આ ટ્રેનની સાથે દોડે છે ઘોડા, દરેક કોચ પર રહે છે BSFના જવાનોની નજર

Samjauta express special train between India Pakistan
Samjauta express special train between India Pakistan

ભારત અને પાકિસ્તાનની વચ્ચે દોડતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન ઘણી મહત્વપૂર્ણ છે. તે એકમાત્ર એવી ટ્રેન છે જે જવાનોની સુરક્ષા વચ્ચે દોડે છે. 22 જુલાઈ 1976ના રોજ અટારી-લાહોરની વચ્ચે શરૂ થયેલી સમજૌતા એક્સપ્રેસની સાથે ઘોડા પર જવાનો ચાલે છે. હાલની સમજૂતીના આધારે આ ટ્રેન 2019 સુધી ચાલશે.

Divyabhaskar.com

Sep 14, 2018, 04:16 PM IST

નેશનલ ડેસ્ક/અમૃતસરઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે દોડતી સમજૌતા એક્સપ્રેસ ટ્રેન ઘણી મહત્વપૂર્ણ છે. તે એકમાત્ર એવી ટ્રેન છે જે જવાનોની સુરક્ષા વચ્ચે દોડે છે. 22 જુલાઈ 1976ના રોજ અટારી-લાહોરની વચ્ચે શરૂ થયેલી સમજૌતા એક્સપ્રેસની સાથે ઘોડા પર જવાનો ચાલે છે. હાલની સમજૂતીના આધારે આ ટ્રેન 2019 સુધી ચાલશે.

અટારી-વાઘા વચ્ચે કેવી રીતે પસાર થાય છે ટ્રેન?


સમજૌતા એક્સપ્રેસ અટારી-વાઘાની વચ્ચે માત્ર ત્રણ કિમીનો રસ્તો પસાર કરે છે. ટ્રેન ઉપડે તો પહેલા ટ્રેકની સારી રીતે તપાસ કરવામાં આવે છે. બીએસએફના જવાન ઘોડા પર સવાર થઈને ટ્રેનની સાથે ચાલે છે. ટ્રેનના દરેક કોચ પર તેમની નજર હોય છે. જવાન કોઈ પણ સંવેદનશીલ ઘટના થતાં તાત્કાલિક એક્શન લે છે.

કેવી શરૂ થઈ હતી આ ટ્રેન?


1971ની લડાઈ બાદ ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઝુલ્ફીકારઅલી ભુટ્ટોની વચ્ચે શિમલા સમજૂતી થઈ. તે હેઠળ રેલ સંપર્ક સાધવા સમજૂતી થઈ. અટારીથી લઈને લાહોર સુધી રેલ માર્ગ પહેલાથી જ હતો, તેથી સમજૌતા એક્સપ્રેસ શરૂ કરવામાં કોઈ વિશેષ અવરોધ ન આવ્યો. જ્યારે રાજસ્થાનમાં 1965ના યુદ્ધમાં ભારતીય સેનાએ ખોખરા પારને પોતાના કબજામાં લઈને રેલ ટ્રેક ઉખાડી દીધો, તેથી થાર એક્સપ્રેસની શરૂઆત કરતાં પહેલાં બંને દેશોના પોતપોતાના વિસ્તારોમાં ફરીથી રેલ લાઇનના નિર્માણનું કામ કર્યું.

વાંચોઃ 7મા ધોરણમાં ભણતી બાળકી એક દિવસ માટે બની નપા અધ્યક્ષ, એક દિવસમાં જ લીધો એવો નિર્ણય જેની દરેક લોકો કરે છે પ્રશંસા

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
Samjauta express special train between India Pakistan
Samjauta express special train between India Pakistan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી