Divya Bhaskar

Home » National News » Latest News » National » શંકારાચાર્યનો BJP-RSS પર હુમલો: swaroopandanda saraswati attack on BJP-RSS

શંકારાચાર્યનો BJP-RSS પર હુમલો: કહ્યું- ભાગવતે હિન્દુત્વને કર્યું નુકસાન

Divyabhaskar.com | Updated - May 03, 2018, 10:45 AM

શંકરાચાર્યએ કહ્યું છે કે, આ એક આશ્ચર્યજનક વાત છે કે, ચીફ મોહન ભાગવત હિન્દુત્વ વિશે કશું જાણતા નથી

  • શંકારાચાર્યનો BJP-RSS પર હુમલો: swaroopandanda saraswati attack on BJP-RSS
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શંકરાચાર્યએ મોહન ભાગવત પર કર્યા આકરા પ્રહાર

    નવી દિલ્હી: શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત પર સીધો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી આરએસએસ અને મોહન ભાગવતના કારણે હિન્દુત્વને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે. મોહન ભાગવત પર આકરા પ્રહાર કરતા શંકરાચાર્યએ કહ્યું છે કે, આ એક આશ્ચર્યજનક વાત છે કે, ચીફ મોહન ભાગવત હિન્દુત્વ વિશે કશું જાણતા નથી.

    મીડિયા સાથે વાત કરતા શંકરાચાર્યએ કહ્યું કે, ભાગવત કહે છે કે, હિન્દુઓમાં લગ્ન એક સમજૂતી હોય છે, જ્યારે આ તો આખા જીવનનો સાથ હોય છે. ભાગવત કહે છે કે, જેનો જન્મ ભારતમાં થયો છે તે હિન્દુ છે. તો શું ઈંગ્લેન્ડ અને અમેરિકામાં હિન્દુ માતા-પિતાથી જન્મ લેનારા બાળકોને શું કહીશું?

    બીફ મામલે બીજેપનો ખોટો દેખાડો


    - બીફ વિવાદના એક સવાલના જવાબમાં શંકરાચાર્યએ કહ્યું છે કે, બીજેપીના નેતાઓ બીફનો સૌથી વધારે આયાત કરે છે. તેમણે આ મામલે બીજેપીનું ડબલ સ્ટાર્ન્ડર્ડ છે. જે અંતર્ગત પાર્ટી ગૌહત્યાનો વિરોધ કરે છે અને બીજી બાજુ બીફની સૌથી વધારે આયાત કરીને ભારતની છબી પણ બગાડે છે.

    બીજેપીએ કેટલા વાયદા પૂરા કર્યા


    - શંકરાચાર્યએ એવો પણ સલાલ ઊભો કર્યો છે કે, બીજેપીએ દેશને કરેલા વાયદાઓમાંથી કેટલા પૂરા કર્યા છે? શું કાશ્મીરમાં આર્ટિકલ 370 પૂરી કરવામાં આવી? શું ભારચના યુવાનોને રોજગારી આપવામાં આવી? શું પીએમના વાયદા પ્રમાણે ભારતના ગરીબોના ખાતામાં 15-15 લાખ આવ્યા છે? શું અયોઘ્યામાં રામ મંદિર બની ગયું? શંકરાચાર્યના જણાવ્યા પ્રમાણે આ સવાલોના જવાબ આપવામાં મોદી સહિત તમામ નેતાઓ નિષ્ફળ રહ્યા છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • શંકારાચાર્યનો BJP-RSS પર હુમલો: swaroopandanda saraswati attack on BJP-RSS
    શંકરાચાર્યએ કહ્યું છે કે, આ એક આશ્ચર્યજનક વાત છે કે, ચીફ મોહન ભાગવત હિન્દુત્વ વિશે કશું જાણતા નથી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending