ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» SC says Delhi eastern express way should be open for public even if not inaugurated by PM

  PM ઉદ્ઘાટન ન કરે તો 31 મે પહેલા ખુલ્લો મૂકો દિલ્હી પૂર્વી એક્સપ્રેસવે- SC

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 05:39 PM IST

  નીતિન ગડકરીએ કહ્યું કે અમે વડાપ્રધાન પાસેથી તારીખ લઇને ટુંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરાવીશું
  • દિલ્હીને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને દિલ્હીની બહાર રિંગ રોડ બનાવવાનો આદેશ આપ્યો હતો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હીને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને દિલ્હીની બહાર રિંગ રોડ બનાવવાનો આદેશ આપ્યો હતો. (ફાઇલ)

   નવી દિલ્હી: નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચઆઇ)ને સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા કે પૂર્વી એક્સપ્રેસ-વેને 31 મે પહેલા જનતા માટે ખોલી દેવામાં આવે. કોર્ટે ગુરુવારે કહ્યું- જો નિર્ધારિત સમય સુધીમાં વડાપ્રધાન મોદી વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે નું ઉદ્ધાટન ના કરી શક્યા તો તેને જનતા માટે ખોલી દેવામાં આવે. આ જનતાના હિતમાં છે. બીજી બાજુ, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે અમે વડાપ્રધાન પાસેથી તારીખ લઇને ટુંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરાવીશું.

   વિલંબ સાથે વડાપ્રધાનને કોઇ લેવાદેવા નથી- સરકાર

   - ગડકરીએ કહ્યું, "ઇસ્ટર્ન એક્સપ્રેસ-વેનું કામ ટુંક સમયમાં પૂરું થશે. અમે તેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન પાસેથી સમય લઇશું અને તેને તરત જ ખોલવામાં આવશે. એક્સપ્રેસ વે ખોલવામાં વિલંબને લઇને વડાપ્રધાનને કોઇ લેવાદેવા નથી. આ કામમાં વિલંબ થવાને કારણે થયું છે."

   દિલ્હી પહેલા જ ટ્રાફિકનું દબાણ સહન કરી રહી છે- સુપ્રીમ કોર્ટ

   - જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચે કોર્ટને હરિયાણા-યુપીના શહેરોને જોડતો આ 135 કિમી લાંબો પેરિફેરલ એક્સપ્રેસ-વે તૈયાર થયા પછી પણ, ચાલુ ન થવા અંગે નારાજગી દર્શાવી. આ એક્સપ્રેસ-વે ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગૌતમબુદ્ધનગર (ગ્રેટર નોએડા) ને પલવલને જોડે છે.

   - બેંચે કહ્યું કે રાજધાની દિલ્હી એમપણ ટ્રાફિકનું દબાણ સહન કરી રહી છે અને જો વડાપ્રધાન તેનું સમયસર ઉદ્ઘાટન નથી કરી શકતા તો તેને 31 મે પહેલા જનતા માટે ખોલી નાખવામાં આવે.

  • હરિયાણા સરકારે કહ્યું કે 30 જૂન સુધી આ એક્સપ્રેસ વેનું કામ પૂરું થઇ જશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હરિયાણા સરકારે કહ્યું કે 30 જૂન સુધી આ એક્સપ્રેસ વેનું કામ પૂરું થઇ જશે. (ફાઇલ)

   નવી દિલ્હી: નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચઆઇ)ને સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા કે પૂર્વી એક્સપ્રેસ-વેને 31 મે પહેલા જનતા માટે ખોલી દેવામાં આવે. કોર્ટે ગુરુવારે કહ્યું- જો નિર્ધારિત સમય સુધીમાં વડાપ્રધાન મોદી વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે નું ઉદ્ધાટન ના કરી શક્યા તો તેને જનતા માટે ખોલી દેવામાં આવે. આ જનતાના હિતમાં છે. બીજી બાજુ, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે અમે વડાપ્રધાન પાસેથી તારીખ લઇને ટુંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરાવીશું.

   વિલંબ સાથે વડાપ્રધાનને કોઇ લેવાદેવા નથી- સરકાર

   - ગડકરીએ કહ્યું, "ઇસ્ટર્ન એક્સપ્રેસ-વેનું કામ ટુંક સમયમાં પૂરું થશે. અમે તેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન પાસેથી સમય લઇશું અને તેને તરત જ ખોલવામાં આવશે. એક્સપ્રેસ વે ખોલવામાં વિલંબને લઇને વડાપ્રધાનને કોઇ લેવાદેવા નથી. આ કામમાં વિલંબ થવાને કારણે થયું છે."

   દિલ્હી પહેલા જ ટ્રાફિકનું દબાણ સહન કરી રહી છે- સુપ્રીમ કોર્ટ

   - જસ્ટિસ મદન બી. લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચે કોર્ટને હરિયાણા-યુપીના શહેરોને જોડતો આ 135 કિમી લાંબો પેરિફેરલ એક્સપ્રેસ-વે તૈયાર થયા પછી પણ, ચાલુ ન થવા અંગે નારાજગી દર્શાવી. આ એક્સપ્રેસ-વે ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગૌતમબુદ્ધનગર (ગ્રેટર નોએડા) ને પલવલને જોડે છે.

   - બેંચે કહ્યું કે રાજધાની દિલ્હી એમપણ ટ્રાફિકનું દબાણ સહન કરી રહી છે અને જો વડાપ્રધાન તેનું સમયસર ઉદ્ઘાટન નથી કરી શકતા તો તેને 31 મે પહેલા જનતા માટે ખોલી નાખવામાં આવે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SC says Delhi eastern express way should be open for public even if not inaugurated by PM
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top