ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Shashi Tharoor said congress has fund shortage will get it from public come back in 2019

  કોંગ્રેસ પાસે ચૂંટણીફંડની અછત, જનતા પાસેથી ભેગા કરી 2019માં પાછી આવશે: થરૂર

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 10:36 AM IST

  શશિ થરૂરે શુક્રવારે કહ્યું કે બીજેપી સત્તામાં છે, એટલે તેમને વધુ ડોનેશન મળી રહ્યું છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: કોંગ્રેસ હાલના દિવસોમાં આર્થિક તંગી સામે ઝઝૂમી રહી છે. 5 મહિનાથી સંગઠને ઘણા રાજ્યોના યુનિટને ઓફિસનો ખર્ચ ચલાવવા માટે ફંડ નથી આપ્યું. 2019ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીની સામે આવેલા આ સંકટ પર શશિ થરૂરે શુક્રવારે કહ્યું કે બીજેપી સત્તામાં છે, એટલે તેમને વધુ ડોનેશન મળી રહ્યું છે. બાકી વિપક્ષી દળો પાસે ફંડ ઓછું થઇ ગયું છે. અમે જનતા પાસેથી ફાળો ભેગો કરીશું અને તેનાથી ફરી કોંગ્રસ પાછી આવશે. બીજી બાજુ, થરૂરની સલાહ પર કોંગ્રેસે ટ્વિટર પર ડોનેશન માટે એક ફોર્મની લિંક પણ શેર કરી છે.

   કર્ણાટકમાં ઉમેદવારોએ પોતાના ખર્ચે ચૂંટણી લડી

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, શશિ થરૂરે કહ્યું, "તેમાં કોઇ શંકા નથી કે બીજેપી પાસે ઘણી પાર્ટીઓમાંથી ડોનેશન આવે છે. કારણકે, પૈસા તેમને જ મળે છે જેઓ સત્તામાં હોય છે. તેનું પરિણામ એ આવ્યું કે ઘણા વિપક્ષી દળો, ખાસ કરીને રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસ પાસે ફંડની અછત થઇ ગઇ છે."

   - "કર્ણાટકમાં અમારા મોટાભાગના ઉમેદવારોએ પોતાના ખર્ચે ચૂંટણી લડી. એક મામલામાં અમે જનતા પાસેથી ડોનેશન મેળવવાનો પ્રયાસ કર્યો, જે સફળ રહ્યો. બની શકે કે તેનો ઉપયોગ સામાન્ય ચૂંટણીમાં પણ કરવામાં આવે. કેરળમાં પણ અમે પ્રવાસ કરીને ફંડ ભેગું કરવામાં સફળ રહ્યા. તેનાથી દેશમાં ફરી અમે પાછા આવીશું."

   ટ્વિટર પર લોકો પાસેથી ડોનેશન માંગી રહી છે કોંગ્રેસ

   - ફંડની અછતને દૂર કરવા માટે કોંગ્રેસ જનતા પાસે સહયોગની અપીલ કરી. કોંગ્રેસે ટ્વિટર દ્વારા ડોનેશન ફોર્મની લિંક શેર કરી છે.

   - બુધવારે થરૂરે એક મીડિયા રિપોર્ટનો હવાલો આપીને ટ્વિટ કરીને આ વાતનું સૂચન આપ્યું હતું. કોંગ્રેસે ડોનેશન ફોર્મમાં 250 રૂપિયાથી લઇને 10 હજાર સુધીના ડોનેશનનો વિકલ્પ લોકોને આપ્યો છે.

   કોંગ્રેસના ફંડિંગમાં ઉદ્યોગપતિઓની હિસ્સેદારી ખતમ થઇ રહી છે

   - બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, કોંગ્રેસના ફંડિંગમાં મોટી હિસ્સેદારી ઉદ્યોગપતિઓની છે જે ધીમે-ધીમે ખતમ થઇ રહી છે. 2013માં કોંગ્રેસ પાસે 15 રાજ્યો હતા, પરંતુ હવે તેની પાસે ફક્ત 2 મોટા રાજ્યો છે. જ્યારે બીજેપી અને એનડીએ 20 રાજ્યોમાં શાસન કરી રહ્યા છે અને આગામી સામાન્ય ચૂંટણી પહેલા પણ મોદી દેશના સૌથી વધુ લોકપ્રિય નેતા બન્યા છે.

   - બીજી બાજુ કોંગ્રેસની સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિવ્ય સ્પંદને કહ્યું હતું કે અમારી પાસે પૈસા નથી. બીજેપીની સરખામણીએ અમારી પાસે ઇલેક્ટોરલ બોન્ડ્સથી ફંડ ઓછું આવી રહ્યું છે. જેના કારણે કોંગ્રેસને ફંડ માટે ઓનલાઇન સોર્સ પર વધુ નિર્ભર રહેવું પડે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Shashi Tharoor said congress has fund shortage will get it from public come back in 2019
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `