ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Sharmishtha Mukherjee disliked that father Pranab Mukherjee participating in RSS Function

  શર્મિષ્ઠાએ પિતા પ્રણવને કહ્યું- તમે ખોટા સમાચારો ફેલાવવાનો મોકો આપ્યો

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 10:58 AM IST

  શર્મિષ્ઠા મુખર્જીએ એ સમાચારોનું ખંડન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ બીજેપીમાં સામેલ થઇ શકે છે
  • શર્મિષ્ઠાએ પિતા પ્રણવને કહ્યું- તમે ખોટા સમાચારો ફેલાવવાનો મોકો આપ્યો
   શર્મિષ્ઠાએ પિતા પ્રણવને કહ્યું- તમે ખોટા સમાચારો ફેલાવવાનો મોકો આપ્યો

   નાગપુર/નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુરૂવારે સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દીક્ષાંત સમારોહમાં સામેલ થશે. તેને ધ્યાને લઈ તેઓ બુધવારે સાંજે નાગપુર પહોંચી ગયા છે. આ દરમિયાન તેમની દીકરી અને કોંગ્રેસી નેતા શર્મિષ્ઠા મુખર્જીએ એ સમાચારોનું ખંડન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ બીજેપીમાં સામેલ થઇ શકે છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું- આશા છે કે આજની ઘટનાથી પ્રણવ મુખર્જીને અહેસાસ થઇ ગયો હશે કે બીજેપીનું ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસના આશરે 30 નેતા પણ પ્રણવને પત્ર લખીને આરએસએસના કાર્યક્રમમાં નહીં જવાની અપીલ કરી ચૂક્યા છે.

   'બીજેપી-આરએસએસને અફવાઓ ફેલાવવાનો સંપૂર્ણ મોકો આપી રહ્યા છો'

   - શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું, "આરએસએસ પણ નથી માનતું કે તમે ભાષણમાં તેમની વિચારધારાના વખાણ કરશો, પરંતુ વાતો ભૂલાવી દેવામાં આવશે. રહેશે તો ફક્ત ફોટો, જે ખોટાં નિવેદનો સાથે પ્રકાશિત કરવામાં આવશે. નાગપુર જઇને તમે બીજેપી-આરએસએસને ખોટાં સમાચારો પ્લાન્ટ કરવા, અફવાઓ ફેલાવવાનો સંપૂર્ણ મોકો આપી રહ્યા છો. આજની ઘટના તો ફક્ત શરૂઆત છે."

   કોંગ્રેસના 30 નેતાઓએ કાર્યક્રમમાં ભાગ ન લેવાની કરી હતી અપીલ


   - આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 708 સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. તેમાં ડોક્ટર્સ, આઈટી એક્સપર્ટ, એન્જિનિયર, પત્રકાર, ખેડૂતો અને વિવિધ વર્ગનો યુવા વર્ગ સામેલ થશે. તેમની ઉંમર 25થી 30 વર્ષની છે.
   - જોકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદંબરમ, જયરામ રમેશ, સીકે જાફર શરીફ સહિત 30થી વધારે કોંગ્રેસ નેતાઓએ પ્રણવ'ધાને સંઘ કાર્યક્રમમાં ન જવાની અપીલ કરી હતી. આ નેતાઓએ પત્ર અને મીડિયા દ્વારા પ્રણવ મુખરજીને આ કાર્યક્રમથી દૂર રહેવા કહ્યું હતું. નેતાઓનં માનવું છે કે, પ્રણવ મુખરજી આ કાર્યક્રમમાં સામેલ થશે તો સંઘનિ વિચારધારાને વધારે મજબૂતી મળશે.

   આગળની સ્લાઇડમાં વાંચો, શર્મિષ્ઠાએ કરેલું ટ્વિટ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sharmishtha Mukherjee disliked that father Pranab Mukherjee participating in RSS Function
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `