• Gujarati News
  • National
  • Sharad Pawar Blame On Government On Rafale Deal, Akhilesh Not With Rahul Gandhi On Rafale Deal

રાફેલ/ અખિલેશ રાહુલ સાથે સહમત નથી, શરદ પવારે સરકાર પર લગાવ્યા નવા આરોપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોદી સરકારને શુક્રવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે, સુપ્રીમે રાફેલ વિરુદ્ધની દરેક અરજી ફગાવી

 

નવી દિલ્હી: રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ખૂબ મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કોર્ટની દેખરેખમાં રાફેલ ડીલની તપાસ મામલે કરવામાં આવેલી દરેક અરજી નકારી કાઢી છે. કોર્ટે કહ્યું છે કે, રાફેલ વિમાન ખરીદીની પ્રક્રિયામાં કોઈ શંકા નથી. કોર્ટના આ નિર્ણય પછી બીજેપીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. બીજેપીએ આજે દિલ્હીમાં રેલી કરીને રાહુલ ગાંધી દેશ પાસે માફી માંગે તેવી નારેબાજી કરી છે. જ્યારે બીજી બાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ કોર્ટના નિર્ણયને સાચો ગણાવ્યો છે. પરંતુ એનસીપી પ્રેસિડન્ટ શરદ પવારે કોર્ટના ચુકાદા પછી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

 

રાફેલ મુદ્દે અખિલેશ રાહુલની સાથે નથી

 

રાફેલ મુદ્દે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે અપ્રત્યક્ષ રીતે કોંગ્રેસ વિરુદ્ધ જઈને કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય અંતિમ હોય છે. તેમના નિર્ણય વિરુદ્ધ ટીપ્પણી કરવી યોગ્ય નથી. રાફેલ ડીલ કેસની તપાસ કોંગ્રેસની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને આપવા વિશે અખિલેશે કહ્યું છે કે, જો આ કેસ સુપ્રીમ કોર્ટમાં ન ગયો હોત તો જેપીસીને આપી શકાય પરંતુ એક વાર સુપ્રીમનો નિર્ણય આવી ગયા પછી જેપીસીમાં કેસની તપાસની માગણી કરવી યોગ્ય નથી. સુપ્રીમ તો સુપ્રીમ હોય છે.   

 

શું કહ્યું શરદ પવારે?

 

એનસીપી પ્રેસિડન્ટ શરદ પવારે રાફેલ ડીલ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય તે માહિતી પર આધારિત છે જે સરકારે તેમને આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, કેગએ ડીલનું અધ્યયન કર્યું છે અને પીએસીએ મંજૂરી આપી છે. હકીકતમાં આ વાત સાચી નથી. 

 

સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો છે?

સુપ્રીમ કોર્ટે શુક્રવારે તેમના નિર્ણયમાં 3 મહત્વની વાતો કરી છે. 


1) આવા કેસમાં ન્યાયિક સમીક્ષાના કોઈ નિયમો નક્કી નથી. રાફેલ સોદાની પ્રક્રિયામાં કોઈ કમી નથી. 36 વિમાન ખરીદવાના નિર્ણયમાં સવાલ ઉભા કરવા ખોટી વાત છે.
2) રિલાયન્સ ઓફસેટને પસંદ કરવામાં કોઈ કોમર્શિયલ ફેવર કે પક્ષપાતના પૂરાવા મળ્યા નથી. દેશ ફાઈટર એરક્રાફ્ટની તૈયારીમાં કોઈ કમીને સહન કરી શકે નહીં.
3) અમુક લોકોની ધારણાના આધારે કોર્ટ કોઈ ચુકાદો ન આપી શકે. તેથી દરેક અરજી નકારી દેવામાં આવે છે. 

અન્ય સમાચારો પણ છે...