5 વર્ષની સજા સાંભળતા જ કોર્ટ રૂમમાં રડી પડ્યો સલમાન, જશે સેન્ટ્રલ જેલ

કોર્ટ રૂમમાં સલમાનની બહેન અર્પિતા અને અલવીરા પણ રડી પડ્યા હતા.

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 02:44 PM
કોર્ટ રૂમમાં રડી પડ્યો સલમાન| SalmanKhan gets five years of imprisonment in Blackbuck case

કાળિયાર કેસમાં સલમાનને 5 વર્ષની સજા, કોર્ટ રૂમમાં રડી પડ્યો 'ટાઈગર'.જોધપુર કોર્ટે આજે કાળિયાર કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટ રૂમમાં જજે ચુકાદો સંભળાવતા જ સલમાન ખાનની આંખમાં આસું આવી ગયા હતા. કોર્ટ રૂમમાં સલમાન ખાનની સાથે તેની બહેનો અર્પિતા અને અલવીરા પણ હાજર હતી.

જોધપુર: જોધપુર કોર્ટે આજે કાળિયાર કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટ રૂમમાં જજે ચુકાદો સંભળાવતા જ સલમાન ખાનની આંખમાં આસું આવી ગયા હતા. કોર્ટ રૂમમાં સલમાન ખાનની સાથે તેની બહેનો અર્પિતા અને અલવીરા પણ હાજર હતી. તેઓ પણ જજનો ચુકાદો સાંભળીને કોર્ટ રૂમમાં રડી પડ્યા હતા.

સામાન્ય રીતે કલાકારોને ઓન સ્ક્રિન રડવા માટે ગ્લિસરીનની જરૂર પડતી હોય છે પરંતુ જ્યારે હકીકતમાં તેઓ આવી કોઈ મુશ્કેલીમાં ફસાય છે ત્યારે તેઓ પણ માનવ સહજ રડી પડે છે. આજે સલમાન ખાન સાથે પણ તેવું જ થયું . કોર્ટ રૂમમાં ચુકાદો સાંભળતા જ સલમાન રડી પડ્યો હતો.

સોમવાર સુધી પણ સલમાન જેલમાં રહે તેવી શક્યતા

- નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો સલમાન ખાનને આવતી કાલે જામીન નહીં મળે તો પછી શનિ-રવિ કોર્ટમાં રજા રહેશે અને તો સલમાન ખાનને સોમવાર સુધી કોર્ટમાં હાજર રહેવું પડશે.

કોર્ટ રૂમનો માહોલ

- સજા સંભળાવી રહ્યા હતા જજ ત્યારે દિવાલને અડીને ઊભો હતો સલમાન
- લંચ દરમિયાન સલમાનની બંને બહેનો કોર્ટ રૂમની બહાર ગેલેરમાં ફોન પર વાત કરી રહી હતી અને સલમાન એકલો ખુરશી પર બેઠો હતો.
- લંચ પછી જજ ડાયસ ઉપર આવ્યા અને સલમાન ખુશીથી ઊભો થઈને દિવાલના ટેકે ઊભો હતો. બહેનો પણ સલમાન ખના સાથે ઊભી હતી.
- જજે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા અને રૂ. 10,000નો દંડ કર્યો છે. જજનો નિર્ણય સાંભળીને બંને બહેનોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
- બિશ્નોઈ સમાજે જજના નિર્ણય પછી નારેબાજી કરીને તેમની ખુશી વ્યક્ત કરી હતી.

20 વર્ષમાં સલમાને 18 દિવસ કાઢ્યા જેલમાં

- હિરણ શિકારના 3 કેસમાં સલમાન પોલીસ અને જ્યુડિશિયલ કસ્ટડીમાં 18 દિવસ જેલમાં રહ્યા હતા.
- 6 દિવસ- વન વિભાગે 12 ઓક્ટોબર 1998માં અટકાયત કરવામાં આવી હતી. તેઓ 17 ઓક્ટોબર સુધી જેલમાં રહ્યા હતા.
- 6 દિવસ- ઘોડા ફાર્મ મામલે 10 એપ્રિલ 2006એ સલમાનને લોઅર કોર્ટે 5 વર્ષની જેલની સજા સંભળાવી હતી. 15 એપ્રિલ સુધી તેઓ જેલમાં રહ્યા હતા.
- 6 દિવસ- સેશન કોર્ટે આ સજાને મંજૂરી આપી હતી. ત્યારે 26થી 31 ઓગસ્ટ 2007 સુધી સલમાન ખાન જેલમાં રહ્યો હતો.

સલમાન ખાન પર કેટલા કેસ, કેટલી કાર્યવાહી

ઘોડા ફાર્મ હાઉસ કેસ

- 28 સપ્ટેમ્બર 1998: આરોપ મુજબ સલમાન ખાન અને તેના સાથીઓએ ઘોડા ફાર્મ હાઉસની પાસે કાળિયારનો શિકાર કર્યો.
- 10 એપ્રિલ 2006: લાંબી સુનાવણી બાદ સીજેએમ કોર્ટે સલમાન ખાનને 5 વર્ષ જેલની સજા સંભળાવી.

- 25 જુલાઈ 2016: રાજસ્થાન હાઈકોર્ટે પુરાવાના અભાવે સલમાન ખાનને મુક્ત કરી દીધો.

ભવાદગામ કેસ

- 26 સપ્ટેમ્બર 1998: આરોપ પ્રમાણે જોધપુરના ભવાદ પાસે સલમાન ખાન અને તેમના બે સાથિઓએ 2 ચિંકારાના શિકાર કર્યા હતા.
- 17 ફેબ્રુઆરી 2006: સીજેએમ કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરીને 1 વર્ષની જેલની સજા સંભળાવી હતી.
- 25 જુલાઈ 2016: રાજસ્થાન હાઈકોર્ટે આ મામલે સલમાન ખાનને નિર્દોષ જાહેર કરી દીધો હતો.

આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ
- 18 જાન્યુઆરી, 2017: નીચલી કોર્ટે આ કેસમાં સલમાન ખાનને નિર્દોષ જાહેર કરી દીધો છે. રાજ્ય સરકાર આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી છે.

સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

કોર્ટ રૂમમાં રડી પડ્યો સલમાન| SalmanKhan gets five years of imprisonment in Blackbuck case
કોર્ટ રૂમમાં રડી પડ્યો સલમાન| SalmanKhan gets five years of imprisonment in Blackbuck case
કોર્ટ રૂમમાં રડી પડ્યો સલમાન| SalmanKhan gets five years of imprisonment in Blackbuck case
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App