ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» છત્તીસગઢમાં અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યાં | Amit Shah commented on Rahul Gandhi in Sarguja Chhattisgarh

    રાહુલ 4 વર્ષનો હિસાબ માગે છે, પ્રજાને તેમની 4 પેઢીનો હિસાબ જોઈએ- શાહ

    Divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 04:35 PM IST

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે કહ્યું કે મોદી સરકારના ચાર વર્ષનો હિસાબ રાહુલ ગાંધીને આપવાની જરૂર નથી.
    • અમિત શાહે કહ્યું કે અમને જનતાએ સત્તા સુધી પહોંચાડ્યા છે, જ્યારે અમે વોટ માગવા જઈશું ત્યારે પાઈ-પાઈનો હિસાબ આપીશું
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      અમિત શાહે કહ્યું કે અમને જનતાએ સત્તા સુધી પહોંચાડ્યા છે, જ્યારે અમે વોટ માગવા જઈશું ત્યારે પાઈ-પાઈનો હિસાબ આપીશું

      સરગુજાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે કહ્યું કે મોદી સરકારના ચાર વર્ષનો હિસાબ રાહુલ ગાંધીને આપવાની જરૂર નથી. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ અમારા 4 વર્ષના કાર્યકાળનો હિસાબ માગી રહ્યાં છે પરંતુ જનતા તેમની પાસેથી તેમની 4 પેઢીઓએ સરકારમાં રહીને શું કર્યું તે જાણવા માગે છે. 55 વર્ષમાં પરિવારની પાસે સત્તા રહ્યાં બાદ પણ દેશમાં વિકાસ કેમ થયો નથી?

      'જનતાને પાઈ પાઈનો હિસાબ આપીશું'

      - સરગુજામાં વિકાસ યાત્રામાં અમિત શાહે કહ્યું કે, "અમને જનતાએ સત્તા આપી છે. અમે તેમના ઉતરદાયી છીએ, અમારે કોંગ્રેસને હિસાબ આપવાની કોઈ જ જરૂર નથી. જ્યારે અમે જનતા સામે વોટ માંગવા જઈશું ત્યારે પાઈ-પાઈનો હિસાબ આપીશું. ભાજપ પાર્ટી જ એક એવી પાર્ટી છે જે ચૂંટણી પહેલાં જ પોતાની સરકારનો હિસાબ લઈને જનતા પાસે જાય છે."

      'મોદી સરકારમાં આપણી સરહદો સુરક્ષિત થઈ'

      - શાહે કહ્યું કે, "મોદી સરકારમાં આપણી સરહદો સુરક્ષિત થઈ છે. પહેલાં પાકિસ્તાન દિવસ રાત આપણાં પર હુમલાઓ કરતા હતા, પરંતુ આ સરકારમાં જવાનોએ તેમના પર સર્જિકલ સ્ટ્રાઈક કર્યું. ભારત માતાના જયકાર કરતાં પરત ફર્યાં. ભારતને વિશ્વભરમાં અલગ ઓળખ મળી છે."

      'કોંગ્રેસના મૂળિયા છત્તીસગઢમાં ઉખેડી નાંખીશુ'

      - શાહે કહ્યું કે, "રેલીમાં જોવા મળતી ભીડથી એક વાત સ્પષ્ટ છે કે અહીં રમણ સિંહની સરકાર બનીને રહેશે. છત્તીસગઢથી કોંગ્રેસને ઉખાડીને ફેંકવું છે. એટલી પ્રચંડ જીત મળે કે વિપક્ષની છાતી પર બેસી જઈએ. ભાજપ જેવો દમ કોઈનામાં નથી, જે ચૂંટણી પહેલાં જ પોતાના હિસાબો આપે છે."

      રમણ સિંહે કહ્યું- કોંગ્રેસે 60 વર્ષોમાં કંઈ જ નથી કર્યું

      - રમણ સિંહે કહ્યું કે, "કોંગ્રેસ વિકાસ યાત્રા કરી રહી છે. હું સરગુજાના લોકોને પૂછવા માંગુ છું કે શું ક્યારેય કોંગ્રેસની સરકારે પોતાના 60 વર્ષમાં 1 રૂપિયા કિલોના ભાવે ચોખા આપ્યાં. શું તેઓએ કોઈને ક્યારેય મેડિકલ ક્લેમની સુવિધા આપી?"

      વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • રમણ સિંહે કહ્યું મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      રમણ સિંહે કહ્યું મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: છત્તીસગઢમાં અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યાં | Amit Shah commented on Rahul Gandhi in Sarguja Chhattisgarh
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `