1

Divya Bhaskar

Home » National News » Latest News » National » સલમાનની જામીન પહેલાં સજા સંભળાવનાર જજને મળ્યા સેશન્સ કોર્ટના જજ| Session court judge meets with CJM court judge

સલમાનને સજા - જામીન આપનારા બંને જજ વચ્ચે બંધ બારણે શું થયું હતું?

Divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 12:00 AM IST

જજ દેવ કુમાર ખત્રીએ સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં પાંચ વર્ષની જેલની સજા આપી છે

  • સલમાનની જામીન પહેલાં સજા સંભળાવનાર જજને મળ્યા સેશન્સ કોર્ટના જજ| Session court judge meets with CJM court judge
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા આપવામાં આવી છે

    જોધપુરઃ સલમાન ખાનની જામીન પર જોધપુર સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર કુમાર જોશીએ તમામ પક્ષોની દલીલો સાંભળી અને સુનાવણી પૂરી કર્યા બાદ બપોરે 3 વાગ્યે જામીન મંજૂર કર્યા હતા. જામીન મંજૂર થતા સલમાનને મોટી રાહત મળી છે. આ બધા વચ્ચે પરંતુ મીડિયા અહેવાલો મુજબ, શનિવારે જામીન પર સુનાવણીના થોડા સમય પહેલા જ જજ રવિન્દ્ર કુમાર જોશીએ સલમાનને સજા ફટકારનારા CJM કોર્ટના જજ દેવ કુમાર ખત્રી સાથે મુલાકાત કરી હતી.

    બંનેની મુલાકાતથી ઊભા થયા સવાલ?


    - હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે બંને જજોની વચ્ચે શું વાતચીત થઈ?
    - સેશન કોર્ટના જજ રવિન્દ્ર કુમાર સજા ફટકારનારા જજ દેવકુમાર ખત્રી પાસેથી શું જાણવા માંગતા હતા?


    બંને જજોએ 16-17 મિનિટ કરી વાત, આસિસટન્ટ હતા હાજર


    - મીડિયા અહેવાલો મુજબ, શનિવાર સવારે લગભગ 10 વાગ્યે સલમાનને સજા સંભળાવનારા CJM કોર્ટના જજ દેવકુમાર ખત્રી સેશન કોર્ટના જજ રવિન્દ્રકુમાર જોશીની કેબિનમાં પહોંચ્યા.
    - બંને જજોની સાથે તેમના આસિસ્ટન્ટ પણ હાજર હતા, બંને જજોની વચ્ચે આ મુલાકાત લગભગ 16-17 મિનિટ સુધી ચાલી.

    દેવ કુમાર ખત્રીને પણ પ્રમોશન સાથે થઈ છે બદલી


    - સેશન કોર્ટના જજને મળ્યા બાદ CJM કોર્ટના જજ ખત્રી સવારે લગભગ 10.23 મિનિટ પર તેમની કેબિનમાંથી બહાર આવ્યા.
    - ઉલ્લેખનીય છે કે દેવ કુમાર ખત્રીનું પણ પ્રમોશન થઈ ગયું છે, જોકે, અત્યારે તેમને ટ્રાન્સફર ઓર્ડરની કોપી નથી મળી.
    - દેવ કુમાર ખત્રીની જગ્યાએ જોધપુરના CJM કોર્ટના પદે સમરેન્દ્રસિંહ સિખરવારની નિયુક્તિ થઈ છે.

    શુક્રવાર રાત્રે બંને જજોની થઈ ટ્રાન્સફર, મુલાકાતને લઈ અનેક સવાલ


    - સામાન્ય રીતે એવું ક્યારેક જ થતું હોય છે કે ઉપરી કોર્ટના જજ કોઈ મામલામાં સુનાવણી કરતી વઅતે નિચલી કોર્ટના જજ સાથે મુલાકાત કરી હોય.
    - બંને જજોની મુલાકાત એટલા માટે પણ ચોંકાવે છે કારણ કે ગઈકાલ રાત્રે બંને જજોની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • સલમાનની જામીન પહેલાં સજા સંભળાવનાર જજને મળ્યા સેશન્સ કોર્ટના જજ| Session court judge meets with CJM court judge
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર જોશી
  • સલમાનની જામીન પહેલાં સજા સંભળાવનાર જજને મળ્યા સેશન્સ કોર્ટના જજ| Session court judge meets with CJM court judge
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાનને સજા સંભળાવનાર જજ દેવ કુમાર ખત્રી
  • સલમાનની જામીન પહેલાં સજા સંભળાવનાર જજને મળ્યા સેશન્સ કોર્ટના જજ| Session court judge meets with CJM court judge
    સલમાન ખાનના વકીલ

More From National News

Trending