ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» દિવ્યાંગોને કિડનેપ કરી મંગાવતા હતા ભીખ| Shameful Action Of Police in Jaipur Rajasthan

  દિવ્યાંગોને કિડનેપ કરી મંગાવતા હતા ભીખ, આ રીતે ખુલ્યું કૌભાંડ

  divyabhaskar.com | Last Modified - Jun 03, 2018, 10:11 AM IST

  પોલીસની શર્મનાક કાર્યવાહી, હાથમાં આવેલા આરોપીને છોડી દીધો
  • આ દિવ્યાંગને આરોપીની ચુંગલમાંથી છોડાવવામાં આવ્યો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ દિવ્યાંગને આરોપીની ચુંગલમાંથી છોડાવવામાં આવ્યો

   જયપુર: પોલીસની બેદરકારીના કારણે માનસિક રીતે અસ્થિર અને દિવ્યાંગ લોકોના અપહરણ કરીને શહેરમાં ભીખ મંગાવનાર આરોપી ભાગી ગયો છે. આટલું જ નહીં આરોપી વિ ખુલાસો કરનાર કાનપુરના દિવ્યાંગ મોહમ્મદ અલીએ જણાવ્યું કે, તેણે 28મેના રોજ પોલીસને માસ્ટરમાઈન્ડ ગુલાબ અને તેના સાથી વિશે માહિતી આપી હતી. તે દિવસ માસ્ટરમાઈન્ડ સહિત 20 લોકોને કોતવાલી પોલીસ 22 ગોદામ પુલિયા પાસે પકડીને લઈ આવી હતી. પકડાયેલા લોકોએ અપહરણનો ગુનો કબુલ પણ કરી લીધો હતો. નવાઈની વાત તો એ છે કે પૂછપરછ પછી પોલીસે બધા પીડિત દિવ્યાંગોને તેમને જ સોંપી દીધા હતા જેમના પર અપહરણ અને ભીખ માગવાનો આરોપ હતો. તેમની પાસેથી લાખો રૂપિયાના સિક્કા, નોટ અને મોબાઈલ મળી આવ્યા હતા.

   અલીએ કર્યો સમગ્ર ખુલાસો

   - અલી કાનપુરમાં એક લારી ચલાવતો હતો. અમુક લોકો ત્યાંથી તેનું અપહરણ કરીને તેને જયપુર લઈ ગયા હતા. ત્યાં તેઓ અલી પાસે ભીખ મંગાવતા હતા. અલીએ જણાવ્યું કે, આરોપી વિશે કોઈને કઈ પણ કહેતા તો એ લોકો આંગળીઓ કાપી નાખતા હતા. અપહરણના 10-15 દિવસ પછી તેઓ ભીખ મંગાવાનું શરૂ કરી દેતા હતા. વ્હીલ ચેરને ધક્કો મારવા માટે તેઓ અલગથી 300 રૂપિયામાં કોઈ બાળક રાખતા હતા. મારુ અપહરણ કર્યું ત્યારે અન્ય 40-45 લોકોને પણ બંધક બનાવ્યા હતા.

   સિટી હીરો રફીકની સજાગતાથી અલીને છોડાવ્યો

   - જયપુરના સંસાર ચંદ રોડ મુકંદગઢ હાઉસમાં રહેતા રફીક ખાનને 28મેના રોજ તોપખાના હજુરી દરબાર સ્કૂલ પાસે ભીખ માગતા દિવ્યાંગને જોયો હતો. તેને વ્હીલ ચેર પર બાંધવામાં આવ્યો હતો અને એક સગીર છોકરો તેની વ્હીલચેરને ધક્કો મારી રહ્યો હતો. શંકા જતા રફીકે તેની સાથે વાત કરી તો તેણે સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારપછી રફીકે વીડિયો બનાવીને ફેસબુક પર અપલોડ કર્યો. વીડિયો વાયરલ થતા કાનપુરમાં પરિવારજનોએ જયપુર કોન્ટેક્ટ પણ કર્યો હતો.

   ઈન્સપેક્ટરે કહ્યું - પીડિત તેના ઘરે પહોંચી ગયો છે, આરોપીઓ વિરુદ્ધ પુરાવા મળ્યા નથી

   કોતવાલી પોલીસ ઈન્સપેક્ટર અશોક ખત્રીએ અપહરણની વાતનો ખુલાસો કરતા કહ્યું કે, પીડિત દિવ્યાંગ અલી કાનપુર તેના ઘરે પહોંચી ગયો છે. કાનપુરમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ઘણાં બધા લોકોની પૂછપરછ કરી પરંતુ આરોપી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી.

  • જયપુરમાં રહેતા રફીકે કર્યો સમગ્ર ઘટનાનો ખુલાસો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપુરમાં રહેતા રફીકે કર્યો સમગ્ર ઘટનાનો ખુલાસો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દિવ્યાંગોને કિડનેપ કરી મંગાવતા હતા ભીખ| Shameful Action Of Police in Jaipur Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `