ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Shatrghna Sinha says BJP trying to divert attention from PNB fraud by Delhi CS case

  PNB ફ્રોડ પરથી ધ્યાન હટાવવા દિલ્હી CS મારપીટની ઘટનાને ઉછાળી: શત્રુઘ્ન સિંહા

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 05:47 PM IST

  દિલ્હીમાં ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશની સાથે આપ ધારાસભ્યોની મારામારી પર શત્રુઘ્ન સિન્હાએ ભાજપ પર નિશાન સાધ્યું છે
  • શત્રુઘ્ન સિંહાએ અરવિંદ કેજરીવાલને બહુ સારો અને પ્રામાણિક માણસ કહ્યા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શત્રુઘ્ન સિંહાએ અરવિંદ કેજરીવાલને બહુ સારો અને પ્રામાણિક માણસ કહ્યા. (ફાઇલ)

   નવી દિલ્હીઃ દિલ્હીમાં ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશની સાથે આપ ધારાસભ્યોની મારામારી પર શત્રુઘ્ન સિન્હાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે ભાજપ CS મારપીટ મામલાને તૂલ આપીને PNB ફ્રોડ કેસથી લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે.

   કેજરીવાલ ઉમદા વ્યક્તિ

   - શત્રુઘ્ન સિન્હાએ બુધવારે ટ્વીટ કરી જણાવ્યું કે, "ચીફ સેક્રેટરીએ આપના ધારાસભ્યો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મુદ્દે PNB ફ્રોડ અને નીરવ મોદી દ્વારા દેશ છોડીને ભાગ જવાના મામલે જનતાનું ધ્યાન ભટકાવવા માટે ઉઠાવવામાં આવ્યો છે."

   - તેઓએ વધુમાં લખ્યું કે તેમના મતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક ઉમદા અને ઈમાનદાર વ્યક્તિ છે.

   નીરવ મોદી દાવોસમાં સામેલ થયાં તે અંગે પણ ઉઠાવ્યાં હતા સવાલ

   - શત્રુઘ્ન સિન્હાએ મંગળવારે પણ નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. તેઓએ દાવોસમાં પીએમની સાથે નીરવ મોદીએ એક મંચ પર જોવા મળતાં સવાલો ઉઠાવ્યાં હતા.

   - તેઓએ કહ્યું હતું કે, "પટના યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સિક્યોરિટીએ મને તેવું કહીને મંચ પર જવાથી રોક્યા હતા કે મારું અને યશવંત સિન્હાનું નામ PMO દ્વારા આપવામાં આવેલા લિસ્ટમાં નથી."

   - "PMOએ નીરવ મોદી અને વડાપ્રધાન એક મંચ પર જોવા મળ્યાં તો કહ્યું કે તેઓને ભારત સરકાર તરફથી બોલાવવામાં આવ્યા ન હતા. તો જ્યારે નીરવ મોદી પીએમની સાથે મંચ પર હતા ત્યારે PMO શું કરી રહ્યું હતું? શું PMO સૂઈ રહ્યું હતું?"

   આપના બે ધારાસભ્યોની ધરપકડ

   - મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે રાતે પોતાના ઘરે કેટલીક યોજનાઓ પર ચર્ચા કરવા માટે એક મીટિંગ બોલાવી હતી. તેમાં ચીફ સેક્રેટરી પણ સામેલ થયા. આરોપ છે કે આ દરમિયાન ધારાસભ્યોએ ચીફ સેક્રેટરી સાથે ગેરવર્તણૂંક કરી. તેમને ધક્કો મારવા સાથે થપ્પડ મારી દીધો અને સીએસ માટે અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો. તે પછી સીએસની ફરિયાદ પર દેવલી ધારાસભ્ય પ્રકાશ જારવાલ સહિત ઓખલા ધારાસભ્ય અમાનતુલ્લા અને અન્ય ધારાસભ્યો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો.

   - આ મામલે દિલ્હી પોલીસે ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને ધારાસભ્ય પ્રકાશ જારવાલની ધરપકડ કરી છે.

  • પંજાબ નેશનલ બેંકે ગત દિવસોમાં સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને 11,356 કરોડ રૂપિયાના કૌભાંડની જાણકારી આપી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પંજાબ નેશનલ બેંકે ગત દિવસોમાં સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને 11,356 કરોડ રૂપિયાના કૌભાંડની જાણકારી આપી હતી.

   નવી દિલ્હીઃ દિલ્હીમાં ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશની સાથે આપ ધારાસભ્યોની મારામારી પર શત્રુઘ્ન સિન્હાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે ભાજપ CS મારપીટ મામલાને તૂલ આપીને PNB ફ્રોડ કેસથી લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે.

   કેજરીવાલ ઉમદા વ્યક્તિ

   - શત્રુઘ્ન સિન્હાએ બુધવારે ટ્વીટ કરી જણાવ્યું કે, "ચીફ સેક્રેટરીએ આપના ધારાસભ્યો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. આ સમગ્ર મુદ્દે PNB ફ્રોડ અને નીરવ મોદી દ્વારા દેશ છોડીને ભાગ જવાના મામલે જનતાનું ધ્યાન ભટકાવવા માટે ઉઠાવવામાં આવ્યો છે."

   - તેઓએ વધુમાં લખ્યું કે તેમના મતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક ઉમદા અને ઈમાનદાર વ્યક્તિ છે.

   નીરવ મોદી દાવોસમાં સામેલ થયાં તે અંગે પણ ઉઠાવ્યાં હતા સવાલ

   - શત્રુઘ્ન સિન્હાએ મંગળવારે પણ નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. તેઓએ દાવોસમાં પીએમની સાથે નીરવ મોદીએ એક મંચ પર જોવા મળતાં સવાલો ઉઠાવ્યાં હતા.

   - તેઓએ કહ્યું હતું કે, "પટના યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં સિક્યોરિટીએ મને તેવું કહીને મંચ પર જવાથી રોક્યા હતા કે મારું અને યશવંત સિન્હાનું નામ PMO દ્વારા આપવામાં આવેલા લિસ્ટમાં નથી."

   - "PMOએ નીરવ મોદી અને વડાપ્રધાન એક મંચ પર જોવા મળ્યાં તો કહ્યું કે તેઓને ભારત સરકાર તરફથી બોલાવવામાં આવ્યા ન હતા. તો જ્યારે નીરવ મોદી પીએમની સાથે મંચ પર હતા ત્યારે PMO શું કરી રહ્યું હતું? શું PMO સૂઈ રહ્યું હતું?"

   આપના બે ધારાસભ્યોની ધરપકડ

   - મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે રાતે પોતાના ઘરે કેટલીક યોજનાઓ પર ચર્ચા કરવા માટે એક મીટિંગ બોલાવી હતી. તેમાં ચીફ સેક્રેટરી પણ સામેલ થયા. આરોપ છે કે આ દરમિયાન ધારાસભ્યોએ ચીફ સેક્રેટરી સાથે ગેરવર્તણૂંક કરી. તેમને ધક્કો મારવા સાથે થપ્પડ મારી દીધો અને સીએસ માટે અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો. તે પછી સીએસની ફરિયાદ પર દેવલી ધારાસભ્ય પ્રકાશ જારવાલ સહિત ઓખલા ધારાસભ્ય અમાનતુલ્લા અને અન્ય ધારાસભ્યો વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો.

   - આ મામલે દિલ્હી પોલીસે ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને ધારાસભ્ય પ્રકાશ જારવાલની ધરપકડ કરી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Shatrghna Sinha says BJP trying to divert attention from PNB fraud by Delhi CS case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `