ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» જાણો ક્યા કારણોના આધારે સલમાનને મળ્યા જામીન| Salman Khan bail hearing session court on these basis

    કાળિયાર શિકાર કેસઃ જાણો કયા આધારે સલમાનને મળ્યા જામીન

    divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 03:58 PM IST

    કાયદાનો નિયમ છે 'બેલ ઈઝ રુલ એન્ડ જેલ ઈઝ એક્સેપ્શન'ના આધારે સલમાનને મળ્યા જામીન
    • કાળિયાર કેસમાં સલમાન ખાનને મળ્યા જામીન (ફાઈલ ફોટો)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાળિયાર કેસમાં સલમાન ખાનને મળ્યા જામીન (ફાઈલ ફોટો)

      જોધપુર: સલમાન ખાનને કાળા હરણ શિકાર કેસમાં મળેલી સજા સામે જામીન મળી ગયા છે. જોધપુરની સેશન્સ કોર્ટે સલમાન ખાનને જામીન આપી દીધા છે. કોર્ટેના આ નિર્ણય પછી સલમાન ખાનના વકીલે કહ્યું કે, અમને ન્યાયની આશા હતી અને અમને ન્યાય મળી ગયો છે.

      પ્રક્રિયા કાયદાકીય રીતે ચાલતી હોવાથી મળ્યા જામીન


      કાયદા નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે આ એક બહુ સામાન્ય કેસ છે અને દરેક પ્રક્રિયા કાયદા પ્રમાણે ચાલી રહી છે. તેથી આ કેસમાં સલમાન ખાનને જામીન મળવા એટલા મુશ્કેલ નહતા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના એક નિર્ણયનો રેફરન્સ આપીને કહ્યું છે કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે દાતા રામ જજમેન્ટમાં કહ્યું હતું કે, 'બેલ ઈઝ રુલ એન્ડ જેલ ઈઝ એક્સેપ્શન'. સૌથી મહત્વની વાત એ છે કે, આ કેસમાં ચાર્જસીટ ફાઈલ થઈ ગઈ છે. ટ્રાયલ પૂરી થઈ ચુકી છે. દરેક પુરાવા અને સાક્ષીની તપાસ કરી લેવામાં આવી છે. સાક્ષીઓના નિવેદન સાથે ચેડાં કરવામાં આવ્યા હોય તેવા કોઈ પુરાવા સામે આવ્યા નથી અને તેવી કોઈ શક્યતા પણ નથી. તેથી આ કેસમાં સલમાનને જામીન આપવામાં કોર્ટને કોઈ તકલીફ ન હોઈ શકે.

      સલમાનનો સુનાવણી દરમિયાન વ્યવહાર સારો


      અન્ય એક સિનિયર વકીલે જણાવ્યુું કે, સલમાનના કેસમાં સમગ્ર સુનાવણી દરમિયાન વ્યવહાર ખૂબ સારો રહ્યો હતો. 20 વર્ષ દરમિયાન સલમાનને જ્યારે બોલાવવામાં આવ્યો છે ત્યારે તે કોર્ટમાં હાજર રહ્યો છે. તેણે જજ, વકીલ કે જેલના કર્મચારીઓ સાથે પણ કદી ખરાબ વ્યવહાર કર્યો હોવાની વાત સામે આવી નથી. આ ઉપરાંત સલમાન ખાન એક સેલિબ્રિટી છે અને સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે. તેથી સલમાનને જામીન મળવાની સંપૂર્ણ શક્યતા હતી.

      જેલની સજા ઓછી આપવાનો કાયદાનો નિયમ છે


      અન્ય એક કાયદા નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે જામીન આપવા તે જજનો અધિકાર છે. જામીન આપવા કે નહીં તે સંપૂર્ણ રીતે જજ ઉપર આધારિત હોય છે. સલમાનને જામીન આપવાની ના પાડવાનું જે મજબુત કારણ હતું તે નીચલી કોર્ટના સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો છે. તેના આધારે જ સલમાનને સજા આપવામાં આવી હતી. કાયદાનો જે નિયમ છે, 'બેલ ઈઝ રુલ એન્ડ જેલ ઈઝ એક્સેપ્શન' પ્રમાણે જામીનને જ નિયમ બનાવવો, ના છૂટકે જ જેલની સજા આપવી.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    • જોધપુર કોર્ટે કાળિયાર કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા આપી હતી (ફાઈલ ફોટો)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      જોધપુર કોર્ટે કાળિયાર કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની જેલની સજા આપી હતી (ફાઈલ ફોટો)

      જોધપુર: સલમાન ખાનને કાળા હરણ શિકાર કેસમાં મળેલી સજા સામે જામીન મળી ગયા છે. જોધપુરની સેશન્સ કોર્ટે સલમાન ખાનને જામીન આપી દીધા છે. કોર્ટેના આ નિર્ણય પછી સલમાન ખાનના વકીલે કહ્યું કે, અમને ન્યાયની આશા હતી અને અમને ન્યાય મળી ગયો છે.

      પ્રક્રિયા કાયદાકીય રીતે ચાલતી હોવાથી મળ્યા જામીન


      કાયદા નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે આ એક બહુ સામાન્ય કેસ છે અને દરેક પ્રક્રિયા કાયદા પ્રમાણે ચાલી રહી છે. તેથી આ કેસમાં સલમાન ખાનને જામીન મળવા એટલા મુશ્કેલ નહતા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના એક નિર્ણયનો રેફરન્સ આપીને કહ્યું છે કે, તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે દાતા રામ જજમેન્ટમાં કહ્યું હતું કે, 'બેલ ઈઝ રુલ એન્ડ જેલ ઈઝ એક્સેપ્શન'. સૌથી મહત્વની વાત એ છે કે, આ કેસમાં ચાર્જસીટ ફાઈલ થઈ ગઈ છે. ટ્રાયલ પૂરી થઈ ચુકી છે. દરેક પુરાવા અને સાક્ષીની તપાસ કરી લેવામાં આવી છે. સાક્ષીઓના નિવેદન સાથે ચેડાં કરવામાં આવ્યા હોય તેવા કોઈ પુરાવા સામે આવ્યા નથી અને તેવી કોઈ શક્યતા પણ નથી. તેથી આ કેસમાં સલમાનને જામીન આપવામાં કોર્ટને કોઈ તકલીફ ન હોઈ શકે.

      સલમાનનો સુનાવણી દરમિયાન વ્યવહાર સારો


      અન્ય એક સિનિયર વકીલે જણાવ્યુું કે, સલમાનના કેસમાં સમગ્ર સુનાવણી દરમિયાન વ્યવહાર ખૂબ સારો રહ્યો હતો. 20 વર્ષ દરમિયાન સલમાનને જ્યારે બોલાવવામાં આવ્યો છે ત્યારે તે કોર્ટમાં હાજર રહ્યો છે. તેણે જજ, વકીલ કે જેલના કર્મચારીઓ સાથે પણ કદી ખરાબ વ્યવહાર કર્યો હોવાની વાત સામે આવી નથી. આ ઉપરાંત સલમાન ખાન એક સેલિબ્રિટી છે અને સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે. તેથી સલમાનને જામીન મળવાની સંપૂર્ણ શક્યતા હતી.

      જેલની સજા ઓછી આપવાનો કાયદાનો નિયમ છે


      અન્ય એક કાયદા નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે જામીન આપવા તે જજનો અધિકાર છે. જામીન આપવા કે નહીં તે સંપૂર્ણ રીતે જજ ઉપર આધારિત હોય છે. સલમાનને જામીન આપવાની ના પાડવાનું જે મજબુત કારણ હતું તે નીચલી કોર્ટના સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો છે. તેના આધારે જ સલમાનને સજા આપવામાં આવી હતી. કાયદાનો જે નિયમ છે, 'બેલ ઈઝ રુલ એન્ડ જેલ ઈઝ એક્સેપ્શન' પ્રમાણે જામીનને જ નિયમ બનાવવો, ના છૂટકે જ જેલની સજા આપવી.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: જાણો ક્યા કારણોના આધારે સલમાનને મળ્યા જામીન| Salman Khan bail hearing session court on these basis
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top