ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Second phase of Budget session in Parliament starting from today

    બજેટ સત્ર: PNB ફ્રોડ પર હોબાળો થતાં લોકસભા આખા દિવસ માટે સ્થગિત

    divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 12:57 PM IST

    બજેટ સત્રમાં જાબ નેશનલ બેંકમાં ફ્રોડ, નીરવ મોદી, રાફેલ ડીલ જેવા મુદ્દાઓ પર હોબાળો થવાના આસાર છે
    • સોમવારે બજેટ સત્રનો બીજો તબક્કો ચાલુ થતાં જ ટીડીપી સાંસદોએ ગૃહમાં હોબાળો કર્યો. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સોમવારે બજેટ સત્રનો બીજો તબક્કો ચાલુ થતાં જ ટીડીપી સાંસદોએ ગૃહમાં હોબાળો કર્યો. (ફાઇલ)

      નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો પહેલો દિવસ હોબાળાથી ભરેલો રહ્યો. સૌથી પહેલા નરેન્દ્ર મોદીના સંસદ પહોંચવા પર બીજેપી સાંસદોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું. બંને ગૃહોમાં ટીડીપી સાંસદોએ આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવા અંગે વિરોધ કર્યો. પીએનબી ફ્રોડને લઇને પણ વિપક્ષે નારેબાજી કરી. તેના કારણે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી અને પછી આખો દિવસ માટે સ્થગિત કરવામાં આવી. રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. આ સત્રમાં વિપક્ષે પંજાબ નેશનલ બેંકમાં ફ્રોડ, નીરવ મોદી, રાફેલ ડીલ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી છે. લોકસભામાં 28માંથી 21 બિલ આ સત્ર માટે પેન્ડિંગ છે. બાકીના 7 બિલ સ્થાયી સમિતિઓ અથવા સંયુક્ત સમિતિઓની પાસે છે. રાજ્યસભામાં 39 બિલ પેન્ડિંગ છે.

      કાર્તિનો મુદ્દો પણ ઉઠાવી શકે છે કોંગ્રેસ

      - કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમના પુત્ર કાર્તિની આઇએનએક્સ મીડિયા કૌભાંડમાં ધરપકડનો મુદ્દો પણ ઉઠી શકે છે. કોંગ્રેસ તેને બદલાની ભાવનાથી ઉઠાવવામાં આવેલું પગલું જણાવી રહી છે.

      - પંજાબ નેશનલ બેંક કૌભાંડને લઇને બીજેપી અને કોંગ્રેસની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો તબક્કો ચાલી રહ્યો છે.
      - કોંગ્રેસે એલાન કર્યું છે કે તે સંસદમાં આ મુદ્દે મોદી સરકારને ઘેરશે. પાર્ટીએ સરકાર પાસે બેંકોની સ્થિતિ પર સંસદમાં શ્વેત-પત્ર લાવવાની માંગ કરી છે.
      - તેઓ આ કૌભાંડના આરોપી નીરવ મોદી તથા મેહુલ ચોક્સીના વિદેશ ફરાર થઇ જવાને પણ મોટો મુદ્દો બનાવી રહી છે.
      - જોકે નરેન્દ્ર મોદી અને અરૂણ જેટલીએ બેંક કૌભાંડમાં દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત કહી છે.
      - મોદીએ પણ કહ્યું છે કે કોઇને માફ કરવામાં નહીં આવે. પરંતુ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર મામલાને રફે-દફે કરવામાં લાગી છે અને વડાપ્રધાને આ બાબતે સંસદમાં નિવેદન આપવું પડશે.

      સંસદમાં 67 બિલ

      - બંને ગૃહોની સામે સરકારી કામકાજની પતાવટ માટે એકદમ ભારે એજન્ડા છે.

      - ત્રણ તલાકનું બિલ રાજ્યસભામાં આવશે તો વિપક્ષ બેકફૂટ પર હશે. પરંતુ જ્યારે સરકાર ભાગેડુ આર્થિક અપરાધીઓની ભારતમાં સંપત્તિ જપ્ત કરાવના બિલને લાવશે તો નીરવ મોદી પર વિપક્ષ સરકારને ઘેરશે. એક નવું બિલ નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી કાયમ કરવા માટે લાવવામાં આવી રહ્યું છે.

      - જૂના 67 બિલ સંસદમાં જમા થઇ ચૂક્યા છે. તેમાં 39 બિલ રાજ્યસભાની પાસે છે. આ 39માંથી 12 બિલ એવા છે જે લોકસભામાંથી પસાર પણ થઇ ચૂક્યા છે.
      - લોકસભાની પાસે એકપણ એવું બિલ નથી જે રાજ્યસભામાંથી પસાર થઇ ચૂક્યું હોય અને તેને નીચલા ગૃહની મંજૂરીની રાહ હોય. લોકસભામાં દસ સ્થાયી સમિતિઓનો રસ્તો પાર કરીને આવ્યા છે, જ્યારે રાજ્યસભામાં આવા બિલોની સંખ્યા 24 છે.

      આ બિલ રાજ્યસભામાં મહોર લાગતા જ બનશે કાયદો

      - મુસ્લિમ મહિલા વિવાહ મામલે અધિકારોના સંરક્ષણ અધિકારનું બિલ

      - ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ (અમેન્ડમેન્ટ) બિલ
      - રિયલ એસ્ટેટ એક્વિઝિશન (અમેન્ડમેન્ટ)
      - લેન્ડ એક્વિઝિશન રિહેબિલિટેશન મામલાઓમાં નિષ્પક્ષ વળતર અને પારદર્શિતા (અમેન્ડમેન્ટ)
      - વ્હિસલ બ્લોઅર સંરક્ષણ (અમેન્ડમેન્ટ)
      - મોટર વાહન (અમેન્ડમેન્ટ) બિલ
      - ભ્રષ્ટાચાર નિવારક (અમેન્ડમેન્ટ) બિલ 2013

    • મોદીના સંસદ પહોંચવા પર બીજેપી સાંસદોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મોદીના સંસદ પહોંચવા પર બીજેપી સાંસદોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Second phase of Budget session in Parliament starting from today
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `