ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સુપ્રીમ કોર્ટે કહ્યું કે કઠુઆ કેસ જમ્મુથી બહાર નહી જાય | Kathua case SC to consider plea of Two accused says Trial be not transfered out of Jammu

  કઠુઆ કેસઃ સુપ્રીમે આરોપીઓની અરજી સ્વીકારી, સુનાવણી જમ્મુથી બહાર નહીં

  Divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 12:55 PM IST

  પીડિતાના પિતાએ આ કેસ સીબીઆઈને સોંપવા અને જમ્મુ-કાશ્મીરથી ચંદીગઢ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.
  • પોલીસની ચાર્જશીટ મુજબ, કઠુઆ જિલ્લાના રાસના ગામમાં લઘુમતી બકરવાલ સમુદાયની 8 વર્ષની બાળકી સાથે જાન્યુઆરીમાં બંધક બનાવીને અનેક દિવસો સુધી ગેંગરેપ કરવામાં આવ્યો હતો (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસની ચાર્જશીટ મુજબ, કઠુઆ જિલ્લાના રાસના ગામમાં લઘુમતી બકરવાલ સમુદાયની 8 વર્ષની બાળકી સાથે જાન્યુઆરીમાં બંધક બનાવીને અનેક દિવસો સુધી ગેંગરેપ કરવામાં આવ્યો હતો (ફાઈલ)

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કઠુઆ ગેંગરેપ મામલામાં બે આરોપીઓની પિટિશન સ્વીકારી લીધી છે. કોર્ટે કહ્યું કે મામલાની સુનાવણી જમ્મુની બહાર નહીં થઈ શકે. આ પહેલા પીડિતાના પિતાએ આ કેસ સીબીઆઈને સોંપવા અને જમ્મુ-કાશ્મીરથી ચંદીગઢ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.

   માહોલ નિષ્પક્ષ સુનાવણીને લાયક નહીં- પીડિત પક્ષના વકીલ

   - પીડિત પક્ષના વકીલ ઈન્દિરા જયસિંહે સુપ્રીમને કહ્યું કે, માહોલ નિષ્પ સુનાવણીને લાયક નથી. માહોલ એકતરફી થઈ ગયો છે.
   - તેઓએ કહ્યું કે, પોલીસે ખૂબ જ સારું કામ કર્યું છે. તેઓએ આરોપીઓની ધરપકડ ઉપરાંત તેના વૈજ્ઞાનિક સાક્ષ્ય પણ એકત્ર કર્યા છે.
   - સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પીડિત પરિવાર અને તેમની રજૂઆત કરતા વકીલને સુરક્ષા પૂરી પાડવાના આદેશ આપ્યા છે.
   - ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં પીડિત પક્ષ તરફથી રજૂઆત વકીલ દીપિકા સિંહ રાજાવત કરી રહ્યા છે. તેઓએ અજાણ્યા લોકો દ્વારા ધમકી મળવાની વાત કહી હતી.
   - રાજાવતે કહ્યું હતું કે, મને તેઓએ (બાર એસોસિએશનના વકીલ) એકલી પાડી દીધી છે. કોર્ટેમાં પ્રેક્ટિસ કરવાથી પણ રોકવામાં આવી રહી છે. હું નથી જાણતી કે આગળનું કામ કેવી રીતે કરીશ. મુસ્લિમ મહિલા માટે ન્યાયની લડાઈ લડવા પર મને હિન્દુ વિરોધી કહીને સમાજથી બહાર કરવાની વાતો થઈ રહી છે.

   શું છે મામલો?

   - પોલીસની ચાર્જશીટ મુજબ, કઠુઆ જિલ્લાના રાસના ગામમાં લઘુમતી બકરવાલ સમુદાયની 8 વર્ષની બાળકી સાથે જાન્યુઆરીમાં બંધક બનાવીને અનેક દિવસો સુધી ગેંગરેપ કરવામાં આવ્યો. બાદમાં તેની ક્રૂરતાપૂર્ણ હત્યા કરી દેવાઈ.
   - આ મામલામાં ગામના એક મંદિરના 60 વર્ષીય સેવાદાર સાંઝી રામ સહિત 8 લોકો આરોપી છે. જેમાં એક (સાંઝી રામનો ભત્રીજો) સગીર છે. તમામની ધરપકડ કરી લેવામાં આવી છે.
   - 10 એપ્રિલને આ મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ત્યારે વકીલોએ પોલીસને ચાર્જશીટ દાખલ કરતા રોક્યા. ત્યારબાદથી જ આ મામલાને વેગ પકડ્યો.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • 10 એપ્રિલને આ મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ત્યારે વકીલોએ પોલીસને ચાર્જશીટ દાખલ કરતા રોક્યા. ત્યારબાદથી જ આ મામલાને વેગ પકડ્યો (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   10 એપ્રિલને આ મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ત્યારે વકીલોએ પોલીસને ચાર્જશીટ દાખલ કરતા રોક્યા. ત્યારબાદથી જ આ મામલાને વેગ પકડ્યો (ફાઈલ)

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કઠુઆ ગેંગરેપ મામલામાં બે આરોપીઓની પિટિશન સ્વીકારી લીધી છે. કોર્ટે કહ્યું કે મામલાની સુનાવણી જમ્મુની બહાર નહીં થઈ શકે. આ પહેલા પીડિતાના પિતાએ આ કેસ સીબીઆઈને સોંપવા અને જમ્મુ-કાશ્મીરથી ચંદીગઢ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.

   માહોલ નિષ્પક્ષ સુનાવણીને લાયક નહીં- પીડિત પક્ષના વકીલ

   - પીડિત પક્ષના વકીલ ઈન્દિરા જયસિંહે સુપ્રીમને કહ્યું કે, માહોલ નિષ્પ સુનાવણીને લાયક નથી. માહોલ એકતરફી થઈ ગયો છે.
   - તેઓએ કહ્યું કે, પોલીસે ખૂબ જ સારું કામ કર્યું છે. તેઓએ આરોપીઓની ધરપકડ ઉપરાંત તેના વૈજ્ઞાનિક સાક્ષ્ય પણ એકત્ર કર્યા છે.
   - સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પીડિત પરિવાર અને તેમની રજૂઆત કરતા વકીલને સુરક્ષા પૂરી પાડવાના આદેશ આપ્યા છે.
   - ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં પીડિત પક્ષ તરફથી રજૂઆત વકીલ દીપિકા સિંહ રાજાવત કરી રહ્યા છે. તેઓએ અજાણ્યા લોકો દ્વારા ધમકી મળવાની વાત કહી હતી.
   - રાજાવતે કહ્યું હતું કે, મને તેઓએ (બાર એસોસિએશનના વકીલ) એકલી પાડી દીધી છે. કોર્ટેમાં પ્રેક્ટિસ કરવાથી પણ રોકવામાં આવી રહી છે. હું નથી જાણતી કે આગળનું કામ કેવી રીતે કરીશ. મુસ્લિમ મહિલા માટે ન્યાયની લડાઈ લડવા પર મને હિન્દુ વિરોધી કહીને સમાજથી બહાર કરવાની વાતો થઈ રહી છે.

   શું છે મામલો?

   - પોલીસની ચાર્જશીટ મુજબ, કઠુઆ જિલ્લાના રાસના ગામમાં લઘુમતી બકરવાલ સમુદાયની 8 વર્ષની બાળકી સાથે જાન્યુઆરીમાં બંધક બનાવીને અનેક દિવસો સુધી ગેંગરેપ કરવામાં આવ્યો. બાદમાં તેની ક્રૂરતાપૂર્ણ હત્યા કરી દેવાઈ.
   - આ મામલામાં ગામના એક મંદિરના 60 વર્ષીય સેવાદાર સાંઝી રામ સહિત 8 લોકો આરોપી છે. જેમાં એક (સાંઝી રામનો ભત્રીજો) સગીર છે. તમામની ધરપકડ કરી લેવામાં આવી છે.
   - 10 એપ્રિલને આ મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી. ત્યારે વકીલોએ પોલીસને ચાર્જશીટ દાખલ કરતા રોક્યા. ત્યારબાદથી જ આ મામલાને વેગ પકડ્યો.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સુપ્રીમ કોર્ટે કહ્યું કે કઠુઆ કેસ જમ્મુથી બહાર નહી જાય | Kathua case SC to consider plea of Two accused says Trial be not transfered out of Jammu
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top