક્ત કરી | Shatrughan Sinha not happy with PM speech in Karnataka

મોદી પર શત્રુઘ્ન સિન્હાનો કટાક્ષ- 'PM બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બનતું'

Divyabhaskar.com | Updated - May 11, 2018, 10:42 AM

ભાજપના અસંતુષ્ટ નેતા શત્રુઘ્ન સિન્હાને કર્ણાટક પ્રચારથી પણ દૂર રાખવામાં આવતાં ટ્વીટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી.

 • શત્રુઘ્ન સિન્હાએ કર્ણાટક ચૂંટણીના પ્રચારમાં PM મોદીના ભાષણથી નારાજગી વ્યક્ત કરી | Shatrughan Sinha not happy with PM speech in Karnataka
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કર્ણાટક પ્રચાર પૂર્ણ થતાં જ શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટર પર વડાપ્રધાન મોદી પર કડક ટીપ્પણી કરી છે (ફાઈલ)

  નવી દિલ્હીઃ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર થંભી ગયો છે પરંતુ આ અભિયાનમાંથી ભાજપના સ્ટાર નેતા શત્રુઘ્ન સિન્હાને દૂર રાખવામાં આવ્યા હતા. પ્રચાર પૂર્ણ થતાં જ શત્રુઘ્ન સિન્હાએ ટ્વિટર પર વડાપ્રધાન મોદી પર કડક ટીપ્પણી કરી છે. તેઓએ ટ્વીટમાં મોદીને ટેગ કરી કહ્યું કે વડાપ્રધાન બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતું. આટલું જ નહીં તેઓએ પ્રચાર દરમિયાન PM મોદીની ભાષા પર પણ સવાલો ઉઠાવ્યાં છે.

  શત્રુઘ્નએ શું કર્યું ટ્વીટ?


  - ભાજપના અસંતુષ્ટ નેતા શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કરી કહ્યું કે, "કર્ણાટકમાં આજે ચૂંટણી પ્રચાર થંભી ગયો છે, પરંતુ બિહાર-યુપીની જેમ મને અહીં પણ પ્રચાર માટે બોલાવવામાં આવ્યો ન હતો, કારણ આપણને દરેકને ખ્યાલ જ છે. પરંતુ એક જૂનાં મિત્રની જેમ હું એટલું કહેવા માંગીશ કે તમારે વડાપ્રધાન પદની ગરિમા રાખવી જોઈએ."
  - શત્રુઘ્નએ કહ્યું કે, "આપણે કોંગ્રેસ પર PPP જેવાં કોમેન્ટ કેમ કરી રહ્યાં છીએ, જ્યારે કે પરિણામ તો 15 મેનાં રોજ આવવાનું છે. વડાપ્રધાન બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતું. કર્ણાટકમાં જનતાને નક્કી કરવા દો."
  - શત્રુઘ્ન સિન્હાએ આ તમામ ટ્વીટમાં વડાપ્રધાન મોદીની સાથે સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ ટેગ કર્યા છે.

  ભાજપના નેતાઓથી નારાજ શોટગન સિન્હા વિપક્ષના નેતાઓની નજીક

  - શત્રુઘ્ન સિન્હા છેલ્લાં ઘણાં સમયથી પાર્ટી અને સરકાર વિરૂદ્ધ નિવેદનો કરે છે. હાલમાં જ સીનિયર નેતા યશવંત સિન્હાએ ભાજપ છોડ્યું, જે બાદ બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ શત્રુઘ્ન સિન્હાને પણ પાર્ટી છોડવાની સલાહ આપી હતી.
  - જો કે શત્રુઘ્નએ તેમને પર પલટવાર કર્યો હતો. સુશીલ મોદી પર હુમલો કરતાં શોટગન સિન્હાએ સુશીલકુમાર મોદીને એક નાના નેતા ગણાવ્યાં, બિહારમાં તેમને કોઈ ઓળખતું નથી તેમ પણ જણાવ્યું.
  - શત્રુઘ્નએ કહ્યું હતું કે સુશીલ મોદી પ્રદેશમાં જ લોકપ્રિય નથી. પાર્ટી તેમના કારણે જ 2015ની વિધાનસભા ચૂંટણી હાર્યુ હતું.
  - શત્રુઘ્ન સિન્હા છેલ્લાં કેટલાંક સમયથી વિપક્ષી પાર્ટીઓના નેતા સાથે મુલાકાત કરી રહ્યાં છે. જેમાં એમ.કે.સ્ટાલિન, લાલુપ્રસાદ યાદવ, સ્વાતિ માલીવાલ, મમતા બેનરજી જેવાં નેતાઓ સામેલ છે.

  આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

 • શત્રુઘ્ન સિન્હાએ કર્ણાટક ચૂંટણીના પ્રચારમાં PM મોદીના ભાષણથી નારાજગી વ્યક્ત કરી | Shatrughan Sinha not happy with PM speech in Karnataka
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  શત્રુઘ્નએ ટ્વીટ કરી પ્રચારમાં પોતાને ન બોલાવ્યો હોવાનું દુઃખ તેમજ PMની સ્પીચને લઈને વાંધો ઉઠાવ્યો અને સલાહ પણ આપી
 • શત્રુઘ્ન સિન્હાએ કર્ણાટક ચૂંટણીના પ્રચારમાં PM મોદીના ભાષણથી નારાજગી વ્યક્ત કરી | Shatrughan Sinha not happy with PM speech in Karnataka
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શત્રુઘ્નએ ટ્વીટ કરી પીએમ મોદી અને અમિત શાહને હેશટેગ કર્યા
 • શત્રુઘ્ન સિન્હાએ કર્ણાટક ચૂંટણીના પ્રચારમાં PM મોદીના ભાષણથી નારાજગી વ્યક્ત કરી | Shatrughan Sinha not happy with PM speech in Karnataka
  ભાજપના નેતા શત્રુઘ્ન સિન્હા છેલ્લાં કેટલાંક સમયથી પક્ષથી નારાજ જોવા મળી રહ્યાં છે (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ