Divya Bhaskar

Home » National News » Latest News » National » કર્ણાટકમાં રૂ. 120 કરોડથી વધુ જપ્ત | Seized more than 120 crores In Karnataka

કર્ણાટકમાં રૂ. 120 કરોડથી વધુ જપ્ત

Divyabhaskar.com | Updated - May 06, 2018, 03:48 AM

કુલ રૂ. 152.78 કરોડની રોકડમાંથી રૂ. 32.54 કરોડ રોકડ વેરિફિકેશન બાદ મુક્ત કરાઈ હતી

  • કર્ણાટકમાં રૂ. 120 કરોડથી વધુ જપ્ત | Seized more than 120 crores In Karnataka

    નવી દિલ્હી: ચૂંટણીપંચ દ્વારા નિયુક્ત સર્વેલન્સ ટીમે ચૂંટણી યોજાવાની છે તે કર્ણાટકમાં રૂ. 120 કરોડથી વધુના મૂલ્યની શંકાસ્પદ રોકડ, દાગીના અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે તેમ એક અધિકારીએ આજે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે રૂ. 26.27 કરોડથી વધુની રોકડ, રૂ. 23.36 કરોડનાં મૂલ્યનો 5 લાખથી વધુ લિટરનો દારૂ, રૂ. 43.17 કરોડના મૂલ્યનું સોનું અને રૂ. 18.57 કરોડના મૂલ્યની અન્ય વસ્તુઓ જેમ કે પ્રેશર કૂકર્સ, સાડી, સીવણ મશીન, ગુટખા, લેપટોપ અને વાહનો સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

    અધિકારીએ જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલી કુલ રૂ. 152.78 કરોડની રોકડમાંથી રૂ. 32.54 કરોડ રોકડ વેરિફિકેશન બાદ મુક્ત કરાઈ હતી. આ આંકડામાં રૂ. 39.80 લાખથી વધુના નાર્કોટિક્સનો પણ સમાવેશ થાય છે. આ વસ્તુઓની જપ્તી પોલીસ અને આવકવેરા વિભાગની ટીમોએ સાથે મળીને કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending