ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» SC says CJI has authority for allocation of cases his work cant be distrusted

  કેસની વહેંચણી CJIનો વિશેષાધિકાર, તેમના કામ પર અવિશ્વાસ નહીં: SC

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 04:48 PM IST

  સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું, કોર્ટમાં કેસની ફાળવણી અને બેન્ચનું ગઠન કરવું CJIનો બંધારણીય અધિકાર છે
  • જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓએ ચીફ જસ્ટિસ પર કેસની વહેંચણીમાં ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓએ ચીફ જસ્ટિસ પર કેસની વહેંચણીમાં ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.

   નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા તમામ જજોમાં મુખ્ય છે. કોર્ટમાં કેસની ફાળવણી અને બેન્ચનું ગઠન કરવું તેમનો બંધારણીય અધિકાર છે. તેની સાથે જ કોર્ટે વકીલ અશોક પાંડે તરફથી દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીને રદિયો આપી દીધો. તેમાં કોર્ટમાં કેસની વહેંચણી માટેની ગાઇડલાઇન નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી.

   ચીફ જસ્ટિસના કામકાજ પર અવિશ્વાસ નહીં

   - જસ્ટિસ ડીવાય ચંદ્રચૂ઼ડે બેન્ચ તરફથી લખેલા પોતાના ફેંસલામાં કહ્યું, "સીજેઆઇ ઉચ્ચ બંધારણીય પદાધિકારી છે. બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટની કાર્યવાહી ચલાવવા માટે સીજેઆઇના કામોને લઇને અવિશ્વાસ ન કરી શકાય."

   જાન્યુઆરીમાં 4 જજોએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ

   - 12 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના 4 જજોએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા પછી બીજા નંબરના સિનિયર જજ જસ્ટિસ જે. ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકુર અને કુરિયન જોસેફ સામેલ થયા હતા.

   - પ્રેસ કોન્ફરન્સમાં જસ્ટિસ ચેલમેશ્વરે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કામ કરવાની રીતો પર સવાલો ઉઠાવ્યો. કહ્યું- "લોકતંત્ર દાવ પર છે. આ ઠીક ન કર્યું તો બધું ખતમ થઇ જશે."
   - તેમણે ચીફ જસ્ટિસને બે મહિના પહેલા લખેલો 7 પાનાનો પત્ર પણ જાહેર કર્યો. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચીફ જસ્ટિસ પંદગીની બેન્ચોમાં કેસ મોકલે છે.
   - સર્વોચ્ચ અદાલતના ઇતિહાસમાં આ પહેલો મોકો હતો જ્યારે તેના જજોએ મીડિયાની સામે સુપ્રીમ કોર્ટની સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા.
   - જજોની પ્રેસ કોન્ફરન્સ પછી અશોક પાંડેએ પીઆઇએલ દાખલ કરી હતી.

   જજોની નારાજગી પછી ચીફ જસ્ટિસે કર્યો હતો બદલાવ

   - જજોની નારાજગી પછી ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ફેબ્રુઆરીમાં કામની વહેંચણીનું રોસ્ટર જાહેર કર્યું હતું. જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કયા જજ પાસે કયા સબ્જેક્ટના કેસ આવશે.

   - તે હેઠળ તમામ જનહિતની અરજીઓ પર ફક્ત ચીફ જસ્ટિસની બેન્ચ જ સુનાવણી કરશે અને બંધારણીય પીઠમાં જજ પણ તેઓ જ નક્કી કરશે.
   - જૂના સિસ્ટમમાં કામની વહેંચણી માટે કોઇ ક્રાઇટેરિયા ન હતો. ચીફ જસ્ટિસની સલાહથી રજિસ્ટ્રી કેસ વહેંચતી હતી. ફક્ત ચીફ જસ્ટિસ જ જાણતા હતા કે કોની પાસે કયો કેસ છે. તેઓ પોતાની મરજીથી કોઇની પણ પાસે જનહિતની અરજી મોકલી શકતા હતા.

  • અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં કેસની વહેંચણી માટે ગાઇડલાઇન નક્કી કરવાની માંગ કરી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં કેસની વહેંચણી માટે ગાઇડલાઇન નક્કી કરવાની માંગ કરી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SC says CJI has authority for allocation of cases his work cant be distrusted
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top