લગ્નનો ઉત્સાહ ફેરવાયો માતમમાં, વરરાજાના 7 મિત્રોનું થયું દર્દનાક મોત

સ્ટુડન્ટ્સ પોતાના મિત્રના ભાઈની જાનમાં સામેલ થયા બાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે થયો આ અકસ્માત

divyabhaskar.com | Updated - Mar 09, 2018, 01:40 PM
સાત લોકોના ઘટના સ્થળે મોત
સાત લોકોના ઘટના સ્થળે મોત

બિહારના મુજફ્ફરપુરમાં બુધવાર મોડી રાત્રે એક માર્ગ દુર્ઘટનામાં 7 સ્કૂલના સ્ટુડન્ટના મોત થયા. 5 સ્ટુડન્ટનું મોત ઘટનાસ્થળે અને બેનું મોત સારવાર દરમિયાન થયું. દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા.

મુજફ્ફરપુરઃ બિહારના મુજફ્ફરપુરમાં બુધવાર મોડી રાત્રે એક માર્ગ દુર્ઘટનામાં 7 સ્કૂલના સ્ટુડન્ટના મોત થયા. 5 સ્ટુડન્ટનું મોત ઘટનાસ્થળે અને બેનું મોત સારવાર દરમિયાન થયું. દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા. તમામ સ્ટુડન્ટ્સ પોતાના મિત્રના ભાઈની જાનમાં સામેલ થયા બાદ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો. દુર્ઘટનાનું કારણ જીપના ડ્રાઇવરને ઝોકું આવવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઓઇલ ટેન્કરે મારી ટક્કર


- પાલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ, બુધવાર રાત્રે સકરા વિસ્તારની મછહી ગામમાં જાન આવી હતી. પ્રસંગમાં સામેલ થઈને કેટલાક સ્ટુડન્ટ્સ ગાડીથી પરત ફર્યા હતા.
- રાત્રે લગભગ 1 વાગ્યે NH-28 પર ફુલ સ્પીડે આવતા ઓઇલ ટેન્કરે ગાડીને ટક્કર મારી દીધી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીને ખાસું નુકસાન થયું. માર્યા ગયેલા સ્ટુડન્ટ્સ પોતાના મિત્રના ભાઈના લગ્નમાં સામેલ થયા આવ્યા હતા.
- જિલ્લા પ્રશાસને માર્યા ગયેલા સ્ટુડન્ટ્સના પરિજનોને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

ડ્રાઈવરનું ઝોકું ખાવું હોઈ શકે છે દુર્ઘટનાનું કારણ


- મળતી જાણકારી મુજબ, પેસેન્જર કારના ડ્રાઇવરને ઝોંકા આવી રહ્યા હતા, જેના કારણે તેણે સામેથી આવી રહેલા ફુલ સ્પીડ ઓઇલ ટેન્કરને સમયસર ન જોયું.
- દુર્ઘટના બાદ લગ્નનો ઉલ્લાસ માતમમાં ફેરવાઈ ગયો. જાનમાં સામેલ લોકો હોસ્પિટલ પહોંચવા લાગ્યા.
- મૃતક સ્ટુડન્ટ્સના નામ રોશન કુમાર, સંજીવ કુમાર, સુકેશ કુમાર, રાજીવ રામ અને સંજીત કુમાર છે. બે ઘાયલોના મોત એસકેએમસીએચમાં સારવાર દરમિયાન થયા.

આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત વધુ તસવીરો

મિત્રના ભાઈની જાનમાંથી આવતી વખતે થયો અકસ્માત
મિત્રના ભાઈની જાનમાંથી આવતી વખતે થયો અકસ્માત
એક્સિડન્ટમાં ગયા સાતના જીવ
એક્સિડન્ટમાં ગયા સાતના જીવ
Seven school children died in a fierce road accident
X
સાત લોકોના ઘટના સ્થળે મોતસાત લોકોના ઘટના સ્થળે મોત
મિત્રના ભાઈની જાનમાંથી આવતી વખતે થયો અકસ્માતમિત્રના ભાઈની જાનમાંથી આવતી વખતે થયો અકસ્માત
એક્સિડન્ટમાં ગયા સાતના જીવએક્સિડન્ટમાં ગયા સાતના જીવ
Seven school children died in a fierce road accident
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App