કેરળ લવ જેહાદ કેસઃ SCએ HCનો ઓર્ડર રદ કર્યો, હાદિયા-શફીનના નિકાહને માન્યતા

હાદિયાએ ડિસેમ્બર, 2016માં મુ્સ્લિમ ધર્મ અંગીકાર કરી નિકાહ કર્યાં હતા

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 03:12 PM
કેરળમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ શફીન નામના મુસ્લિમ યુવક સાથે ડિસેમ્બર, 2016માં નિકાહ કર્યાં હતા (ફાઈલ)
કેરળમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ શફીન નામના મુસ્લિમ યુવક સાથે ડિસેમ્બર, 2016માં નિકાહ કર્યાં હતા (ફાઈલ)

કેરળના ચર્ચિત લવ જેહાદ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ઓર્ડરને રદ કરી દીધો છે. કેરળ હાઈકોર્ટે પોતાના ઓર્ડરમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયા અને મુસ્લિમ યુવક શફીનના લગ્ન રદ કર્યાં હતા. અહીં જાણ કરવાની હાદિયાએ ડિસેમ્બર, 2016માં નિકાહ કર્યાં હતા.

નવી દિલ્હીઃ કેરળના ચર્ચિત લવ જેહાદ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ઓર્ડરને રદ કરી દીધો છે. કેરળ હાઈકોર્ટે પોતાના ઓર્ડરમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયા અને મુસ્લિમ યુવક શફીનના લગ્ન રદ કર્યાં હતા. અહીં જાણ કરવાની હાદિયાએ ડિસેમ્બર, 2016માં નિકાહ કર્યાં હતા. યુવતીના પિતા એમ અશોકનનો આરોપ હતો આ લવ જેહાદનો મામલો છે. તેમની દીકરીનું પરાણે ધર્મ પરિવર્તન કરી નિકાહ કરાવાયાં છે.

અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?


- સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બેન્ચ કરી રહી છે.
- 23 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં બેન્ચે કહ્યું હતું કે એનઆઈએને હાદિયા અને શફીનના લગ્નની માન્યતાની તપાસ કરવાનો અધિકાર નહીં મળે. હાઈકોર્ટે લગ્નને રદ કરી દીધા હતા.
- મામલામાં કપિલ સિબ્બલ શફીન તરફથી રજૂઆત કરવા આવ્યા હતા. તેઓએ કેસની તપાસ કોઈ નિવૃત્ત જજથી કરાવવાની માંગ કરી. કેસની સુનાવણી કરી રહેલી પૂર્વ બેન્ચે આવો જ ઓર્ડર આપ્યો હતો.
- હાદિયાના પિતાના વકીલ એ. રઘુનાથે કહ્યું કે, અમને આશા છે કે એનઆઈએ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. કોર્ટે યુવતીને પોતાનો અભ્યાસ ચાલુ રાખવાની મંજૂરી આપી છે. તે સુરક્ષિત છે, એ ખુશીની વાત છે.

શું છે સમગ્ર મામલો?


- કેરળમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ શફીન નામના મુસ્લિમ યુવક સાથે ડિસેમ્બર, 2016માં નિકાહ કર્યાં હતા. યુવતીના પિતા એમ. અશોકનનો આરોપ હતો કે આ લવ જેહાદનો મામલો છે. તેની દીકરીનું પરાણે ધર્માંણતરણ કરાવી લગ્ન કરાવવામાં આવ્યાં છે.
- યુવતીના પિતાની પિટીશન પર હાઈકોર્ટે 25 મે, 2017નાં રોજ આ લગ્ન રદ કર્યાં હતા. અને હાદિયાને તેના માતા-પિતા પાસે રાખવાના આદેશ આપ્યાં હતા. જે બાદ શફીને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે યુવતીના પિતાને તેને કોર્ટમાં હાજર કરવાના આદેશ આપ્યાં હતા.

કેરળના ચર્ચિત લવ જેહાદ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ઓર્ડરને રદ કર્યો
કેરળના ચર્ચિત લવ જેહાદ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ઓર્ડરને રદ કર્યો
X
કેરળમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ શફીન નામના મુસ્લિમ યુવક સાથે ડિસેમ્બર, 2016માં નિકાહ કર્યાં હતા (ફાઈલ)કેરળમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયાએ શફીન નામના મુસ્લિમ યુવક સાથે ડિસેમ્બર, 2016માં નિકાહ કર્યાં હતા (ફાઈલ)
કેરળના ચર્ચિત લવ જેહાદ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ઓર્ડરને રદ કર્યોકેરળના ચર્ચિત લવ જેહાદ કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ઓર્ડરને રદ કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App