Home » National News » Desh » Sewak Vinayak of Bhaiyuji Maharaj made contender of 200 cr property after his suicide

સેવકને બનાવ્યો 200 કરોડની સંપત્તિનો દાવેદાર, 21 વર્ષ પહેલા ભૈયુજીના દર્શન માટે આવેલો

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 03:41 PM

સુસાઇડ નોટમાં દીકરીના નામનો ઉલ્લેખ નહીં કરીને સેવક વિનાયક દુધાડેને તમામ દેખરેખની જવાબદારી સોંપી

 • Sewak Vinayak of Bhaiyuji Maharaj made contender of 200 cr property after his suicide
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈયુજી મહારાજના સેવાદાર વિનાયક દુધાડે (ડાબે), બીજી પત્ની આયુષી સાથે ભૈયુજી મહારાજ (જમણે)

  ઇંદોર: પોતાને ગોળી મારીને આત્મહત્યા કરનાર સંત ભૈયુજી મહારાજ બુધવારે પંચતત્વમાં વિલીન થઇ ગયા. સાંજે 4 વાગે ઇંદોરના વિજયનગર સ્થિત મુક્તિધામમાં દીકરી કુહૂએ તેમને મુખાગ્નિ આપ્યો. સંત ભૈયુજી મહારાજની આત્મહત્યામાં પત્ની ડૉ. આયુષી અને દીકરી કુહૂની વચ્ચે ચાલી રહેલો વિવાદ જ અત્યાર સુધી મુખ્ય કારણ તરીકે સામે આવી રહ્યો છે. છતાં પણ પોલીસ ઘણા એન્ગલ પર તપાસ કરી રહી છે. ભૈયુજી મહારાજે સુસાઇડ નોટમાં દીકરીના નામનો ઉલ્લેખ નહીં કરીને સેવક વિનાયક દુધાડેને તમામ દેખરેખની જવાબદારી સોંપી છે. જો તેવું થાય તો, વિનાયક 200 કરોડની સંપત્તિનો માલિક બની શકે છે.

  200 કરોડની સંપત્તિનો માલિક હશે સેવક

  - ભૈયુજી મહારાજના શ્રી સદગુરુ દત્ત ધાર્મિક તેમજ પારમાર્થિક ટ્રસ્ટની દેશભરમાં 200 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

  - જો સેવક વિનાયકને તેનો ઉત્તરાધિકારી બનાવવામાં આવે છે તો તે 200 કરોડની સંપત્તિનો માલિક થઇ જશે.
  - ભૈયુ મહારાજના મહારાષ્ટ્રમાં 20થી વધુ કેન્દ્રો છે. જ્યારે, ઇંદોરમાં સુખલિયા સ્થિત સર્વોદય આશ્રમ સહિત મહારાજના બે ઘર છે.
  - 10થી વધુ લક્ઝરી ગાડીઓ છે. ઉલ્લેખનીય છે કે ભૈયુજી મહારાજે મંગળવારે પોતાના ઘરમાં જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

  આ પણ વાંચો: સુસાઇડના 5 દિવસ પહેલા ભૈયુજીએ સેલિબ્રેટ કર્યો'તો પત્નીનો બર્થડે, ચહેરા પર દેખાતો હતો તણાવ

  સુસાઇડ નોટમાં વિનાયકનું જ નામ કેમ?

  - ભૈયુજી મહારાજે સુસાઇડ નોટમાં દીકરીના નામનો ઉલ્લેખ નહીં કરીને સેવક વિનાયક દુધાડેને જ કેમ સર્વેસર્વા જણાવ્યો? કારણકે સુસાઇડ નોટમાં મહારાજે વિનાયકને જ તમામ દેખરેખ કરવાની વાત લખી હતી.

  - કેટલાંક વર્ષોથી અહીંયા જોડાયેલા વિનાયકનું આટલા ખાસ થઇ જવાનું શું કારણ છે? પત્ની સાથે સંબંધોમાં કડવાશ ન હતી તો તેને પણ સંપત્તિ અને વ્યાવસાયિક મામલાઓની જવાબદારી કેમ આપવામાં ન આવી? આ બધા પાછળ શું કોઇ ષડ્યંત્ર છે?
  - એવામાં કુહૂ, આયુષી અને વિનાયક જ આ સવાલોના ઘેરાવામાં જોવા મળી રહ્યા છે. પોલીસે મંગળવારે રાતે 9થી બુધવારે સવારે 6 વાગ્યા સુધી આયુષી સહિત ઘરમાં રહેતા સાત લોકોના નિવેદન લીધા છે.
  - ઘરના તમામ કોમ્પ્યુટર, ગેજેટ્સ અને મોબાઈલ પણ જપ્ત કર્યા.

  21 વર્ષ પહેલા દર્શન કરવા આવેલો વિનાયક હવે કરોડોની સંપત્તિનો દાવેદાર

  - ભૈયુજી મહારાજના શ્રી સદગુરુ દત્ત ધાર્મિક તેમજ પારમાર્થિક ટ્રસ્ટની દેશભરમાં કરોડોની સંપત્તિ જણાવવામાં આવી રહી છે.

  - ટ્રસ્ટમાં 11 ટ્રસ્ટી અને 700થી વધુ આજીવન સભ્યો છે, જેમાં 95%થી વધુ મહારાષ્ટ્રના છે. અધ્યક્ષ શુજાલપુરના દિલીપ દેશમુખ છે.
  - સચિવ ઇંદોરના તુષાર પાટિલ છે, જે આખા ટ્રસ્ટની ગતિવિધિઓ જુએ છે. ઉપરાંત, મહારાજે સુસાઇડ નોટમાં જે વિનાયકને પોતાનો ઉત્તરાધિકારી જણાવ્યો છે, તે પણ ટ્રસ્ટી છે.
  - વિનાયક 1996માં એટલે કે 21 વર્ષ પહેલા આશ્રમમાં ભૈયુજી મહારાજના દર્શન કરવા આવ્યો હતો.
  - ત્રણ કલાક રાહ જોયા બાદ મહારાજને મળીને એટલો પ્રભાવિત થયો કે આશ્રમનો નિયમિત સેવક બની ગયો. મહારાજની માતાનું ધ્યાન તે જ રાખતો હતો.

  મહિલા બોલી- મને અને દીકરાને મળવા બોલાવ્યા હતા

  - પોતાના સ્વીટ્સ રેસ્ટોરાંના સીસીટીવી ફૂટેજમાં ભૈયુજી મહારાજની સાથે જોવા મળેલી મહિલા સાથે ભાસ્કરે વાતચીત કરી.

  - તેમણે જણાવ્યું કે મારો દીકરો અને કૂહુ 12મું ધોરણ સાથે ભણ્યા. દીકરો ભણવા માટે લંડન જઇ રહ્યો છે.
  - કૂહુ પણ ત્યાં જવાનો પ્લાન કરી ચૂકી હતી. મહારાજને મારા પણ જવાની જાણ થઇ તો તેમણે વિચાર્યું હું કૂહુનું પણ ધ્યાન રાખું.
  - સોમવારે તે સેંધવાથી પાછા ફરી રહ્યા હતા તો તેમણે મારા દીકરાને કોલ કરીને તેને અને મને રેસ્ટોરાંમાં મળવા માટે બોલાવ્યા હતા.

  મહારાજને દીકરીને નહીં મળવા દેવાનું કાવતરું હતું?

  - સૂત્રોનું કહેવું છે કે મહારાજને દીકરીને નહીં મળવા દેવાના કાવતરાની વાત પણ સામે આવી શકે છે.

  - મહારાજ સોમવારે દીકરીને મળવા માટે પુના રવાના થઇ ચૂક્યા હતા, પરંતુ અડધે રસ્તેથી જ પાછા ફરી ગયા.
  - એવામાં સવાલો ઉઠી રહ્યા છે કે કોઇએ આવું કાવતરું તો નથી ઘડ્યું ને કે જેથી તેઓ દીકરીને મળી જ ન શકે.
  - બીજી બાજુ મહારાજની બંને સુસાઇડ નોટની વાત ખોટી નીકળી છે. સુસાઇડ નોટ તેમણે એક જ પેનથી પોકેટ ડાયરીમાં લખી, જેને પોલીસે જપ્ત કરી.

  સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

 • Sewak Vinayak of Bhaiyuji Maharaj made contender of 200 cr property after his suicide
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈયુ મહારાજની દીકરી કૂહુ અને પત્ની આયુષી
 • Sewak Vinayak of Bhaiyuji Maharaj made contender of 200 cr property after his suicide
  ભૈયુ મહારાજ અને પત્ની આયુષી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ