ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Ayodhya issue: SC decided next date for hearin

  અયોધ્યા મામલોઃ સુપ્રીમમાં જમીયતે કહ્યું- બંધારણીય પીઠને સોંપાય કેસ

  divyabhaskar.com | Last Modified - Apr 27, 2018, 05:30 PM IST

  ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે 15 મેના રોજ આગામી સુનાવણી નક્કી કરી છે
  • સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણીની આગામી તારીખ નક્કી થઈ ગઈ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણીની આગામી તારીખ નક્કી થઈ ગઈ છે. (ફાઇલ)

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણીની આગામી તારીખ નક્કી થઈ ગઈ છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે 15 મેના રોજ આગામી સુનાવણી નક્કી કરી છે. રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ સ્વામિત્વને લઈને આ પહેલા 6 એપ્રિલે સુનાવણી માટે આજની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલામાં કોઈ ત્રીજા પક્ષને સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે તે પક્ષકારોને વાતચીત દ્વારા અયોધ્યા વિવાદના ઉકેલ માટે નહીં કહે. સુનાવણી દરમિયાન જમીયત ઉલેમા-એ-હિંદએ આ કેસને બંધારણીય પીઠ પાસે મોકલવાની માંગ કરી છે.

   ઉલેમા-એ-હિંદે શું કરી દલીલ

   - જમીયત તરફથી વકીલ રાજૂ રામચંદ્રને કહ્યું કે આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેના કારણે તેને બંધારણીય પીઠ પાસે મોકલવો જોઈએ.
   - તેઓએ એમ પણ કહ્યું કે હાઈકોર્ટે તેને અસાધારણ મહત્વવાળા કેસ તરીકે લીધો હતો, કાયદાના સવાલ પર નહીં.

   હરીશ સાલ્વેએ શું કહ્યું?

   - બીજી તરફ, હિંદુ પક્ષ તરફથી રજૂઆત કરી રહેલા વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે હવે દેશ 1992થી આગળ વધી ચૂક્યો છે. તેઓએ કહ્યું કે બે સંપ્રદાયોની વચ્ચેનો નહીં પરંતુ માત્ર સંપત્તિ વિવાદ રહી ગયો છે.
   - હરીશ સાલ્વેએ કહ્યું કે ધર્મ અને રાજકારણની ચર્ચા કોર્ટના દરવાજાની બહાર કરવી જોઈએ. તેઓએ કહ્યું કે કોર્ટ સંપત્તિ વિવાદ સાથે જોડાયેલા આ મામલાની ગંભીરતાને સમજે છે, તેથી જ તેની સુનાવણી કરી રહી છે.

   પહેલા કહ્યું હતું- વિવાદનો ઉકેલ પરસ્પર વાતચીત દ્વારા શોધવો જોઈએ

   - કોર્ટે પહેલા એવું નક્કી કરી રહી હતી કે આ ભૂમિ વિવાદના મુદ્દાને પાંચ સભ્યોની બંધારણીય પઠની પાસે મોકલવો જોઈએ કે નહીં. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની વિશેષ પીઠે કહ્યું હતું કે તે પક્ષકારોને આ વિવાદની વાતચીત દ્વારા સમાધાન કાઢવા માટે દબાણ ન કરી શકે.

   - અયોધ્યાવાસીઓના એક સમૂહે પીઠને કહ્યું હતું કે વિવાદનો ઉકેલ પરસ્પર વાતચીત દ્વારા શોધવો જોઈએ. તેની પર પીઠે કહ્યું હતું કે જો પક્ષકાર એકબીજા સાથે કોઈ કરાર કરવા માંગે છે તો તે કરી શકે છે પરંતુ અમે કંઈ નહીં કહીએ.
   - બીજી તરફ, સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ સ્પષ્ટ કરી દીધું કે તે અયોધ્યા ભૂમિ વિવાદ મુદ્દે માત્ર પક્ષકારોને જ સાંભળશે. ત્રણ સભ્યોની પીઠે આ મામલામાં કોઈપણ ત્રીજા પક્ષને સામેલ કરવાનો ઇન્કાર કરી દીધો. પીઠે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની આ મામલામાં દખલ દેવાની અરજી પણ ઠુકરાવી દીધી હતી.

  • અયોધ્યાવાસીઓના એક સમૂહે પીઠને કહ્યું હતું કે વિવાદનો ઉકેલ પરસ્પર વાતચીત દ્વારા શોધવો જોઈએ. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અયોધ્યાવાસીઓના એક સમૂહે પીઠને કહ્યું હતું કે વિવાદનો ઉકેલ પરસ્પર વાતચીત દ્વારા શોધવો જોઈએ. (ફાઇલ)

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણીની આગામી તારીખ નક્કી થઈ ગઈ છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં ત્રણ જજોની ખંડપીઠે 15 મેના રોજ આગામી સુનાવણી નક્કી કરી છે. રામ જન્મભૂમિ- બાબરી મસ્જિદ સ્વામિત્વને લઈને આ પહેલા 6 એપ્રિલે સુનાવણી માટે આજની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલામાં કોઈ ત્રીજા પક્ષને સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે તે પક્ષકારોને વાતચીત દ્વારા અયોધ્યા વિવાદના ઉકેલ માટે નહીં કહે. સુનાવણી દરમિયાન જમીયત ઉલેમા-એ-હિંદએ આ કેસને બંધારણીય પીઠ પાસે મોકલવાની માંગ કરી છે.

   ઉલેમા-એ-હિંદે શું કરી દલીલ

   - જમીયત તરફથી વકીલ રાજૂ રામચંદ્રને કહ્યું કે આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેના કારણે તેને બંધારણીય પીઠ પાસે મોકલવો જોઈએ.
   - તેઓએ એમ પણ કહ્યું કે હાઈકોર્ટે તેને અસાધારણ મહત્વવાળા કેસ તરીકે લીધો હતો, કાયદાના સવાલ પર નહીં.

   હરીશ સાલ્વેએ શું કહ્યું?

   - બીજી તરફ, હિંદુ પક્ષ તરફથી રજૂઆત કરી રહેલા વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે હવે દેશ 1992થી આગળ વધી ચૂક્યો છે. તેઓએ કહ્યું કે બે સંપ્રદાયોની વચ્ચેનો નહીં પરંતુ માત્ર સંપત્તિ વિવાદ રહી ગયો છે.
   - હરીશ સાલ્વેએ કહ્યું કે ધર્મ અને રાજકારણની ચર્ચા કોર્ટના દરવાજાની બહાર કરવી જોઈએ. તેઓએ કહ્યું કે કોર્ટ સંપત્તિ વિવાદ સાથે જોડાયેલા આ મામલાની ગંભીરતાને સમજે છે, તેથી જ તેની સુનાવણી કરી રહી છે.

   પહેલા કહ્યું હતું- વિવાદનો ઉકેલ પરસ્પર વાતચીત દ્વારા શોધવો જોઈએ

   - કોર્ટે પહેલા એવું નક્કી કરી રહી હતી કે આ ભૂમિ વિવાદના મુદ્દાને પાંચ સભ્યોની બંધારણીય પઠની પાસે મોકલવો જોઈએ કે નહીં. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની વિશેષ પીઠે કહ્યું હતું કે તે પક્ષકારોને આ વિવાદની વાતચીત દ્વારા સમાધાન કાઢવા માટે દબાણ ન કરી શકે.

   - અયોધ્યાવાસીઓના એક સમૂહે પીઠને કહ્યું હતું કે વિવાદનો ઉકેલ પરસ્પર વાતચીત દ્વારા શોધવો જોઈએ. તેની પર પીઠે કહ્યું હતું કે જો પક્ષકાર એકબીજા સાથે કોઈ કરાર કરવા માંગે છે તો તે કરી શકે છે પરંતુ અમે કંઈ નહીં કહીએ.
   - બીજી તરફ, સુપ્રીમ કોર્ટે આ પહેલા પણ સ્પષ્ટ કરી દીધું કે તે અયોધ્યા ભૂમિ વિવાદ મુદ્દે માત્ર પક્ષકારોને જ સાંભળશે. ત્રણ સભ્યોની પીઠે આ મામલામાં કોઈપણ ત્રીજા પક્ષને સામેલ કરવાનો ઇન્કાર કરી દીધો. પીઠે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની આ મામલામાં દખલ દેવાની અરજી પણ ઠુકરાવી દીધી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Ayodhya issue: SC decided next date for hearin
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top