ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» School girl attempted to get molested by peon in Jhansi UP

  સ્કૂલ પટાવાળાએ કર્યો વિદ્યાર્થિની સાથે રેપનો પ્રયત્ન, પીડિતાએ આ રીતે બચાવી ઇજ્જત

  divyabhaskar.com | Last Modified - May 09, 2018, 10:52 AM IST

  વિદ્યાર્થિનીના પરિવારજનોએ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન પર પણ આરોપ લગાવ્યો છે
  • વિદ્યાર્થિની કંઇ સમજી શકે તે પહેલા તો પટાવાળાએ ખરાબ દાનતથી તેને પકડી લીધી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદ્યાર્થિની કંઇ સમજી શકે તે પહેલા તો પટાવાળાએ ખરાબ દાનતથી તેને પકડી લીધી. (પ્રતીકાત્મક તસવીર)
   લખનઉ: ઉત્તરપ્રદેશના ઝાંસીની એક સ્કૂલમાં ધોરણ-8ની વિદ્યાર્થિની સાથે રેપનો પ્રયાસ કરવાનો એક મામલો સામે આવ્યો છે. આરોપ છે કે સ્કૂલના પટાવાળાએ વિદ્યાર્થિની સાથે રેપ કરવાની કોશિશ કરી. જ્યારે વિદ્યાર્થિનીના પરિવારજનોએ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન પર પણ આરોપ લગાવ્યો છે. પોલીસે મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

   પટાવાળાએ સ્કૂલ બિલ્ડીંગના ઉપરના રૂમમાં મોકલી પછી પોતે પાછળ ગયો
   - મળતી માહિતી પ્રમાણે, જિલ્લાના સીપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દીનદયાલ નગરની રહેવાસી 11 વર્ષની કિશોરી પ્રેમનગરની ગર્લ્સ મિશનરી સ્કૂલમાં ધોરણ-8ની વિદ્યાર્થિની છે. તેનું કહેવું છે કે ગત દિવસોમાં મજૂર દિવસ પર સ્કૂલમાં એક પ્રોગ્રામ હતો, જેમાં તેણે ભાગ લીધો હતો.
   - પીડિતાના જણાવ્યા પ્રમાણે, ત્યાં સ્કૂલના 40 વર્ષીય પટાવાળાએ તેને સામાન લેવા સ્કૂલ બિલ્ડીંગના ઉપરના રૂમમાં મોકલી. ત્યારબાદ તે પણ તેની પાછળ-પાછળ ગયો.
   - રૂમનો દરવાજો અંદરથી બંધ કરી લીધો. વિદ્યાર્થિની કંઇ સમજી શકે તે પહેલા તો પટાવાળાએ ખરાબ દાનતથી તેને પકડી લીધી અને તેના પર રેપ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
   - વિદ્યાર્થિનીએ વિરોધ કરીને બૂમો પાડી અને બારીમાંથી નીચે કૂદવાનો પ્રયત્ન કર્યો. આ જોઇને પટાવાળાએ તેને છોડી દીધી. તે પછી વિદ્યાર્થિની ત્યાંથી ભાગી અને પોતાની બહેનપણીઓ અને સ્કૂલ એડમિનિસ્ટ્રેશનને આ ઘટના અંગે જાણ કરી. એડમિનિસ્ટ્રેશને આ વિશે કોઇને પણ ન જણાવવા માટે તેને કહ્યું.
   પ્રિન્સિપાલે કહ્યું- આ વાત છોડી દો, સમાધાન થઇ રહ્યું છે
   - સ્કૂલ છૂટ્યા પછી જ્યારે તે ઘરે આવી તો એકદમ ગુમસુમ હતી.
   - તેને આવી ઉદાસ જોઇને તેની માતાએ તેને જ્યારે કારણ પૂછ્યું, ત્યારે આખી હકીકત સામે આવી. સ્કૂલની પ્રિન્સિપાલ પાસેથી જ્યારે આ ઘટના વિશે જાણકારી લેવામાં આવી તો તેમણે કહ્યું કે આ વાતને છોડી દો.
   - સમાધાન કરાવવામાં આવી રહ્યું છે. આ સંબંધે પોલીસ અધિક્ષક દેવેશ પાંડેનું કહેવું છે કે આ મામલે તપાસ કરાવવામાં આવી રહી છે. તપાસમાં દોષી જણાશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
   ઝારખંડમાં પણ 3 વર્ષનો માસૂમ બન્યો હતો હવસનો શિકાર
   - ઉલ્લેખનીય છે કે ઝારખંડની રાજધાની રાંચીની એક સ્કૂલમાં બસ ડ્રાઇવરે 3 વર્ષના માસૂમ બાળકને પોતાના હવસનો શિકાર બનાવ્યો હતો. બસમાં બાળકોની સાથે જનારી મહિલા કર્મચારી પર પણ તેમાં સામેલ હોવાની વાતનો ખુલાસો થયો હતો.
   - પોલીસે આરોપી બસ ડ્રાઇવરની ધરપકડ કરી હતી. તેણે પોતાનો ગુનો પણ કબૂલ કરી લીધો હતો. ડ્રાઇવરે કહ્યું હતું કે તેણે માસૂમ સાથે ઘણીવાર ખોટું કામ કર્યું છે. તે ઇન્જેક્શન લગાવવાની ધમકી આપીને બાળકને ચૂપ કરી દેતો હતો.
  • સ્કૂલ છૂટ્યા પછી જ્યારે તે ઘરે આવી તો એકદમ ગુમસુમ હતી. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્કૂલ છૂટ્યા પછી જ્યારે તે ઘરે આવી તો એકદમ ગુમસુમ હતી. (પ્રતીકાત્મક તસવીર)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: School girl attempted to get molested by peon in Jhansi UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top