કાળા હરણ શિકાર મામલે આજે ચુકાદો, દોષિત હશે સલમાન તો થશે 6 વર્ષની જેલ

આ મામલે આરોપી સલમાન ખાન, સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ, સોનાલી બેન્દ્રે બુધવારે જોધપુર આવી ગયા છે

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 09:09 AM
જોધપુર સેન્ટ્રલ જેલમાં સલમાન
જોધપુર સેન્ટ્રલ જેલમાં સલમાન

વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટમાં ગુરુવારે નિર્ણય આવે તેવી સંપૂર્ણ શક્યતા છે. આ કેસમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રે આરોપી છે. આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998ની છે.

જોધપુર: વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટે સલમાન ખાનને દોષિત જાહેર કરીને પાંત વર્ષની જેલની સજા આપી છે. આ ઉપરાંત સલમાન ખાને રૂ. 10,000નો દંડ કરવામાં આવ્યો છે. સલમાન ખાનને કોર્ટમાંથી સીધો જોધપુર સેન્ટ્રેલ જેલ લઈ જવામાં આવ્યો. અહીં સલમાન ખાનનો મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. સલમાન ખાનના વકીલે જામીન અરજી કરી દીધી છે. આ વિશે કાલે સુનાવણી કરવામાં આવશે.

અન્ય સ્ટાર્સ નિર્દોષ

કોર્ટે બાકીના અન્ય સ્ટાર્સ સૈફ અલી ખાન, તબ્બુ, નિલમ અને સોનાલી બેન્દ્રને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટમાં હાજર થવા માટે દરકે સ્ટાર્સ બુધવારે જ જોધપુર પહોંચી ગયા હતા. આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998ની છે. ત્યારે આ બધા ફિલ્મ 'હમ સાથ-સાથે હૈ'ના શૂટિંગમાં રાજસ્થાન ગયા હતા.

કાળિયાર શિકાર કેસ અપડેટ્સ

- કોર્ટ રૂમમાંથી બહાર આવ્યા પછી પહેલાં સલમાન ખાનનો મેડિકલ ચેક-અપ કરવામાં આવશે અને ત્યારપછી તેને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે.

- નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો સલમાન ખાનને આવતી કાલે જામીન નહીં મળે તો પછી શનિ-રવિ કોર્ટમાં રજા રહેશે અને તો સલમાન ખાનને સોમવાર સુધી કોર્ટમાં હાજર રહેવું પડશે.

કોર્ટમાં કેવો હતો માહોલ

- સજા સંભળાવી રહ્યા હતા જજ ત્યારે દિવાલને અડીને ઊભો હતો સલમાન
- લંચ દરમિયાન સલમાનની બંને બહેનો કોર્ટ રૂમની બહાર ગેલેરમાં ફોન પર વાત કરી રહી હતી અને સલમાન એકલો ખુરશી પર બેઠો હતો.
- લંચ પછી જજ ડાયસ ઉપર આવ્યા અને સલમાન ખુશીથી ઊભો થઈને દિવાલના ટેકે ઊભો હતો. બહેનો પણ સલમાન ખના સાથે ઊભી હતી.
- જજે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા અને રૂ. 10,000નો દંડ કર્યો છે. જજનો નિર્ણય સાંભળીને બંને બહેનોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
- બિશ્નોઈ સમાજે જજના નિર્ણય પછી નારેબાજી કરીને તેમની ખુશી વ્યક્ત કરી હતી.

વકીલોએ સુનાવણી દરમિયાન શું કરી હતી દલીલો

- સલમાન ખાને કોર્ટમાં પોતાના પર લાગેલા દરેક આરોપ નકાર્યા હતા.

- સલમાન ખાનના વકીલે કહ્યું હતું કે, અમે આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકારીશું.

- સલમાન ખાનના વકીલે ઓછામાં ઓછી સજા કરવાની માગણી કરી હતી.

- સરકારી વકીલે સલમાનને 6 વર્ષની સજા કરવાની માગણી કરી હતી.

- બિશ્નોઈ સભાએ કહ્યું છે કે, તેઓ નિર્દોષ સાબીત થયેલા આરોપી સામે ફરી કેસ દાખલ કરશે.

કોર્ટ રૂમમાં સલમાનની બહેનો રડી પડી

- સૂત્રોના જણાવ્યા પ્રમાણે જોધપુર કોર્ટમાં જ્યારે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો ત્યારે તેની બે બહેનો અર્પિતા અને અલવીરા રડીપડી હતી. નોંધનીય છે કે, અલવીરા હંમેશા કોર્ટની સુનાવણી વખતે સલમાન ખાનની સાથે જ હોય છે.

- સલમાન ખાન અને તેમના સાથી મિત્રો પર 2 ચિંકારા અને 3 કાળા હરણના શિકારનો આરોપ હતો. સલમાન ખાન પર આર્મ્સ એક્ટ અંતર્ગત પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલે સલમાન પર કેટલા કેસ? તેમાં શું થયું?


- આ મામલે સલમાન પર ચાર કેસ છે. ત્રણ હરણનો શિકાર અને ચોથો આર્મ્સ એક્ટનો. તે સમયે સલમાનના રૂમમાંથી તેની ખાનગી પિસ્તોલ અને રાઈફલ પણ મળી આવી હતી. પરંતુ આ હથિયારોના લાયસન્સની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી.

ક્યાં અને ક્યારે કરવામાં આવ્યો હતો શિકાર


- સલમાન પર જોધપુર ઘોડા ફાર્મ હાઉસમાં ભવાન ગામમાં 27-28 સપ્ટેમ્બર 1998ની રાતે હરણના શિકારનો આરોપ છે. કાંકાણી ગામમાં 1 ઓક્ટોબર અને 2 કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. દરેક કેસમાં સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ અને સોનાલી બેન્દ્રે આરોપી છે.

કેટલા કેસમાં સજાની સુનાવણી થઈ, કેટલા કેસમાં બાકી?
1) કાંકાણી ગામ કેસ- આ મામલે આજે સલમાન ખાનને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે સલમાન ખાનને આ કેસમાં 5 વર્ષની જેલની સજા અને રૂ. 10,000નો દંડ કર્યો છે.
2) ઘોડા ફાર્મ હાઉસ કેસ- 10 એપ્રિલ 2006ના સીજેએમ કોર્ટે 5 વર્ષની સજા આપી હતી. ત્યારે સલમાન ખાન હાઈકોર્ટ ગયા હતા. 25 જુલાઈ 2016ના રોજ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી.
3) ભવાદ ગામ કેસ: સીજેએમ કોર્ટે 17 ફેબ્રુઆરી 2006ના રોજ સલમાન ખાનને દોષિત જાહેર કરીને એક વર્ષની જેલની સજા આપી હતી. હાઈકોર્ટે આ મામલે તેમને નિર્દોષ જાહેર કરી દીધા હતા. રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
4) આર્મ્સ કેસ: 18 જાન્યુઆરી 2017એ કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે.

20 વર્ષમાં સલમાને 18 દિવસ કાઢ્યા જેલમાં


- હિરણ શિકારના 3 કેસમાં સલમાન પોલીસ અને જ્યુડિશિયલ કસ્ટડીમાં 18 દિવસ જેલમાં રહ્યા હતા.
- 6 દિવસ- વન વિભાગે 12 ઓક્ટોબર 1998માં અટકાયત કરવામાં આવી હતી. તેઓ 17 ઓક્ટોબર સુધી જેલમાં રહ્યા હતા.
- 6 દિવસ- ઘોડા ફાર્મ મામલે 10 એપ્રિલ 2006એ સલમાનને લોઅર કોર્ટે 5 વર્ષની જેલની સજા સંભળાવી હતી. 15 એપ્રિલ સુધી તેઓ જેલમાં રહ્યા હતા.
- 6 દિવસ- સેશન કોર્ટે આ સજાને મંજૂરી આપી હતી. ત્યારે 26થી 31 ઓગસ્ટ 2007 સુધી સલમાન ખાન જેલમાં રહ્યા હતા.

સૈફ અલી, નીલમ, સોનાલી અને તબ્બુ પર કેમ હતો આરોપી


- કાંકાણી ગામ શિકાર મામલે સાક્ષીઓએ કોર્ટેને જણાવ્યું કે, ગોળીનો અવાજ સાંભળીને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. શિકાર સલમાને ખાને કર્યો હતો. પરંતુ જીપમાં તેમની સાથે સૈફ અલી, નીલમ, સોનાલી અને તબ્બુ પણ હતા. તેમના પર સલમાનને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો. ગામના લોકોને જોઈને સલમાને ખાને શિકાર કરેલા હિરણને ત્યાં જ છોડીને જતા રહ્યા હતા.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

Decision in Blackbuck hunting case today, Salman may be imprisoned for six year
Decision in Blackbuck hunting case today, Salman may be imprisoned for six year
સજા સંભળાવ્યા પછી કોર્ટની બહાર આવતો સલમાન ખાન
સજા સંભળાવ્યા પછી કોર્ટની બહાર આવતો સલમાન ખાન
કોર્ટ રૂમમાં જતા પહેલાં આવા તેવરમાં હતો સલમાન ખાન
કોર્ટ રૂમમાં જતા પહેલાં આવા તેવરમાં હતો સલમાન ખાન
કોર્ટમાં એન્ટ્રી લેતા સલમાન ખાન
કોર્ટમાં એન્ટ્રી લેતા સલમાન ખાન
કોર્ટમાં એન્ટ્રી લેતા તબ્બુ અને સોનાલી બેન્દ્રે
કોર્ટમાં એન્ટ્રી લેતા તબ્બુ અને સોનાલી બેન્દ્રે
કોર્ટમાં દાખલ થતો સૈફ અલી ખાન
કોર્ટમાં દાખલ થતો સૈફ અલી ખાન
કોર્ટની બહાર સિક્યુરિટી ટાઈટ કરવામાં આવી
કોર્ટની બહાર સિક્યુરિટી ટાઈટ કરવામાં આવી
કોર્ટની બહાર સિક્યુરિટી ટાઈટ કરવામાં આવી
કોર્ટની બહાર સિક્યુરિટી ટાઈટ કરવામાં આવી
X
જોધપુર સેન્ટ્રલ જેલમાં સલમાનજોધપુર સેન્ટ્રલ જેલમાં સલમાન
Decision in Blackbuck hunting case today, Salman may be imprisoned for six year
Decision in Blackbuck hunting case today, Salman may be imprisoned for six year
સજા સંભળાવ્યા પછી કોર્ટની બહાર આવતો સલમાન ખાનસજા સંભળાવ્યા પછી કોર્ટની બહાર આવતો સલમાન ખાન
કોર્ટ રૂમમાં જતા પહેલાં આવા તેવરમાં હતો સલમાન ખાનકોર્ટ રૂમમાં જતા પહેલાં આવા તેવરમાં હતો સલમાન ખાન
કોર્ટમાં એન્ટ્રી લેતા સલમાન ખાનકોર્ટમાં એન્ટ્રી લેતા સલમાન ખાન
કોર્ટમાં એન્ટ્રી લેતા તબ્બુ અને સોનાલી બેન્દ્રેકોર્ટમાં એન્ટ્રી લેતા તબ્બુ અને સોનાલી બેન્દ્રે
કોર્ટમાં દાખલ થતો સૈફ અલી ખાનકોર્ટમાં દાખલ થતો સૈફ અલી ખાન
કોર્ટની બહાર સિક્યુરિટી ટાઈટ કરવામાં આવીકોર્ટની બહાર સિક્યુરિટી ટાઈટ કરવામાં આવી
કોર્ટની બહાર સિક્યુરિટી ટાઈટ કરવામાં આવીકોર્ટની બહાર સિક્યુરિટી ટાઈટ કરવામાં આવી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App