Home » National News » Desh » બાળકીની સામે જ થઈ તેના ત્રણ ભાઈ-બહેનની મોત| School Bus Accident In Himachal

બાળકીની સામે જ થઈ તેના ત્રણ ભાઈ-બહેનની મોત, રોતા રોતા સંભળાવી આખી કહાણી

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 10:40 AM

અમનદીપ હોસ્પિટલમાં દાખલ ઘાયલ 7 બાળકોની હાલમાં ધીમેધીમે સુધાર આવી રહ્યો છે

 • બાળકીની સામે જ થઈ તેના ત્રણ ભાઈ-બહેનની મોત| School Bus Accident In Himachal
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  અવનીની તબિયતમાં હવે સુધારો આવી રહ્યો છે

  પઠાણકોટ/નૂરપૂરઃ નૂરપૂર-સિલિયાલી રોડ પર ચેલી ગામની પાસે ગયા સોમવારે થયેલા વજીર રામસિંહ પઠાનિયા હાઈ પબ્લિક સ્કૂલ બસ સાથે થયેલા અકસ્માતમાં ઘાયલોના ઈલાજ માટે 10-10 હજાર રૂપિયા આપવાને લઈને હિમાચલ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. ખેંચતાણ બાદ બુધવારે પઠાણકોટના અમનદીપમાં દાખલ બાળકોના ઈલાજ માટે 5-5 હજાર રૂપિયા હિમાચલ સરકાર વધુ જાહેર કર્યા. સાથોસાથ હોસ્પિટલ તંત્રને પત્ર પાઠવીને કહ્યું કે ઘાયલોના પરિજનો પાસેથી ઈલાજના કોઈ પૈસા ન લેવામાં આવે. બસ દુર્ઘટનામાં ઘાયલ બાળકોના હાલચાલ જાણવા માટે હિમાચલના સીએમ જયરામ ઠાકુર, કેન્દ્ર આરોગ્ય મંત્રી જે પી નડ્ડા, પૂર્વ સીએમ તથા સાંસદ રહેલા શાંતા કુમાર સહિત હિમાચલના અનેક મંત્રી અમનદીપ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં આઈસીયૂમાં ભરતી બાળકને જોવાને બદલે બહારથી ચાલ્યા ગયા હતા. દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. જેમાં 23 બાળકો, બે ટીચર, એક ડ્રાઇવર તથા એક મહિલા સામેલ છે જેને લિફ્ટ લીધી હતી.

  અવની બોલી- બસથી નીકળીને ડાળીઓના સહારે ઉપર આવી


  અમનદીપ હોસ્પિટલમાં દાખલ ઘાયલ 7 બાળકોની હાલમાં ધીમેધીમે સુધાર આવી રહ્યો છે. બુધવારે આઈસીયૂમાંથી બે બાળકોને અવની અને કોમલને અલગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ભાનમાં આવતા અવની પોતાના ત્રણ ભાઈ-બહેન વિશે પૂછતા અડધો કલાક સુધી જોર જોરથી રડતી રહી. બસ દુર્ઘટનામાં તેની કઝીન બહેન દિવ્યા અને ભાઈ કાન્હા અને સગી નાની બહેન સારિકાનું મોત થયું છે. રૂમમાં કોઈ અપરિચિતને જોઈને રડવાનું શરૂ કરી દે છે. ડોક્ટરના જણાવ્યા મુજબ, તે ઠીક છે અને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી બાળક આટલા મોટા દુર્ઘટના બાદ ડિપ્રેશનમાં ચાલ્યું ન જાય.

  અવનીએ જણાવ્યું કે, કેવી રીતે બસ ખીણમાં પડી


  ભાનમાં આવતા અવનીએ જણાવ્યું કે તે બસની સાઇડ સીટ પર બેઠી હતી, તેની બહેન સારિકા અને બંને કઝીન્સ પણ સાથે હતા. તેણે જણાવ્યું કે પાસેથી એક મોટર સાઇકલે ક્રોસ કર્યું અને બસ ઝટકા સાથે નીચે તરફ ઝૂકી ગઈ. બાળકો જોરથી બૂમો પાડવા લાગ્યના અને તમામ આગળની તરફ પડવા લાગ્યા. સાઇડ પર બેસવાના કારણે બારીની બહાર પડી ગઈ અને ડાળીઓ પકડી લીધી. ત્યારબાદ ડાળીઓના સહારે કોઈક રીતે ઉપર આવી અને રસ્તામાંથી પસાર થઈ રહેલી મોટર સાઇકલ ચાલકને બસ ખીણમાં પડવાની જાણકારી આપી. તેના માથા પર ઈજા થઈ હતી.

  વિવેક હજુ પણ આઈસીયૂમાં, ન થઈ શક્યું ઓપરેશન


  સ્કૂલ બસ દુર્ઘટનામાં ઘાયલ પાંચ બાળકો હજુ પણ અમનદીપ હોસ્પિટલના આઈસીયૂ વોર્ડમાં દાખલ છે. ગામ પાડાના વિવેક વિજયસિંહના માથા પર ઈજા થઈ છે. તેની માતા તૃપ્તા દેવીએ જણાવ્યું કે વિવેકને ઓપરેશન થવાનું હતું, પરંતુ હાલત ઠીક ન હોવાના કારણે તેનું ઓપરેશન ડોક્ટરોએ ટાળી દીધું, તેને હજુ આઈસીયૂમાં જ રાખવામાં આવ્યો છે. ડોક્ટર હાલત ઠીક હોવાનું કહી રહ્યા છે.

 • બાળકીની સામે જ થઈ તેના ત્રણ ભાઈ-બહેનની મોત| School Bus Accident In Himachal
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સાત બાળક હતા ગંભીર રીતે ઘાયલ
 • બાળકીની સામે જ થઈ તેના ત્રણ ભાઈ-બહેનની મોત| School Bus Accident In Himachal
  એક બાળક પ્રતિકનું ઓપરેશન બાકી છે, તેના પેરેન્ટ્સ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ