ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Second Phase of Budget session in Parliament in Loksabha Rajyasabha

    બજેટ સત્ર: PNB ફ્રોડ પર કોંગ્રેસનું પ્રદર્શન, લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત

    divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 11:35 AM IST

    સોમવારે હોબાળાને કારણે બંને ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી
    • સંસદ પરિસરમાં રાહુલ ગાંધી કોંગ્રેસ નેતાઓએ પીએનબી કૌભાંડને લઇને પ્રદર્શન કર્યું.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      સંસદ પરિસરમાં રાહુલ ગાંધી કોંગ્રેસ નેતાઓએ પીએનબી કૌભાંડને લઇને પ્રદર્શન કર્યું.

      નવી દિલ્હી: સંસદની કાર્યવાહી મંગળવારે પણ હોબાળાથી ભરેલી હોઇ શકે છે. સંસદ પરિસરમાં રાહુલ ગાંધી કોંગ્રેસ નેતાઓએ પીએનબી કૌભાંડને લઇને પ્રદર્શન કર્યું. કોંગ્રેસીઓએ નારા લગાવ્યા, "દેશનો ચોકીદાર ક્યાં ગયો, સૂઇ ગયો-સૂઇ ગયો." લોકસભામાં પણ વિપક્ષે હોબાળો કર્યો. તે પછી કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. આ સત્રમાં વિપક્ષે પીએનબી કૌભાંડ, નીરવ મોદી, રાફેલ ડીલ અને એસએસસી પરીક્ષાઓમાં ગરબડ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી છે. લોકસભામાં 28માંથી 21 બિલ આ સત્ર માટે પેન્ડિંગ છે. બાકી 7 સ્થાયી સમિતિઓ અથવા સંયુક્ત સમિતિઓ પાસે છે. રાજ્યસભામાં 39 બિલ પેન્ડિંગ છે.

      કાર્તિનો મુદ્દો પણ ઉઠાવી શકે છે કોંગ્રેસ

      - કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમના પુત્ર કાર્તિની આઇએનએક્સ મીડિયા કૌભાંડમાં ધરપકડનો મુદ્દો પણ ઉઠી શકે છે. કોંગ્રેસ તેને બદલાની ભાવનાથી ઉઠાવવામાં આવેલું પગલું જણાવી રહી છે.

      - પંજાબ નેશનલ બેંક કૌભાંડને લઇને બીજેપી અને કોંગ્રેસની વચ્ચે આરોપ-પ્રત્યારોપનો તબક્કો ચાલી રહ્યો છે.
      - કોંગ્રેસે એલાન કર્યું છે કે તે સંસદમાં આ મુદ્દે મોદી સરકારને ઘેરશે. પાર્ટીએ સરકાર પાસે બેંકોની સ્થિતિ પર સંસદમાં શ્વેત-પત્ર લાવવાની માંગ કરી છે.
      - તેઓ આ કૌભાંડના આરોપી નીરવ મોદી તથા મેહુલ ચોક્સીના વિદેશ ફરાર થઇ જવાને પણ મોટો મુદ્દો બનાવી રહી છે.
      - જોકે નરેન્દ્ર મોદી અને અરૂણ જેટલીએ બેંક કૌભાંડમાં દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત કહી છે.
      - મોદીએ પણ કહ્યું છે કે કોઇને માફ કરવામાં નહીં આવે. પરંતુ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર મામલાને રફે-દફે કરવામાં લાગી છે અને વડાપ્રધાને આ બાબતે સંસદમાં નિવેદન આપવું પડશે.

    • બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઇ ગયો છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરૂ થઇ ગયો છે. (ફાઇલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Second Phase of Budget session in Parliament in Loksabha Rajyasabha
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `