ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ડિલિવરી બોયે અમેઝોનને લગાવ્યો રૂ. 40 લાખનો ચૂનો| Saharanpur Delivery Boy Did Fraud With Amazon In Lakhs

  ડિલિવરી બોયે અમેઝોનને લગાવ્યો 40 લાખનો ચૂનો, રીત જાણી કંપની પણ થઈ અવાક

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 11:15 AM IST

  વ્યક્તિ મોંઘી કંપનીના મોબાઈલ ઓર્ડર કરતો અને ડિલિવરી પછી બોક્સ ખાલી હોવાનું કહીને કંપની પાસેથી રિફંડ મેળવતો હતો
  • અક આરોપીની થઈ ધરપકડ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અક આરોપીની થઈ ધરપકડ

   સહરાનપુર: યુપીના સહારનપુરમાં ઓનલાઈન શોપિંગ કંપની અમેઝોન સાથે મોટા ફ્રોડની ઘટના સામે આવી છે. ડિલિવરી બોય્ઝે કંપનીને લાખોનો ચૂનો લગાડ્યો છે. કંપની તરફથી બે ડિલિવરી બોય્ઝના નામ આપવામાં આવ્યા છે. તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બીજો વ્યક્તિ ભાગી ગયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બંને ઠગોનું દિમાગ શાતિર હોવાથી તેમણે કંપનીમાં આટલું મોટું ફ્રોડ કરવાની હિંમત કરી છે.

   આ રીતે સામે આવી સમગ્ર ઘટના

   - 7 એપ્રિલે સોનીપતમાં રહેતા કંપનીના રિજનલ મેનેજર પ્રદીપ અગ્રવાલે સહારનપુરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
   - તેમાં તેણે કહ્યું છે કે, સહારનપુરનો એક વ્યક્તિ અને તેના અમુક મિત્રો છેલ્લા કેટલાક સમયથી અમેઝોન કંપનીમાં મોટી કંપનીના મોબાઈલ ખરીદવા માટે ઓનલાઈન ઓર્ડર આપતા હતા.
   - ત્યારપછી કંપની દ્વારા મોબાઈલ કુરિયર કરવામાં આવતા હતા. પરંતુ ડિલીવરીના થોડા સમય પછી જ ફરિયાદ દાખલ કરવામાં આવતી હતી કે બોક્સ ખાલી નીકળ્યું છે, તેમાં મોબાઈલ નથી. અમારા પૈસા પરત કરો.
   - કસ્ટમર્સની ફરિયાદના આધારે પૈસા રિફંડ કરી દેવામાં આવતા હતા. પરંતુ જ્યારે આવું વારંવાર થયું ત્યારે કંપનીને શંકા થઈ કે, ડિલીવરીમાં કોઈ પ્રોબ્લેમ છે.
   - મેનેજરની ફરિયાદ પછી પોલીસે એક ટીમ બનાવી હતી અને ત્યાર પછી તેમણે કંપની સાથે ફ્રોડની વાત સ્વીકારી છે.

   રૂ. 40 લાખથી વધુ કિંમતનું થયું ફ્રોડ

   - પોલીસ અધિકારી બબૂલ કુમારે જણાવ્યું કે, મે 2017માં અત્યાર સુધી કંપનીના 264 મોબાઈલ ખરીદવામાં આવ્યા છે. તે સાથે જ કંપની પાસેથી રિફન્ડ પણ લેવામાં આવ્યું છે.
   - આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. તેનું નામ મોહમ્મદ અનવર છે. રિપોર્ટ પ્રમાણે તેણે રૂ. 40 લાખનું ફ્રોડ કર્યું છે.

   આ રીતે કર્યું લાખોનું ફ્રોડ

   - મોહમ્મદ શમી એક કુરિયર કંપનીમાં ડિલિવરી બોય્ઝ તરીકે કામ કરતો હતો. તે પોતાના અને પરિચિતોના મોબાઈલ નંબરથી અથવા તેમના આઈડીનો ઉપયોગ કરીને અમેઝોનમાંથી મોબાઈલ ઓર્ડર કરતો હતો.
   - જ્યારે તેમને મોબાઈલ મળી જતો ત્યાર પછી તેઓ ડબ્બો ખાલી હોવાની ફરિયાદ કરીને કંપની પાસેથી રિફન્ડ લેતા હતા. . આ કામમાં મોહમ્મદ શમીની સાથે તેમના મિક્ષ અમાન પણ સામેલ હતા.
   - અમાન હાલ ભાગી ગયો છે. તેની તપાસ ચાલી રહી છે. શમી પાસેથી વિવિધ કંપનીઓના રૂ. સાત લાખથી વધારે કિંમતના 23 સ્માર્ટ ફોન મળી આવ્યા છે. એક એચપી કંપનીનું લેપટોપ પણ મળી આવ્યું છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

  • શમી પાસેથી વિવિધ કંપનીઓના રૂ. સાત લાખથી વધારે કિંમતના 23 સ્માર્ટ ફોન મળી આવ્યા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શમી પાસેથી વિવિધ કંપનીઓના રૂ. સાત લાખથી વધારે કિંમતના 23 સ્માર્ટ ફોન મળી આવ્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ડિલિવરી બોયે અમેઝોનને લગાવ્યો રૂ. 40 લાખનો ચૂનો| Saharanpur Delivery Boy Did Fraud With Amazon In Lakhs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top