12માં ધોરણના વિદ્યાર્થીએ પેરેન્ટ્સ મીટિંગમાં મહિલા પ્રિન્સિપાલની કરી હત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યમુનાનગર: અહીં છોપર કોલોનીમાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ મહિલા પ્રીન્સિપાલને ગોળી મારી દીધી હતી. ઘાયલ પ્રિન્સિલપાલનું અંદાજે બે કલાક પછી સારવાર દરમિયાન મોત થયું છે. આરોપી વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી લીધી છે. છોકરાએ પોલીસને સામે એવી ફરિયાદ કરી છે કે, પ્રિન્સિપાલ ટોર્ચર કરતા હોવાથી તેણે તેમની હત્યા કરી દીધી છે.

 

ઘટના સમયે ચાલતી હતી પેરેન્ટેસ મીટિંગ


- આ ઘટના શનિવાર સવારની 11.30 વાગ્યાની છે. ઘટના સમયે સ્કૂલમાં પેરેન્ટ્સ મીટિંગ ચાલતી હતી.

 

આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ લોકોએ તેને પકડી લીધો


- પ્રિન્સિપાલને ગોળી માર્યા પછી આરોપી વિદ્યાર્થીએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોએ તેને પકડી પાડ્યો હતો અને ખૂબ માર પણ માર્યો હતો. તેથી તેના ચહેરા અને શરીરના અન્ય ભાગ ઉપર ઈજા પણ થઈ હતી.

 

પ્રિન્સિપલ પર કર્યા ત્રણ રાઉન્ડ ફાયર


- સ્વામી વિવેકાનંદ સ્કૂલના પ્રિન્સિપલનં નામ વીપી છાબડા છે. ઘટના સમયે તેઓ તેમના રુમમાં હતા.
- વિદ્યાર્થીએ પ્રિન્સિપલ પર 3 રાઉન્ડ ફાયરિગં કર્યું હતું. તેમાંથી એક ગોળી ચહેરાપર, એક ખભા પર અને ત્રીજી ગોળી હાથમાં વાગી હતી. ગોળી વાગતા જ તેઓ ઘાયલ થઈને નીચે પડી ગયા હતા. ગોળી માર્યા પછી વિદ્યાર્થીએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.

 

આરોપી વિદ્યાર્થીએ કહ્યું- પ્રિન્સિપલ ટોર્ચર કરતી હતી


- આરોપી સ્ટૂડન્ટને પકડ્યા પછી જ્યારે લોકોએ તેને આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે, પ્રિન્સિપલ ખૂબ ટોર્ચર કરતી હોલાથી તેણે ફાયરિંગ કર્યું હતું.

 

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

અન્ય સમાચારો પણ છે...