ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» SC rebuked central govt do you care for the Tajmahal becoming colorless

  તમને બેરંગ થઇ રહેલા તાજમહેલની પરવા છે?- SCનો કેન્દ્રને સવાલ

  divyabhaskar.com | Last Modified - May 02, 2018, 10:42 AM IST

  પ્રદૂષણના કારણે તાજમહેલના બેરંગ થવા પર મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જબરદસ્ત ઠપકો આપ્યો
  • સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું છે કે તમને બેરંગ તાજમહેલની પરવા છે? (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું છે કે તમને બેરંગ તાજમહેલની પરવા છે? (ફાઇલ)

   નવી દિલ્હી: પ્રદૂષણના કારણે તાજમહેલના બેરંગ થવા પર મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જબરદસ્ત ઠપકો આપ્યો. કોર્ટે પૂછ્યું, "શું તમને બેરંગ થઇ રહેલાતાજમહેલની કોઇ ચિંતા છે? શું તેના સંરક્ષણ માટે આપણે વિદેશી એક્સપર્ટ્સની મદદ લેવી પડશે?" કોર્ટે કેન્દ્ર અને એએસઆઇને નિર્દેશ આપ્યા છે કે તાજમહેલની વિશેષજ્ઞો પાસે તપાસ કરાવડાવીને રિપોર્ટ સોંપે. આગામી સુનાવણી 9 મેના રોજ થશે.

   એએસઆઇની બેદરકારીથી નુકસાન થઇ રહ્યું છે: અરજદાર

   - તાજમહેલને પ્રદૂષણ અને ઝેરીલા ગેસોથી બચાવવાની માંગ સાથે જોડાયેલી અરજી પર જસ્ટિસ મદન બી લોકુર અને દીપક ગુપ્તાની બેંચ સુનાવણી કરી રહી છે.

   - અરજદારે કહ્યું કે ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ (એએસઆઇ)ની બેદરકારીથી તાજમહેલને નુકસાન થઇ રહ્યું છે. ફોટો બતાવીને તેમણે કહ્યું કે પહેલા તાજમહેલનો રંગ પીળો પડ્યો અને હવે તે ભૂરો અને લીલો થઇ રહ્યો છે. ફોટો જોઇને જસ્ટિસ લોકુરે કેન્દ્ર તરફથી હાજર થયેલા એએસજી એએનએસ નાડકર્ણીને પૂછ્યું કે તાજમહેલનો રંગ કેમ બદલાઇ રહ્યો છે?
   - તેમણે કહ્યું કે ઇમારતની જાળવણી અને તેનું સંરક્ષણ એ એએસઆઇની જવાબદારી છે. તેના પર નારાજગી દર્શાવતા જસ્ટિસ લોકુરે કહ્યું કે તમને બેરંગ તાજમહેલની પરવા છે કે તેના માટે આપણે વિદેશી એક્સપર્ટ્સની મદદ લેવી પડશે?

   - કેન્દ્રએ કહ્યું કે તે એએસઆઇ સાથે વિશેષજ્ઞો દ્વારા તાજમહેલની તપાસ કરાવડાવશે. તેના પર જસ્ટિસ લોકુરે કહ્યું કે અમને જાણ નથી કે તમારી પાસે એક્સપર્ટ્સ છે કે નહીં. જો છે તો તમે તેમનો ઉપયોગ નથી કરતા. જસ્ટિસ લોકુરે કેન્દ્ર અને એએસઆઇને નિર્દેશ આપ્યા કે તાજમહેલની સુંદરતા જાળવી રાખવા માટે યોગ્ય પગલાં ઉઠાવો. પ્રદૂષણથી થઇ રહેલા નુકસાનના આકલન અને બચાવના ઉપાયો શોધવા માટે એક્સપર્ટ્સ પાસે તપાસ કરાવો.

   યુપી વકફ બોર્ડે કર્યો હતો દાવો

   - એપ્રિલમાં તાજમહેલ પર માલિકી હક દર્શાવીને ઉત્તરપ્રદેશ સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે મુગલ બાદશાહ શાહજહાંએ બોર્ડના પક્ષમાં તેનું વકફનામું કર્યું હતું. તેના પર સુપ્રીમ કોર્ટે પુરાવા તરીકે શાહજહાંના હસ્તાક્ષર વાળા દસ્તાવેજો બતાવવા માટે કહ્યું. તાજમહેલ પર હકને લઇને સુન્ની વકફ બોર્ડ અને એએસઆઇની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

  • પ્રદૂષણના કારણે તાજમહેલ બેરંગ થવા પર મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રદૂષણના કારણે તાજમહેલ બેરંગ થવા પર મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપ્યો. (ફાઇલ)

   નવી દિલ્હી: પ્રદૂષણના કારણે તાજમહેલના બેરંગ થવા પર મંગળવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જબરદસ્ત ઠપકો આપ્યો. કોર્ટે પૂછ્યું, "શું તમને બેરંગ થઇ રહેલાતાજમહેલની કોઇ ચિંતા છે? શું તેના સંરક્ષણ માટે આપણે વિદેશી એક્સપર્ટ્સની મદદ લેવી પડશે?" કોર્ટે કેન્દ્ર અને એએસઆઇને નિર્દેશ આપ્યા છે કે તાજમહેલની વિશેષજ્ઞો પાસે તપાસ કરાવડાવીને રિપોર્ટ સોંપે. આગામી સુનાવણી 9 મેના રોજ થશે.

   એએસઆઇની બેદરકારીથી નુકસાન થઇ રહ્યું છે: અરજદાર

   - તાજમહેલને પ્રદૂષણ અને ઝેરીલા ગેસોથી બચાવવાની માંગ સાથે જોડાયેલી અરજી પર જસ્ટિસ મદન બી લોકુર અને દીપક ગુપ્તાની બેંચ સુનાવણી કરી રહી છે.

   - અરજદારે કહ્યું કે ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણ (એએસઆઇ)ની બેદરકારીથી તાજમહેલને નુકસાન થઇ રહ્યું છે. ફોટો બતાવીને તેમણે કહ્યું કે પહેલા તાજમહેલનો રંગ પીળો પડ્યો અને હવે તે ભૂરો અને લીલો થઇ રહ્યો છે. ફોટો જોઇને જસ્ટિસ લોકુરે કેન્દ્ર તરફથી હાજર થયેલા એએસજી એએનએસ નાડકર્ણીને પૂછ્યું કે તાજમહેલનો રંગ કેમ બદલાઇ રહ્યો છે?
   - તેમણે કહ્યું કે ઇમારતની જાળવણી અને તેનું સંરક્ષણ એ એએસઆઇની જવાબદારી છે. તેના પર નારાજગી દર્શાવતા જસ્ટિસ લોકુરે કહ્યું કે તમને બેરંગ તાજમહેલની પરવા છે કે તેના માટે આપણે વિદેશી એક્સપર્ટ્સની મદદ લેવી પડશે?

   - કેન્દ્રએ કહ્યું કે તે એએસઆઇ સાથે વિશેષજ્ઞો દ્વારા તાજમહેલની તપાસ કરાવડાવશે. તેના પર જસ્ટિસ લોકુરે કહ્યું કે અમને જાણ નથી કે તમારી પાસે એક્સપર્ટ્સ છે કે નહીં. જો છે તો તમે તેમનો ઉપયોગ નથી કરતા. જસ્ટિસ લોકુરે કેન્દ્ર અને એએસઆઇને નિર્દેશ આપ્યા કે તાજમહેલની સુંદરતા જાળવી રાખવા માટે યોગ્ય પગલાં ઉઠાવો. પ્રદૂષણથી થઇ રહેલા નુકસાનના આકલન અને બચાવના ઉપાયો શોધવા માટે એક્સપર્ટ્સ પાસે તપાસ કરાવો.

   યુપી વકફ બોર્ડે કર્યો હતો દાવો

   - એપ્રિલમાં તાજમહેલ પર માલિકી હક દર્શાવીને ઉત્તરપ્રદેશ સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે મુગલ બાદશાહ શાહજહાંએ બોર્ડના પક્ષમાં તેનું વકફનામું કર્યું હતું. તેના પર સુપ્રીમ કોર્ટે પુરાવા તરીકે શાહજહાંના હસ્તાક્ષર વાળા દસ્તાવેજો બતાવવા માટે કહ્યું. તાજમહેલ પર હકને લઇને સુન્ની વકફ બોર્ડ અને એએસઆઇની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SC rebuked central govt do you care for the Tajmahal becoming colorless
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top