Divya Bhaskar

Home » National News » Latest News » National » SC may give verdict today on Navjot Sigh Siddhu for 30 years old road rage murder case

રોડ રેજ કેસ: સિદ્ધુને SC તરફથી રાહત, નહીં જવું પડે જેલ, 1000 રૂ. થયો દંડ

Divyabhaskar.com | Updated - May 15, 2018, 11:50 AM

ટ્રાયલ કોર્ટે સિદ્ધુને છોડી મૂક્યા હતા, હાઇકોર્ટે 3 વર્ષની સજા યથાવત રાખી હતી

  • SC may give verdict today on Navjot Sigh Siddhu for 30 years old road rage murder case
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સિદ્ધુને જ્યારે હાઇકોર્ટે સજા સંભળાવી હતી ત્યારે તે બીજેપી સાંસદ હતા. (ફાઇલ)

    નવી દિલ્હી: રોડ રેજ (રોડ પર હિંસક રોષ વ્યક્ત કરવો) દરમિયાન બદઇરાદાથી કરેલી હત્યાના 30 વર્ષ જૂના કેસમાં પંજાબના કેબિનેટ મિનિસ્ટર નવજોતસિંહ સિદ્ધુની અપીલ પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે સિદ્ધુને સામાન્ય મારપીટનો આરોપી ગણાવીને 1000 રૂપિયાનો દંડ કર્યો છે. પરિણામે સિદ્ધુને જેલ નહીં જવું પડે. ઉલ્લેખનીય છે કે પંજાબ-હરિયાણા હાઇકોર્ટે સિદ્ધુને 3 વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેના વિરુદ્ધ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પંજાબ સરકારે હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખવાની દલીલ કરી હતી. જસ્ટિસ જે. ચેલમેશ્વર અને એસ.કે. કૌલની બેંચે 18 એપ્રિલના રોજ તેના પર ફેંસલો રિઝર્વ રાખ્યો હતો.

    ટ્રાયલ કોર્ટમાંથી છૂટી ગયા સિદ્ધુ

    - 1988માં પટિયાલા રોડ રેજ દરમિયાન સિદ્ધુના ઝઘડા પછી ગુરનામ સિંહનું મોત થઇ ગયું હતું.

    - આ મામલે 2006માં હાઇકોર્ટે સિદ્ધુ અને એક અન્ય આરોપી રૂપિંદર સિંહ સંધૂને 3 વર્ષની સજા સંભળાવી હતી. તેના વિરુદ્ધ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
    - સુપ્રીમ કોર્ટે 2007માં બંનેને દોષી ઠેરવવાના ફેંસલા પર રોક લગાવી દીધી હતી, જેના કારણે સિદ્ધુ અમૃતસર ચૂંટણી લડી શક્યા હતા. જોકે, તે પહેલા 1999માં ટ્રાયલ કોર્ટમાંથી સિદ્ધુ સહિત બંને આરોપીઓ છૂટી ગયા હતા.

    સજા યથાવત રાખવાની સરકારી વકીલે કરી હતી દલીલ

    - ગયા મહિને 30 વર્ષ જૂના મામલાની સુનાવણી કરી રહેલી જસ્ટિસ જે.ચેલમેશ્વર અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેંચની સામે પંજાબ સરકારના વકીલે કહ્યું કે ત્રણ વર્ષની સજાને યથાવત રાખવામાં આવે. તેમણે દલીલ કરી કે પુરાવાઓ પ્રમાણે, પટિયાલા નિવાસી ગુરનામ સિંહનું મોત સિદ્ધુના મુક્કો માર્યા બાદ થયું. એવો એકપણ પુરાવો નથી જેનાથી એવું સાબિત થાય કે મોતનું કારણ હાર્ટએટેક હતો, બ્રેઇન હેમરેજ નહીં. ટ્રાયલ કોર્ટે મોતનું કારણ બ્રેઇન હેમરેજ નહીં પરંતુ હાર્ટએટેકને માન્યું હતું અને સિદ્ધુને છોડી દીધા હતા.

  • SC may give verdict today on Navjot Sigh Siddhu for 30 years old road rage murder case
    આ કેસમાં જસ્ટિસ જે. ચેલમેશ્વર અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેંસ ફેંસલો સંભળાવશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending