દાવો / 36 વર્ષની મહિલાએ સબરીમાલાના દર્શન કર્યા, ઉંમર વધુ બતાવવા વાળ સફેદ કર્યા

divyabhaskar.com | Updated - Jan 10, 2019, 12:45 PM
Sabarimala Temple Issue: young woman, 36 years age claimed to offer prayers to lord Ayyappa with coloring hair white
X
Sabarimala Temple Issue: young woman, 36 years age claimed to offer prayers to lord Ayyappa with coloring hair white

  • મહિલા મંજૂએ દાવોકર્યો છે કે, મને મંદિરે જતા કોઈએ નથી રોકી, પરિસરમાં મેં બે કલાક પસાર કર્યા
  • 2 જાન્યુઆરી બે મહિલાએ સબરીમાલા મંદિરમાં દર્શન કર્યા પછી ખૂબ વિવાદ થયો હતો

તિરુઅનંતપુરમ: કેરળની 36 વર્ષની મહિલા મંજૂએ દાવો કર્યો છે કે, મંગળવારે તેણે સબરીમાલા મંદિરમાં આવેલા ભગવાન અયપ્પાના દર્શન કર્યા હતા. માનવામાં આવે છે કે, ઉંમર વધારે બતાવવા માટે મંજૂએ તેના વાળમાં સફેદ રંગની ડાઈ પણ કરાવી હતી. સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ અને પૂજા માટેની મંજૂરી આપી છે. આ પહેલાં 10 વર્ષની બાળકીથી લઈને 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો.

મહિલાએ ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે
1.મંજૂ કેરળના ચેથન્નૂરમાં રહે છે. તેણએ ફેસુક પોસ્ટમાં દાવો કર્યો છે કે, મને મંદિરમાં જતા કોઈએ રોકી નથી. મે આ યાત્રાની શરૂઆત ત્રિશુરથી કરી હતી અને 8 જાન્યુઆરીએ મંદિર પહોંચી હતી. મંદિર પરિસરમાં મેં અંદાજે 2 કલાક સમય પસાર કર્યો. મે પૂજા માટે અખિલ ભારત અયપ્પા સેવા સંગઠનના સભ્યોની પણ મદદ લીધી.
2.સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંદિરમાં પ્રવેશ માટે મંજૂએ કોઈ પોલીસ ઓફિસરની મદદ લીધી નહતી. મંજૂએ ઓક્ટોબરમાં પણ મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે સમયે પોલીસે ખૂબ વરસાદ હોવાની વાત કરીને પરત મોકલી દીધી હતી.
3.સોશિયલ મીડિયા ઉપર મંજૂનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં તે ડાઈ કરવામાં આવેલા સફેદ વાળમાં જોવા મળે છે. લોકોનું કહેવું છે કે, આવું તેણે પ્રદર્શન અને પોતાનો પર હુમલો રોકવા માટે કર્યું છે.
4.2 જાન્યુઆરીએ બે મહિલાઓએ પોલીસ સુરક્ષામાં મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તે પછી હિન્દુ સંગઠનો દ્વારા ખૂબ વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તેના બે દિવસ પછી શ્રીલંકાની 50 વર્ષથી ઓછી ઉંમરની એક મહિલાએ પણ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
5.અત્યાર સુધી કેટલી મહિલાઓ સબરીમાલામાં દર્શન કરી ચૂકી છે તે વિશે મુખ્યમંક્ષી પી. વિજયને કહ્યું કે, હાલ અમારી પાસે આ વિશેનો કોઈ આંકડો નથી. જોકે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ વર્ષે અત્યાર સુધી 10 મહિલાઓ મંદિરમાં પ્રવેશ કરી ચૂકી છે. ભાજપ અને હિન્દુ સંગઠન મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App