અયોધ્યા / મામલાને શું મધ્યસ્થ પાસે મોકલવામાં આવશે, તેનો આદેશ 5 માર્ચે આપવામાં આવશે: SC

SC to hear Ram Janmabhoomi Babri Masjid land dispute case on Tuesday

  • કોર્ટે કહ્યું- એક ટકા ચાન્સ હોવા છતાં મધ્યસ્થાને મામલે મુદ્દાનો ઉકેલ લાવવાના પ્રયાસ થવા જોઈએ

  • 2010માં આવેલાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ દાખલ 14 અરજીઓ પર સુનાવણી

Divyabhaskar.com

Feb 26, 2019, 03:33 PM IST

નવી દિલ્હીઃ સમય બચાવવા માટે શું અયોધ્યા વિવાદને મધ્યસ્થની પાસે મોકલવામાં આવી શકે છે, તે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ 5 માર્ચે કરશે. મંગળવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પોતાની નજર હેઠળ મધ્યસ્થની મદદથી વિવાદના સમાધાન અંગે સહમતી દાખવી છે. કોર્ટે કહ્યું કે એક ટકા ચાન્સ હોવા પર પણ મધ્યસ્થની મદદથી મામલાનું સમાધાન લાવવાના પ્રયાસો કરવા જોઈએ.

આ પહેલાં ચીફ જસ્ટિસે અયોધ્યા કેસમાં જોડાયેલાં દસ્તાવેજોના અનુવાદ રિપોર્ટ પર તમામ પક્ષોનો મત માગ્યો. એક પક્ષ તરફથી રજૂ થયેલાં વકીલ રાજીવ ધવનનું કહેવું છે કે અનુવાદનો કોપીઓની તપાસ કરવા માટે તેઓને 8થી 12 અઠવાડીયાનો સમય જોઈએ. રામલલ્લા તરફથી રજૂ એસ વૈધનાથને કહ્યું કે ડિસેમ્બર 2017માં તમામ પક્ષોએ દસ્તાવેજના અનુવાદનો રિપોર્ટ તપાસ્યાં બાદ સ્વીકાર કર્યો હતો ત્યારે બે વર્ષ પછી સવાલ કેમ ઉઠાવી રહ્યાં છે?

14 અપીલો પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: સુપ્રીમ કોર્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2010ના ચુકાદા વિરૂદ્ધ દાખલ 14 અપીલો પર થઈ રહી છે. કોર્ટે સુનાવણીમાં કેન્દ્રની તે અરજીને પણ સામેલ કરી છે જેમાં સરકારે બિન વિવાદિત જમીનને તેમના માલિકોને પરત આપવાની માગ કરી છે. સોમવારે કોર્ટે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને પણ સુનાવણી દરમિયાન હાજર રહેવાનું કહ્યું હતું. સ્વામીએ અરજી દાખલ કરી કહ્યું હતું કે અયોધ્યામાં વિવાદિત જમીન પર તેમને પૂજા કરવાનો અધિકાર છે અને તે તેને મળવો જોઈએ.

X
SC to hear Ram Janmabhoomi Babri Masjid land dispute case on Tuesday
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી