પ્રશંસા / મોદીજીએ સૌને સાથે લઈને ચાલવાના પ્રયાસ કર્યા, નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બને- મુલાયમ સિંહ

Divyabhaskar | Updated - Feb 14, 2019, 07:43 AM
X

  • લોકસભાના બજેટ સત્રનો આજનો અંતિમ દિવસ
  • પીઢ સમાજવાદી નેતા અને સાંસદ-મુલાયમે મોદીના કાર્યની પ્રશંસા કરી
  • પીએમ મોદીને શુભેચ્છા આપતા કહ્યું- આપ ફરીથી વડાપ્રધાન બનો !
  • મુલાયમ સિંહની ઠીક બાજુમાં સંસદમાં સોનિયા ગાંધી પણ બેઠા હતા

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશના ભુતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમસિંહ યાદવે એક મોટું નિવેદન આપ્યું છે.  યાદવે  લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, મારી ઇચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને. મુલાયમસિંહ યાદવે એવું પણ કહ્યું કે મારી એવી મનોકામના છે કે જે પણ વર્તમાન લોકસભાના સંસદસભ્યો છે એ સાંસદો ફરીથી ચૂંટણી જીતીને 2019માં સદનમાં ફરીથી આવે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે લોકસભા બજેટસત્રનો અને સદન સમાપ્તિનો છેલ્લો દિવસ હતો.

 

મુલાયમ સિંહના નિવેદનને ભાજપે વધાવ્યું: પાંચ વર્ષીય લોકસભા સદન સમાપ્તિના અંતિમ દિવસે બધા સદસ્યો લોકસભામાં પોતાનું છેલ્લુ ભાષણ આપે છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે પીએમ પર પ્રશંસાના પુષ્પો વેર્યા હતા અને તેમના માટે મોટું નિવેદન આપ્યું  હતું. મુલાયમ સિંહના આ નિવેદનથી સમગ્ર સંસદમાં ખાસ કરીને ભાજપના તેમજ NDAના સદસ્યો ઉત્સાહથી તાલીઓ વગાડવા લાગ્યા તેમજ બેંન્ચ થપથપાવીને આ નિવેદનને વધાવી લીધુ હતું. મુલાયમજીના નિવેદનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ જોડીને અભિવાદન કર્યું હતુ. ખાસ વાત તો એ છે કે મુલાયમ સિંહ જ્યારે આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે મુલાયમ સિંહના ઠીક બાજુમાં UPAની ચેરપર્સન સોનિયા ગાંધી બેઠા હતા. 

મુલાયમ સિંહની વાતથી મારી અસહમતિ છે-રાહુલ ગાંધી
1.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જ્યારે સંસદમાં મુલાયમ સિંહના નિવેદન-મોદી એક વાર ફરીથી પીએમ બને- અંગે પ્રતિક્રીયા પૂછતા તેમણે કહ્યું કે 'હું મુલાયમ સિંહના નિવેદનથી અસહમત છું, પણ રાજનીતિમાં એમની એક મહત્વની ભૂમિકા રહી છે અને હું તેમના વિચારોનું સમ્માન કરુ છુ'.
 
સમાજવાદી પાર્ટીએ કહ્યું-અમે કેન્દ્રમાં સત્તા પરિવર્તનની ઇચ્છા રાખીએ છીએ
2.સપાના નેતા-રવિદાસ મેહરોત્રાએ મુલાયમજીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમને ખબર નથી કે નેતાજી(મુલાયમ સિંહજી)એ કયા સંદર્ભમાં આવુ નિવેદન આપ્યુ છે. પણ અમે કેન્દ્ર સરકારને બદલવા માગીએ છીએ. વડાપ્રધાન મોદી તેમના લોકસભા ક્ષેત્રમાં જ હારી જશે  
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App