ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Security man at Mahalaxmi Railway station in Mumbai saved girl fell from running train

  ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલી બાળકીનો સુરક્ષાકર્મીએ બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ

  divyabhaskar.com | Last Modified - May 13, 2018, 02:49 PM IST

  MSFના એક સ્ટાફે જાગરૂકતા અને સતર્કતાનો પરિચય આપીને એક 5 વર્ષની બાળકીનો જીવ બચાવી લીધો
  • આ આખા ઘટનાક્રમને ત્યાં પ્લેટફોર્મ પર તહેનાત એક સુરક્ષાકર્મી સચિન પોલ જોઇ રહ્યો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ આખા ઘટનાક્રમને ત્યાં પ્લેટફોર્મ પર તહેનાત એક સુરક્ષાકર્મી સચિન પોલ જોઇ રહ્યો હતો.

   મુંબઈ: અહીંના મહાલક્ષ્મી સ્ટેશન પર એક આશ્ચર્યમાં મૂકે તેવી ઘટના બની છે. જે કોઇએ પણ આ ઘટનાને નજરે જોઇ તે લોકોએ દાંત નીચે આંગળી દબાવી દીધી અને એક સાહસિક સુરક્ષાકર્મીની જબરદસ્ત પ્રશંસા કરી. ઘટના એવી છે કે સ્ટેશન પર તહેનાત MSFના એક સ્ટાફે જાગરૂકતા અને સતર્કતાનો પરિચય આપીને એક 5 વર્ષની બાળકીનો જીવ બચાવી લીધો. આ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે.

   શું છે મામલો

   - આ ઘટના શુક્રવારની છે. મહાલક્ષ્મી સ્ટેશન પર 5 વર્ષની ઇઝરા દિલશાનનો પરિવાર બોરીવલી માટે ટ્રેન પકડવા માટે આવ્યો હતો. આખો પરિવાર તો ટ્રેનમાં ચડી ગયો અને છેલ્લે ઇઝરા ચડવા લાગી.

   - પરંતુ ઇઝરા બરાબર રીતે ચડી શકે તે પહેલા ટ્રેન ચાલવા લાગી અને ઇઝરા પડી ગઇ. ઇઝરા જો ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઇ જાત તો તેનો જીવ જઇ શકતો હતો.
   - જોકે ત્યારે આ આખા ઘટનાક્રમને ત્યાં પ્લેટફોર્મ પર તહેનાત એક સુરક્ષાકર્મી સચિન પોલ જોઇ રહ્યો હતો. સચિને બિલકુલ સમય ગુમાવ્યા વગર ભયંકર ઝડપથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી ઇઝરાને બહાર ખેંચી કાઢી અને તેનો જીવ બચાવી લીધો.
   - આ આખી ઘટના ત્યાં પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ અને અત્યારે આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

   ભોપાલના રેલવે સ્ટેશન પર પણ બની હતી આવી ઘટના

   - એક અઠવાડિયા પહેલા જ મધ્યપ્રદેશના ભોપાલમાં પણ રેલવે સ્ટેશન પર કંઇક આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે RPFના એક જવાને ચાલતી ટ્રેનમાંથી પડી ગયેલા એક યાત્રીનો જીવ બચાવ્યો હતો.

   - ભોપાલ રેલવે સ્ટેશન પર થયેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો. આ ઘટના 6મે ના રોજ બની હતી, જ્યારે ચાલતી ટ્રેનમાંથી એક યાત્રી પડી ગયો હતો.
   - સાબિર કુરૈશી નામનો એક વ્યક્તિ હૈદરાબાદ જતી ટ્રેનમાં ભૂલથી ચડી ગયો હતો. તેને ખ્યાલ આવે કે તે ખોટી ટ્રેનમાં ચડ્યો છે ત્યાં સુધીમાં ટ્રેન ચાલવા માંડી હતી. પરંતુ, સાબિર ચાલુ ટ્રેનમાંથી જ ઉતરવા લાગ્યો અને આ કોશિશમાં તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પડી ગયો.
   - ત્યારે પાસે જ હાજર એક સીઆરપીએફ જવાને ગજબની સ્ફૂર્તિ બતાવીને સમયસર સાબિરને બચાવી લીધો.

  • સચિને બિલકુલ સમય ગુમાવ્યા વગર ભયંકર ઝડપથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી ઇઝરાને બહાર ખેંચી કાઢી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સચિને બિલકુલ સમય ગુમાવ્યા વગર ભયંકર ઝડપથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી ઇઝરાને બહાર ખેંચી કાઢી.

   મુંબઈ: અહીંના મહાલક્ષ્મી સ્ટેશન પર એક આશ્ચર્યમાં મૂકે તેવી ઘટના બની છે. જે કોઇએ પણ આ ઘટનાને નજરે જોઇ તે લોકોએ દાંત નીચે આંગળી દબાવી દીધી અને એક સાહસિક સુરક્ષાકર્મીની જબરદસ્ત પ્રશંસા કરી. ઘટના એવી છે કે સ્ટેશન પર તહેનાત MSFના એક સ્ટાફે જાગરૂકતા અને સતર્કતાનો પરિચય આપીને એક 5 વર્ષની બાળકીનો જીવ બચાવી લીધો. આ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે.

   શું છે મામલો

   - આ ઘટના શુક્રવારની છે. મહાલક્ષ્મી સ્ટેશન પર 5 વર્ષની ઇઝરા દિલશાનનો પરિવાર બોરીવલી માટે ટ્રેન પકડવા માટે આવ્યો હતો. આખો પરિવાર તો ટ્રેનમાં ચડી ગયો અને છેલ્લે ઇઝરા ચડવા લાગી.

   - પરંતુ ઇઝરા બરાબર રીતે ચડી શકે તે પહેલા ટ્રેન ચાલવા લાગી અને ઇઝરા પડી ગઇ. ઇઝરા જો ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઇ જાત તો તેનો જીવ જઇ શકતો હતો.
   - જોકે ત્યારે આ આખા ઘટનાક્રમને ત્યાં પ્લેટફોર્મ પર તહેનાત એક સુરક્ષાકર્મી સચિન પોલ જોઇ રહ્યો હતો. સચિને બિલકુલ સમય ગુમાવ્યા વગર ભયંકર ઝડપથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયેલી ઇઝરાને બહાર ખેંચી કાઢી અને તેનો જીવ બચાવી લીધો.
   - આ આખી ઘટના ત્યાં પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ અને અત્યારે આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

   ભોપાલના રેલવે સ્ટેશન પર પણ બની હતી આવી ઘટના

   - એક અઠવાડિયા પહેલા જ મધ્યપ્રદેશના ભોપાલમાં પણ રેલવે સ્ટેશન પર કંઇક આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે RPFના એક જવાને ચાલતી ટ્રેનમાંથી પડી ગયેલા એક યાત્રીનો જીવ બચાવ્યો હતો.

   - ભોપાલ રેલવે સ્ટેશન પર થયેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો. આ ઘટના 6મે ના રોજ બની હતી, જ્યારે ચાલતી ટ્રેનમાંથી એક યાત્રી પડી ગયો હતો.
   - સાબિર કુરૈશી નામનો એક વ્યક્તિ હૈદરાબાદ જતી ટ્રેનમાં ભૂલથી ચડી ગયો હતો. તેને ખ્યાલ આવે કે તે ખોટી ટ્રેનમાં ચડ્યો છે ત્યાં સુધીમાં ટ્રેન ચાલવા માંડી હતી. પરંતુ, સાબિર ચાલુ ટ્રેનમાંથી જ ઉતરવા લાગ્યો અને આ કોશિશમાં તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પડી ગયો.
   - ત્યારે પાસે જ હાજર એક સીઆરપીએફ જવાને ગજબની સ્ફૂર્તિ બતાવીને સમયસર સાબિરને બચાવી લીધો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Security man at Mahalaxmi Railway station in Mumbai saved girl fell from running train
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top